નવી દિલ્હી : નવો કાયદો જે ભારતમાં વિમાનોના ઉત્પાદનને સરળ બનાવવા તેમજ ઉડ્ડયન ક્ષેત્રમાં વ્યવસાય કરવાની સુગમ્યતાને કરવા લક્ષી છે તે 1 જાન્યુઆરી, 2025 થી અમલમાં આવ્યો છે.
નવો કાયદો-ભારતીય વાયુયાન અધિનિયમ, 2024-જે 90 વર્ષ જૂના વાયુયાન કાયદાનું સ્થાન લે છે, તેને ડિસેમ્બરની શરૂઆતમાં સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. બહાર પાડવામાં આવેલા એક જાહેરનામા અનુસાર, “કેન્દ્ર સરકાર આથી જાન્યુઆરી, 2025 ના પ્રથમ દિવસ નિર્ધારિત કરે છે, જે તારીખે ઉપરોક્ત કાયદાની જોગવાઈઓ અમલમાં આવશે”.
અન્ય બાબતોમાં, આ કાયદો વિમાનની ડિઝાઇન, ઉત્પાદન, જાળવણી, કબજો, ઉપયોગ, સંચાલન, વેચાણ, નિકાસ અને આયાત અને સંબંધિત બાબતોના નિયમન અને નિયંત્રણની જોગવાઈ કરે છે. આ કાયદો બિનજરૂરી બાબતોને પણ દૂર કરશે અને જેમાં એકવીસ વાર સુધારો કરવામાં આવ્યો છે તે એરક્રાફ્ટ અધિનિયમ,1934નું સ્થાન લેશે. ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા નાગરિક ઉડ્ડયન બજારોમાંનું એક છે.