મુંબઇ
રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તમામ બેન્કો અને નોન-બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓને લોન ભરવામાં વિલંબ કરતાં ગ્રાહકો પર જે દંડાત્મક વ્યાજ લેવાય છે તે અંગે હવે તેના પર જીએસટી વસુલાશે નહીં તે નિશ્ચિત કરવા જણાવાયું છે.
આરબીઆઇએ એક સરયુલરમાં જણાવ્યું છે કે, જે દંડાત્મક વ્યાજ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તેના બદલે દંડાત્મક ચાર્જ તેવો શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. હાલમાં જ નાણાં મંત્રાલયે એક સર્ક્યુલરમાં જણાવ્યું હતું કે, બેન્કો અને નોન-બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓ જે લોન પર વ્યાજ સિવાય દંડાત્મક વ્યાજ અને અન્ય પેનલ્ટી વસુલે છે તેના પર જીએસટી લાગશે નહીં.
અત્યાર સુધી આ પ્રકારના ચાર્જ પર 18 ટકા જીએસટી વસુલાતો હતો. હાલમાં જ જીએસટી કાઉન્સીલની બેઠકમાં આ અંગે રજુઆત થઇ હતી અને સરકારે પણ સ્વીકાર્યું કે આ પ્રકારના ચાર્જમાં જીએસટી વસુલવો યોગ્ય નથી.
આથી જ હવે દંડાત્મક વ્યાજનો શબ્દ ફેરવાયો છે અને તેના માટે દંડાત્મક ચાર્જ તેવો શબ્દનો ઉપયોગ કરાશે જેથી કરીને જીએસટીની વ્યાખ્યામાંથી તે દૂર કરવામાં સફળતા મળશે. લાંબા સમયથી બેન્કોએ આ મુદ્ે આરબીઆઇ સમક્ષ રજુઆત કરી હતી અને અંતે જીએસટી કાઉન્સીલે પણ તે માન્ય રાખી છે અને આગામી દિવસોમાં જ તેનો અમલ શરુ થઇ જશે.