વોશિંગ્ટન: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં તેમના ખાસ મિત્ર તથા અબજોપતિ એલન મસ્કની અસર દેખાઈ રહી છે અને ખાસ કરીને વિદેશ મદદથી અમેરિકાએ વહીવટીતંત્રમાં છટણી સહિતના મુદે મસ્કના નિર્ણયો વિવાદ પણ જગાવી રહ્યા છે.
તો હવે અમેરિકાના ભવિષ્યના અવકાશી પ્રોગ્રામમાં ફરી એક વખત ચંદ્ર પર સામાન્ય અવકાશયાન ઉતારવાના આગળ વધી રહેલા ‘નાસા’ના પ્રોગ્રામને હવે પડતો મુકીને મંગળ-અભિયાન ચાલુ કરવા ટ્રમ્પ જણાવે તેવા સંકેત છે અને તેની સૌ પ્રથમ અસર બોઈંગ-કંપનીના ચંદ્ર પર જનારા અવકાશયાન પ્રોજેકટવાળી કંપનીએ સેંકડોની છટણીના આદેશ પણ અપાયા છે.
નાસાએ આ પ્રોજેકટ સાથે લાંબા સમયથી સંકળાયેલા તેના વહીવટદાર જીમ ફ્રીને પણ નિવૃતિ આપી દીધી છે અને 60 વર્ષથી નાસા સાથે જોડાયેલા આ સિનીયર અધિકારીની નિવૃતિ માટે પણ કોઈ કારણ અપાયુ નથી.
તેઓ ચંદ્ર પર વધુ એક માનવ મિશન- થોડા દિવસો ત્યાં અવકાશયાત્રીઓ વિતાવીને પરત આવે તે પ્રોજેકટના મોટા હિમાયતી હતા અને તે અનુભવ પરત મંગળ પર માનવ મોકલવા માટેની ભૂમિકા તૈયાર કરવાના હતો. ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ ટર્મમાં તેઓએ જ આ પ્રોજેકટ માટે મંજુરી મેળવી હતી.
પણ હવે એલન મસ્ક અને તેની કંપની સ્પેસ એકસ મંગળ પર માનવ મોકલવા સહિતના અભિયાન માટે આગળ ધપી રહ્યા છે અને નાસાના વડા તરીકે મસ્કના નજીકના ગણાતા જેરાલ્ડ ઈસાકમેનને પસંદ કર્યા છે.
જેરાલ્ડ અગાઉ બે વખત સ્પેસ એકસ મારફત અવકાશમાં જઈ ચૂકયા છે તેમાં ખાનગી એસ્ટ્રોનો તરીકે પ્રખ્યાત છે અને ઈ-પેમેન્ટ સીસ્ટમના માંધાતા તથા અબજોપતિ છે.