નવી દીલ્હી (PTI): બજાર નિયામક સેબીએ નોંધણીકૃત એન્ટીટીસ માટે ગવર્નેન્સ એન્ડ ફાયનાન્શયલ ડિસક્લોઝર ફાઇલિંગ માટે એકીકૃત ફાઇલિંગ લાગૂ કરી, કોમ્પલાયન્સ માટેની નવી માર્ગદર્શિકા લાગૂ કરી. આ નવી માર્ગદર્શિકા ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ પૂરા થયેલ ત્રિમાસિક માટે લાગૂ પડશે.
સેબીએ લાગૂ કરેલ નવી માર્ગદર્શિકાથી આપૂર્તિ (કોમ્પલાયન્સ) સરળ બનશે અને કામનો બોજ ઘટશે. આ નવી પ્રણાલી ગવર્નેન્સ અને ફાયનેન્શયલ ડિસ્કલોઝર્સને ત્રિમાસિકે રજૂ કરવાના થતાં ફાઇલિંગની કામગીરી સરળ બનાવશે. ઘણાં બધા સામયિક કાગળો ફાઇલ કરવાની જગ્યાએ હવે એક જ ત્રિમાસિક ફાઇલિંગ કરવાનું રહેશે. પોતાના નિવેદનમાં સેબીએ જણાવ્યું છે કે, ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ પૂરા થતાં ત્રિમાસિક તેમજ ત્યારબાદના ત્રિમાસિક સબબ સેબીએ સૂચિબદ્ધ કરેલ ગવર્નેન્સ અને ફાયનેન્શયલ ડિસક્લોઝર્સના LODR નિયમનો (લિસ્ટિંગ ઓબ્લિગેશન એન્ડ ડિસક્લોઝર રિક્વાયરમેન્ટ નિયમનો) અન્વયેના સામયિક ફાઇલિંગ સબબ ઇઝ ઓફ ફાઇલિંગ એન્ડ કોમ્પલાયન્સ તરફ આગળ ધપવા તેણે એકીકૃત ફાઇલિંગ દાખલ કર્યું છે.
લિસ્ટિંગ ઓબ્લીગેશન એન્ડ ડિસક્લોઝર રિક્વાયરમેન્ટ નિયમનોની સમીક્ષા કરવા સ્થપાયેલ નિષ્ણાંત સમિતિની ભલામણોને અનુસરીને બજાર નિયામકે આ પહેલ કરી છે. નવી પ્રણાલી હેઠળ, રોકાણકારોની ફરિયાદ નિવારણ અને કોર્પોરેટ ગવર્નન્સના પાલન પરના નિવેદનો જેવી ગવર્નેન્સ સંબંધિત ફાઇલિંગ હવે ત્રિમાસિક ગાળાના અંતના 30 દિવસની અંદર રજૂ કરવી આવશ્યક છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) એ મંગળવારે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, સંબંધિત પક્ષના વ્યવહારોની જાહેરાત અને ત્રિમાસિક નાણાકીય પરિણામો સહિત નાણાકીય ફાઇલિંગની 45 દિવસની સમયમર્યાદા હોય છે, જેમાં વર્ષાંતના ફાઇલિંગ માટે 60 દિવસની સમયમર્યાદાની છૂટ આપવામાં આવે છે.
સેબીએ કર-મુકદ્દમાની અદ્યતન જાણકારીઓ, નાના દંડ અને નિર્ધારિત મર્યાદાથી વધુના અધિગ્રહણ સહિત ચોક્કસ ઘટનાઓની ત્રિમાસિક જાહેરાત પણ ફરજિયાત કરી હતી. અગાઉની અલગ-અલગ રિપોર્ટિંગ પ્રથાઓને સુવ્યવસ્થિત કરીને આને સંકલિત ફાઇલિંગ ફોર્મેટમાં સમાવવામાં આવી છે. નિયમનકારે જવાબદેહી સુનિશ્ચિત કરવા માટે લિસ્ટેડ એન્ટીટીસના સેક્રેટરીઝ અને ઓડિટર્સ માટે પાત્રતાના ધોરણો પણ કડક કર્યા છે. સમાન ક્ષેત્રની કંપનીમાં જે ચોક્કસ ગેરલાયકાત સિવાયના ધારાધોરણો મુજબના સેક્રેટરીઝ જ હવે આ ભૂમિકાઓ નિભાવી શકે છે.
વધુમાં, નિષ્પક્ષતા જાળવવા માટે આંતરિક ઓડિટ અને અનુપાલન વ્યવસ્થાપન જેવી કેટલીક સેવાઓ પ્રદાન કરતા ઓડિટર્સ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) ને તેના સભ્યોમાં પરિપત્રની જોગવાઈઓનો પ્રસાર કરવાની અને સુધારેલી માર્ગદર્શિકાનું પાલન સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. લિસ્ટેડ એન્ટીટીઝે કર્મચારીઓ લાભની યોજનાઓની મુખ્ય વિગતો જાહેર કરવી અને તેમને પ્રકાશિત કરતા પહેલા વ્યાવસાયિક રીતે સંવેદનશીલ માહિતી સબબ બોર્ડની મંજૂરી મેળવવી જરૂરી છે, એમ નિયમનકારે જણાવ્યું હતું.
વધુમાં, આ નિયમાવલી અન્ય પક્ષકારોને શેરહોલ્ડિંગ પેટર્ન, ક્રેડિટ રેટિંગ્સ અને શ્રેણી વર્ગીકરણ સંબંધિત જાહેરાતો માટેની સમયમર્યાદાને પણ સ્પષ્ટ કરે છે, જેમાં બીનઅનુસરણ દંડને પાત્ર છે. BSE અને NSE પોર્ટલ દ્વારા સિંગલ ફાઇલિંગને સાકાર કરવા માટે નિયમનકારનું પગલું એ પ્રક્રિયાગત જટિલતાઓને સરળ બનાવવાનો હેતુ ધરાવતી વધુ એક લાક્ષણિકતા છે. શેર બજારોને નિયમાવલી સંબંધિત તકેદારીઓ અને અમલીકરણ માટે જરૂરી પ્રણાલીઓ અને માળખાગત સુવિધાઓ સ્થાપિત કરવા માટે નિર્દેશ આપવામાં આવે છે, એમ સેબીએ ઉમેર્યું હતું.