નવી દિલ્હી – રેટિંગ એજન્સી ICRAએ મંગળવારે જણાવ્યું હતું કે તે અપેક્ષા રાખે છે કે દેશની પ્રીમિયમ હોટેલ રેવન્યુ પર અવેલેબલ રૂમ (RevPAR) માર્ચમાં પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષમાં 10 વર્ષની સર્વોચ્ચ સપાટી રૂ.૫૫૦૦-૫૮૦૦ હાંસલ કરશે, જે નાણાકીય વર્ષ 24માં રૂ.૫૦૦૦ – ૫૩૦૦ હતી.
રેવ.પી.એ.આર.-સરેરાશ દૈનિક રૂમ દર સાથે ઓક્યુપન્સીને ગુણાકાર કરીને ગણતરી કર્યા મુજબ, નાણાકીય વર્ષ 26માં વધીને રૂ.૫૮૦૦-૬૨૦૦ થવાની ધારણા છે. ICRAના સેમ્પલ જૂથમાં 13 મોટી હોટલ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
રેટિંગ એજન્સીને એવી પણ અપેક્ષા છે કે ભારતીય આતિથ્ય ઉદ્યોગની આવક નાણાકીય વર્ષ 25માં વાર્ષિક ધોરણે 7-9 ટકા અને નાણાકીય વર્ષ 26માં નાણાકીય વર્ષ 24ના ઊંચા આધાર કરતાં વાર્ષિક ધોરણે 6-8 ટકા વધશે.
વધુમાં, તેનો અંદાજ છે કે સમગ્ર ભારતમાં પ્રીમિયમ હોટલોની ઓક્યુપેન્સી નાણાકીય વર્ષ 25માં 70-72 ટકાથી વધીને નાણાકીય વર્ષ 26માં લગભગ 72-74 ટકા થઈ જશે.
“પ્રીમિયમ હોટલો માટે સરેરાશ રૂમ દર (એવરેજ રૂમ રેન્ટ – એ.આર.આર.) નાણાકીય વર્ષ 25 માટે વધીને રૂ. ૭૮૦૦-૮૦૦૦ (વર્ષ-દર-વર્ષે 8 ટકા વધારો) થવાનો અંદાજ છે અને ત્યારબાદ નાણાકીય વર્ષ 26માં વધીને રૂ. ૮,૦૦૦ – ૮૪૦૦ થવાનો અંદાજ છે.
સમગ્ર ભારતમાં પ્રીમિયમ હોટેલ એ.આર.આર. નાણાકીય વર્ષ 2024માં રૂ.૭,૨૦૦ – ૭,૪૦૦ હતું, જે નાણાકીય વર્ષ 23ની સરખામણીએ 15 ટકા વધ્યું હતું. નાણાકીય વર્ષ 25 (એપ્રિલ-ડિસેમ્બર) માં તે રૂ.૭,૮૦૦ – ૮૦૦૦ થયું હતું.
સતત ઘરેલું લીઝર-ટ્રાવેલ્સ, સભાઓ, સમારંભો, પરિષદો અને પ્રદર્શનો (MICE) ની માંગ, જેમાં લગ્ન અને બિઝનેસ ટ્રાવેલ (સામાન્ય ચૂંટણીઓ દરમિયાન હંગામીપણે નરમ રહેવા છતાં) ને પગલે નાણાકીય વર્ષ 25 માં માંગમાં વેગ જોવા મળ્યો છે.
ICRA આગામી 9-12 મહિનાઓમાં આ વલણ ચાલુ રહેવાની ધારણા રાખે છે. આધ્યાત્મિક પ્રવાસન અને ટિયર-2 શહેરો નાણાકીય વર્ષ 26માં પણ સારું એવું યોગદાન આપે તેવી અપેક્ષા છે.
નોંધપાત્ર રીતે, નાણાકીય વર્ષ 25માં અત્યાર સુધી સ્થાનિક પ્રવાસન માંગનું મુખ્ય ચાલક બળ રહ્યું છે અને નજીકના ગાળામાં તે આમ જ રહેવાની શક્યતા છે. જોકે, વિદેશી પ્રવાસીઓનું આગમન (ફોરેન ટુરિસ્ટ એરાઇવલ – એફ.ટી.એ.) હજુ કોવિડ પહેલાના સ્તરે પહોંચવાનું બાકી છે અને તેમાં સુધારો વિશ્વવ્યાપી આર્થિક પરિસ્થિતિઓ પર નિર્ભર રહેશે.
હોટલ ઉદ્યોગમાં, ચાલુ વર્ષે અત્યાર સુધીના સમયગાળાનો ઉલ્લેખ કરે છે. તે એક મેટ્રિક છે જેનો ઉપયોગ કેવી કામગીરી જોવાઇ તેનું વિશ્લેષણ કરવા, ડેટાની તુલના કરવા અને સમય જતાં વલણો સ્થાપિત કરવા માટે થઈ શકે છે.
ICRA લિમિટેડના કોર્પોરેટ રેટિંગ્સના વાઇસ પ્રેસિડેન્ટ અને સેક્ટર હેડ વિનુતાએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 25 અને નાણાકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિક ગાળામાં (જાન્યુઆરી-માર્ચ) બજારોમાં માંગ સારી રહેવાની અપેક્ષા છે કારણ કે મૂળભૂત પરિબળો મજબૂત છે.