પર્યટકો અને એજન્ટોને પણ નુકસાન : નવા નિયમ મુજબ પર્યટકે હોટેલ બુકિંગ, રિટર્ન ટિકીટ, સબંધીઓ સાથે રહેવાના સ્થળના પુરાવા આપવા પડશે
દુબઈ જતા ભારતીય પર્યટકો માટે નિયમમાં ફેરફાર બાદ વિઝા મળવા અને મળેલા વિઝાના રિજેકશન (રદ)થવાથી મુશ્કેલી વધી ગઈ છે.આ સાથે ભારતીય યાત્રીઓની સાથે સાથે ટ્રાવેલ એજન્ટને પણ નુકશાન ઉઠાવવુ પડી રહ્યું છે.
ટ્રાવેલ એજન્ટોનું કહેવુ છે કે, વીઝા રિજેકશનની સંખ્યા અચાનક ઘણી વધી ગઈ છે. નવા નિયમોનાં કારણે અગાઉથી તૈયાર યાત્રી પણ વીઝા મેળવવામાં નિષ્ફળ થઈ રહ્યા છે. આથી યાત્રીઓને માત્ર વીસા ફીમાં જ નુકશાન નથી થઈ રહ્યું બલકે અગાઉથી બુક કરવામાં આવેલ ફલાઈટ ટીકીટ અને હોટેલ બુકીંગનાં પૈસા પણ ડુબી રહ્યા છે.
અહેવાલો મુજબ દુબઈનાં વીઝા મેળવવામાં આ સમસ્યા કયારે શરૂ થઈ તે હજુ સ્પષ્ટ નથી. પણ નવા નિયમ લાગુ થયા બાદ આ સમસ્યા ઝડપથી વધી છે.દુબઈના ટુરીસ્ટ વિઝા માટે જરૂરી દસ્તાવેજમાં હવે હોટેલ બુકીંગ રિટર્ન ટીકીટ અને સબંધીઓ સાથે રહેવા માટેની જગ્યાનો પુરાવો વગેરે સામેલ છે.
આ નવા નિયમોથી અનેક યાત્રીઓ અજાણ છે અને તે કેટલો તેમના વીઝા રિજેકટ થઈ રહ્યા છે. પહેલા આટલા બધા વીઝા નહોતા રિજેકટ થતા ટ્રાવેલ એજન્ટ કરે છે કે અગાઉ લગભગ 99 ટકા દુબઈ વીઝા એપ્લીકેશન મંજુર થઈ જતી હતી હવે અમે પુરી તૈયારી વાળા યાત્રીઓ માટે પણ રિજેકશન જોઈ રહ્યા છીએ.
એવા કિસ્સા પણ બહાર આવ્યા છે કે, બધા ડોકયુમેન્ટ છતાં વીઝા નથી મળતા. એજન્ટે જણાવ્યુ હતું કે એક કિસ્સામાં 35 લોકોનાં ગ્રુપની દુબઈ ટ્રીપ ત્યારે રદ થઈ ગઈ જયારે પરિવારનાં સભ્યોનાં વીઝા રદ થઈ ગયા. જેથી પરિવારને આર્થિક નુકશાન થયુ. પહેલા રિજેકશન રેટ માત્ર 1-2 ટકા હતો હવે 5 થી 6 વિઝા પર રિજેકશન થઈ રહ્યું છે.