પાંચ વર્ષમાં બેન્કોએ 9.90 લાખ કરોડની રાઇટ ઓફ કરવાની બેન્કોને ફરજ પડી: સ્ટેટ બેન્ક મોખરે: ગત વર્ષે 1.70 કરોડનું ધિરાણ વસુલ થઇ શકયું નહીં
ભારતીય બેંકો દ્વારા પાંચ વર્ષ પહેલા એનપીએ સામે સફળ કરાયેલી ઝુંબેશ બાદ ફરી એક વખત બેન્કોમાં બેડ લોન વધવા લાગી છે અને છેલ્લા પાંચ વર્ષમાં બેન્કોએ રૂા.9.90 લાખ કરોડની લોન માંડવાળ કરી છે. 2023-24ના વર્ષમાં બેન્કોએ કુલ રૂા.1.70 લાખ કરોડની લોન માંડવાળ કરી હતી જ્યારે તેની સામે બેન્કોનું પ્રોવિઝન 2.08 લાખ કરોડ હતું જ્યારે ચાલુ નાણાંકીય વર્ષમાં પ્રથમ છ માસમાં બેન્કોએ રૂ.42 હજાર કરોડનું ધિરાણ વસુલાત થઇ શક્ય તેમ ન હતું તે માંડવાળ કર્યું છે.
જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પંજાન નેશનલ બેન્ક, યુનિયન બેન્ક અને બેન્ક ઓફ બરોડા મોખરે છે. રાજ્યસભામાં આ માહિતી આપતા નાણામંત્રાલયએ સ્પષ્ટતા કરી હતી કે લોન રાઇટઅપ કે માંડવાળ કરવાથી ધિરાણ લેનારની જવાબદારી પુરી થઇ જતી નથી અને તે રકમ વસુલાત કરવાના પ્રયત્ન ચાલુ જ છે અથવા તો તે લોન વસૂલાત માટે બેડ બેન્કને વેંચી દેવામાં આવે છે તે મુજબ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ચાલુ નાણાંકીય વર્ષમાં પ્રથમ છ માસમાં રૂા.8312 કરોડ પંજાબ નેશનલ બેન્કે 8.061 કરોડ, યુનિયન બેન્કે 6344 અને બેન્ક ઓફ બરોડાએ રૂા.5925 કરોડ માંડવાળ કર્યા છે.
જ્યારે આ સમય દરમ્યાન રૂા.37253 કરોડની વસૂલાત થઇ હતી. બેન્કોએ છેલ્લા પાંચ વર્ષમાં કુલ 9.90 લાખ કરોડની બેન્કોએ જે લોન માંડવાળ કરી છે તેમાં 2019-20માં સૌથી વધુ રકમ 2.34 લાખ કરોડની રકમ એનપીએમાં હતી તે રાઇટઅપ કરી છે.
જો કે બેન્કોએ તેની સામે પુરું પ્રોવિઝન રાખ્યું હતું જેના કારણે બેન્કોને તેની નફા શક્તિ પર કોઇ મોટી અસર થઇ નથી. બન્ક દ્વારા જે ધિરાણ વસુલાતું ન હોય તેને તબકકાવાર એનપીએમાં મુકવામાં આવે છે અને બાદમાં તે રકમ સામે પ્રોવિઝન પણ થાય છે અને તેથી જ બેન્કો આ લોન શક્ય તેટલી વધુ વસુલવા પ્રયત્ન કરે છે. પરંતુ જો ન વસુલાય તો તે બેડ બેન્કને બેલેન્સીટ સ્વચ્છ રહે છે.