મુંબઈ, 22 જાન્યુઆરી (પીટીઆઇ): લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) સંચાલિત ટ્રક ઉત્પાદક કંપની બ્લુ એનર્જી મોટર્સે બુધવારે જણાવ્યું હતું કે તે મહારાષ્ટ્રમાં ઇલેક્ટ્રિક ટ્રક ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે રૂ.3,500 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે જેથી રાજ્યના ગ્રીન એનર્જી પ્રયાસોને પ્રોત્સાહન મળે.
દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જાહેર કરાયેલા પ્રારંભિક કરારની શરતો હેઠળ, બ્લુ એનર્જી મોટર્સ અદ્યતન ઇલેક્ટ્રિક (ઇ.વી.) ટ્રકો માટે એક વિશેષ સવલત ઊભી કરશે જેમાં અદ્યતન રિસર્ચ એન્ડ ડેવલપમેંટ ક્ષમતાઓ, બેટરી-પેક લાઇન, મોટર ઉત્પાદન એકમ અને ચાર્જિંગ સ્ટેશનો પણ સ્થાપિત કરવામાં આવશે.
પ્રસ્તાવિત પ્રોજેક્ટ આગામી નાણાકીય વર્ષમાં શરૂ થવાની ધારણા છે, એમ બ્લુ એનર્જી મોટર્સે જણાવ્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર આ રોકાણથી 4,000થી વધુ લોકોને સીધી રોજગારી મળવાની અપેક્ષા છે.
“અમારું રોકાણ અદ્યતન સ્વચ્છ મોબિલિટી સમાધાનો માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે મહારાષ્ટ્રની સ્થિતિને પુનઃસ્થાપિત કરવાની સાથે-સાથે રોજગારી સર્જન અને આર્થિક વિકાસમાં પણ યોગદાન આપશે “, એમ બ્લુ એનર્જી મોટર્સના સી.ઈ.ઓ. અનિરુદ્ધ ભુવાલકાએ જણાવ્યું હતું.
નવી ઇન્ટર કનેકટેડ ફેસિલિટી ઝીરો-એમીસન ઇલેક્ટ્રિક ટ્રકોનું ઉત્પાદન કરવા માટે ઉદ્યોગની અગ્રણી ઉત્પાદન પદ્ધતિઓનો અમલ કરશે, એમ કંપનીએ જણાવ્યું હતું. આ આર્ટિફિસિયલ ઇંટેલિજન્સ અને મશીન લર્નિંગથી સુસજ્જ EV કોમર્શિયલ વાહનોને કાર્બન ફૂટપ્રિન્ટ્સને નોંધપાત્ર રીતે ઘટાડી હેવી-ડ્યુટી ટ્રકિંગને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, તેમ કંપની એ જણાવ્યુ છે.