વિપક્ષના નેતા રાહુલ ગાંધી અચાનક જ એક કિરાણા સ્ટોર પર પહોંચી ગયા હતા અને તેઓએ અહીં આવેલ મહિલા સહિતના ગ્રાહકો સાથે મોંઘવારી સહિતના મુદ્ે ચર્ચા કરી હતી એટલું જ નહીં તેઓ કિરાણા સ્ટોરની અંદર જઇને ગ્રાહકો માંગે તે કેચઅપ, બીસ્કીટ અને ચોકલેટ પણ આપ્યા હતા.
રાહુલએ બાદમાં ટ્વીટ કરીને આ મુલાકાત અંગે લખ્યું છે અને લખ્યું છે કે મધ્યમ વર્ગ જ્યાં ખરીદી કરવા આવે છે તેની વ્યથા મેં જાણી ક્વીક કોમર્સના કારણે કિરાણા સ્ટોરના વેપારને પણ અસર થઇ છે અને હજારો સ્ટોર બંધ કરવા પડ્યા છે તે પણ ચિંતાની બાબત છે. રાહુલએ બાદમાં દુકાનદાર સાથે પણ વાતચીત કરી અને કહ્યું કે દેશમાં જે રીતે મોનોપોલી સર્જાઇ રહી છે.
તેથી નાના દુકાનદારોને પણ નીચાભાવે વહેંચવાની ફરજ પડે છે અને તેથી તેના નફા પર અસર થાય છે એટલું જ નહીં જે નવી જીએસટી સીસ્ટમ આવી છે તે વેટ કરતા ચાર ગણો ટેક્સ વસુલે છે તેવી પણ ફરિયાદ કરાઇ હતી.