લગ્નગાળામાં અપેક્ષા કરતાં ઓછી ખરીદી : ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનનો રિપોર્ટ
નવેમ્બર મહિનો ઓટોમોબાઈલ વેચાણની દ્રષ્ટિએ ખાસ ન રહ્યો. લગ્નની સિઝન ને લઈ ઘણી અપેક્ષાઓ હતી પરંતુ તે પૂરી થઈ નહી. આ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) ના નવેમ્બરના રિટેલ વેચાણના આંકડા આ વાત જાણવા મળી છે.
FADA મુજબ ગયા વર્ષની સરખામણીમાં પેસેન્જર વાહનો (કાર-એસયુવી)ના વેચાણમાં 14 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડો ઓક્ટોબરમાં તહેવારો દરમિયાન રેકોર્ડ બ્રેક વેચાણ બાદ આવ્યો હતો અને લગ્ન સંબંધિત વેચાણ પણ ઓછું હતું. ભારતમાં નવેમ્બર અને ડિસેમ્બરમાં અંદાજે 4.8 મિલિયન લગ્નો થઈ રહ્યા છે.
એવી અપેક્ષા હતી કે વાહનોની માંગ સારી રહેશે. ટુ વ્હીલર વાહનોના વેચાણમાં 16 ટકાનો વધારો થયો છે, પરંતુ આ પણ અપેક્ષા કરતા ઓછો છે. ટ્રેક્ટરના વેચાણમાં 29.88 ટકાની પ્રભાવશાળી વૃદ્ધિ જોવા મળી છે, જે ગ્રામીણ વિસ્તારોમાં સારી માંગ દર્શાવે છે. કોમર્શિયલ વાહનોના વેચાણમાં પણ 6 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
FADAના પ્રમુખ સી.એસ. વિગ્નશ્વરે જણાવ્યું હતું કે નવેમ્બરમાં લગ્નની સિઝનને કારણે વેચાણની અગાઉની ગતિ જાળવી રાખવાની અપેક્ષા હતી, પરંતુ આ અપેક્ષા પૂરી થઈ નથી. ગ્રામીણ બજારોએ ટુ-વ્હીલરના વેચાણને થોડો ટેકો આપ્યો હતો, પરંતુ લગ્ન સંબંધિત વેચાણ નબળું રહ્યું હતું.
વિગ્નશ્વરે જણાવ્યું હતું કે, પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં ઓફર અને પ્રમોશનને કારણે વેચાણમાં થોડો સુધારો થવાની શક્યતા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જેઓ હાલમાં ખરીદદાર બનવાનું ટાળી રહ્યા છે તેઓ વર્ષના અંતે ખરીદી ની ચમક જોવા મળે તેવી આશા છે.