નવી દિલ્હી
ફેક વેબસાઈટથી લોકો સાથે ઠગાઈની ઘટનાઓ ઝડપથી દેશમાં ફેલાઈ રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટે પણ લોકોને આવી બોગસ વેબસાઈટથી સાવધ રહેવા ચેતવણી આપી છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યુ છે કે સુપ્રીમ કોર્ટના નામ પર આવતી કોઈપણ લિંક પર લોકો લિંક ન કરે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે તે કયારેય કોઈ વ્યક્તિ પાસેથી નાણાકીય વ્યક્તિગત માહિતી નથી માગતી. કોર્ટની સતાવાર વેબસાઈટ માત્ર ૂૂૂ.તભશ.લજ્ઞદ.શક્ષ છે. અન્ય કોઈ વેબસાઈટ પર વિશ્ર્વાસ જોખમી સાબીત થઈ શકે છે. ગયા વર્ષે તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે પણ આવી જ ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નામે ચાલતી નકલી વેબસાઈટ વકીલો, વાદી-પ્રતિવાદીઓ અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવી શકે છે.