નવી દિલ્હી, 1 જાન્યુઆરીઃજર્મનીની લક્ઝરી કાર ઉત્પાદક કંપની ઓડીએ બુધવારે અગાઉના વર્ષની સરખામણીએ 2024માં વેચાણમાં 26.6 ટકાનો ઘટાડો દર્શાવી 5,816 એકમોનું વેચાણ નોંધાવ્યું હતું. આ ઘટાડો સપ્લાય-ચેન લગતાં પ્રશ્નોને કારણે છે.
ઓડી ઇન્ડિયાએ 2024 માં વેચાણમાં 26.6% ઘટાડો નોંધાવ્યો હતો અને તેનું વેચાણ ઘટીને 5,816 યુનિટ થયું હતું. આ ઘટાડાનું કારણ સપ્લાય-ચેઇન-ઇશ્યૂઝ છે, પરંતુ કંપની ભવિષ્ય અંગે આશાવાદી છે. કંપનીએ 2023માં 7,931 એકમોનું વેચાણ નોંધાવ્યું હતું.
ઓડી ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં, શ્રી બલબીર સિંહ ઢિલ્લોએ જણાવ્યું હતું કે, “2024નો પ્રથમ અર્ધવાર્ષિક ગાળો ઓડી ઇન્ડિયા માટે સપ્લાય-ચેન સંબંધિત પડકારો લાવ્યો હતો, તેમ છતાં અમારા ઉત્પાદનોની સાતત્યપૂર્ણ માંગ અમારા ગ્રાહકોના ઓડી બ્રાન્ડ પરના સ્થાયી વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. 2024ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં સુધારો થતાં, 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં ચોથા ત્રિમાસિક ગાળામાં અમારા વિક્રયમાં 36 ટકાનો સુધારો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2024 એ ‘ભારતમાં કુલ 1 લાખ કારનું વેચાણ’ થયાનું મુખ્ય સીમાચિહ્નરૂપ વર્ષ રહ્યું છે. 2025 અંગે તેમણે જણાવ્યું હતું કે, ચોથા ત્રિમાસિક ગાળામાં 2024ને સારા આંકડા સાથે પૂર્ણ કર્યા પછી કંપની અહીં વેચાણ વધવાની અપેક્ષા રાખે છે. અમે ભારતીય લક્ઝરી કાર બજારની લાંબા ગાળાની ક્ષમતા વિશે આશાવાદી છીએ અને અમારા ગ્રાહકોને શ્રેષ્ઠત્તમ અનુભવો આપવા માટે પ્રતિબદ્ધ છીએ.