મુંબઇઃ : બેડ-એસેટ્સમાં વધારો નાણાકીય વર્ષ 2026માં બેંકોની નફાકારકતાને અસર કરશે, એમ સ્થાનિક રેટિંગ એજન્સીએ મંગળવારે જણાવ્યું હતું.
ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 25માં ભારતીય બેંકોની નફાકારકતા “ઇન્ફ્લેક્શન પોઇન્ટ” પર છે અને તે પછીના નાણાકીય વર્ષમાં વધુ મધ્યમ થવાની સંભાવના છે, અને ઉમેર્યું હતું કે નાણાકીય વર્ષ 24 નફો ટોચ પર હતો.
“નાણાકીય વર્ષ 26માં નફાકારકતા (છે)… તે વધુ ઘટવાની અપેક્ષા છે અને દાયકાના ન્યૂનત્તમ સ્તર એવાં નાણાકીય વર્ષ 24ના સ્તરે ધિરાણ ખર્ચમાં વધારો થવાની શક્યતા છે”, એમ એજન્સીના વડા અને નાણાકીય સંસ્થાઓના નિર્દેશક કરણ ગુપ્તાએ અહીં પત્રકારોને જણાવ્યું હતું.
એસેટ્સની ગુણવત્તાનો મોટો હિસ્સો અનસિક્યોર્ડ રિટેલ સેલ્સમાંથી આવવાની સંભાવના છે, એમ ગુપ્તાએ જણાવ્યું હતું અને ભારપૂર્વક કહ્યું હતું કે તે “મેનેજેબલ” છે અને તેની કોઈ માળખાકીય અસરો નહીં થાય.
રૂ. 50, 000 ઓછી કિંમતની અનસિક્યોર્ડ એેસેટ્સ બેન્કિંગ ધિરાણમાં આશરે 0.40 ટકાથી ઓછો હિસ્સો ધરાવે છે, જ્યારે માત્ર 3.6 ટકા એડવાન્સિસનો ધિરાણ દર 11 ટકાથી વધુ છે, એમ એજન્સીએ જણાવ્યું હતું.
એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે ધિરાણ વૃદ્ધિએ “વેગ ગુમાવ્યો છે”, અને તેના નાણાકીય વર્ષ 25 સિસ્ટમ ધિરાણ વૃદ્ધિનો અંદાજ અગાઉના 15 ટકાથી ઘટાડીને 13-13.5 ટકા કર્યો છે, અને એમ પણ ઉમેર્યું હતું કે આગામી નાણાકીય વર્ષમાં કોર-ઇન્ટરેસ્ટ-ઇન્કમને અસર થવાની સંભાવના છે.
અગાઉના ઝડપભેરના વ્યાજદરમાં વધારા, મોટાં સ્લિપેજીસ અને એકાઉન્ટિંગ નીતિઓમાં ફેરફારને કારણે નવા નાણાકીય વર્ષમાં બેંકોનું ચોખ્ખું વ્યાજ માર્જિન (નેટ ઇન્ટરેસ્ટ માર્જીન) 0.10 ટકા ઘટશે.
ધિરાણ અને થાપણ વૃદ્ધિ વચ્ચેનું અંતર, જે તાજેતરમાં ઓછું થયું છે, તે નાણાકીય વર્ષ 26માં વધુ ઘટવાની શક્યતા છે, એમ એજન્સી માને છે.
આ ક્ષેત્ર માટે અન્ય પડકારોમાં પ્રોજેક્ટ ફાઇનાન્સ પર નવા ધોરણો લાગૂ થવાનો સમાવેશ થાય છે, જેમાં બેન્કોએ વધુ જોગવાઈ કરવાની જરૂર ઊભી થઇ શકે છે, લિક્વિડિટી કવરેજ રેશિયો કે જે હેઠળ ધિરાણ માટે જવાબદારીઓ (લાયેબિલિટીસ – થાપણો)નું ઓછું પ્રમાણ ઉપલબ્ધ બની શકે છે અને અપેક્ષિત ક્રેડિટ લોસ ફ્રેમવર્ક ક્યારે લાગૂ થશે તે અંગે એજન્સીએ પોતાનો મત વ્યક્ત કર્યા સિવાય જણાવ્યું કે તે લાગૂ થવાના પગલે પણ આવા પરિણામો જોવાઇ શકે છે.
ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસના છ વર્ષના કાર્યકાળ હેઠળ બેંક નિયમન પર રિઝર્વ બેંકના પગલાઓએ આ ક્ષેત્રને વધુ સ્થિતિસ્થાપક બનાવ્યું છે અને મધ્યસ્થ બેંક વિકસની અનિવાર્યતાઓ પહોંચી વળવા માટે તેને “સંપૂર્ણપણે હળવું” કરે તેવી શક્યતા નથી, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. નવા ગવર્નર સંજય મલ્હોત્રા હેઠળ રિઝર્વ બેંકના માપદંડો “હળવાં” બને તેવી શક્યતા છે, એમ વિશ્લેષકે જણાવ્યું હતું.
એજન્સીએ બેંકો, નોન-બેંક ફાઇનાન્સ કંપનીઓ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પર તેનું રેટિંગ અને દૃષ્ટિકોણ જાળવી રાખ્યો છે, પરંતુ તણાવની શક્યતાઓને કારણે અમુક એસેટ સેગમેન્ટ્સ પરના દૃષ્ટિકોણમાં ફેરફાર કર્યો છે.
ગુપ્તાએ જણાવ્યું હતું કે વ્યક્તિગત લોન, અસુરક્ષિત વ્યવસાયિક લોન અને લઘુ ધિરાણ અંગેના આઉટલૂકને એસેટ્સની ગુણવત્તા બાબત આશંકાઓને કારણે અગાઉના “સ્ટેબલ” થી ઘટાડીને “ડિટેરિઓરેટિંગ” કરી દેવામાં આવ્યા છે.
માઇક્રોફાઇનાન્સ અંગે એજન્સીએ જણાવ્યું હતું કે આ મુદ્દાઓ ચક્રીય પ્રકૃતિના છે અને નાણાકીય વર્ષ 25માં એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) વૃદ્ધિદર 5 ટકા રહેવાનો અને નાણાકીય વર્ષ 26માં 12 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.
એક વિશ્લેષકે જણાવ્યું હતું કે એજન્સી નાણાકીય વર્ષ 26ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં બહુઆયામી પરિસ્થિતિઓમાં સુધાર સાથે એકંદર સ્થિતિમાં સુધારાની અપેક્ષા રાખે છે.
છેલ્લા પાંચ વર્ષમાં, લઘુ ધિરાણ લેનારા દીઠ સરેરાશ લેણાંમાં 25 ટકાનો વધારો થયો છે, જ્યારે વેતન વૃદ્ધિ માત્ર 12 ટકા રહી છે, એમ વિશ્લેષકે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે ગ્રામીણ અર્થતંત્રમાં ચાલી રહેલા સુધારાઓ માઇક્રો ફાયનાન્સ સેગમેન્ટ માટે સારા સંકેત આપે છે.
એજન્સીના અંદાજ મુજબ ગોલ્ડ લોનના ધોરણોમાં સુધારો કરવાના નિયમનકારના પ્રયાસોના પરિણામે સંસ્થાઓ માટે ઓપરેશનલ ખર્ચમાં 10-12 ટકાનો વધારો થશે.