નવીદિલ્હીઃએવું માનવામાં આવે છે કે, ઊંઘ આરોગ્ય માટે સૌથી જરૂરી છે. જો સંતુલિત આહારની સાથે પૂરતી ઊંઘ મળી જાય તો અડધી બીમારીઓથી દૂર રહી શકાય, પરંતુ હવે જમાનો બદલાયો છે.
સંશોધન દર્શાવે છે કે, આ યુગમાં લોકો ઊંઘને ઓછું મહત્ત્વ આપે છે. આ સમય દરમિયાન લોકો સોશિયલ મીડિયા અને મોબાઈલ પર સમય પસાર કરવાનું પસંદ કરે છે, પરંતુ કયા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે અને આ યાદીમાં ભારત કયા નંબરે છે?તે જાણવું રસપ્રદ થઈ પડશે.
ગ્લોબલ સ્લીપ સર્વે અનુસાર સૌથી વધુ ઊંઘ લેનારા લોકોમાં નેધરલેન્ડ સૌથી ઉપર છે. નેધરલેન્ડમાં લોકો સરેરાશ 8.1 કલાક ઊંઘે છે. આ પછી ફિનલેન્ડ વિશ્વમાં બીજા સ્થાને છે, જ્યાં લોકો દરરોજ 8 કલાક ઊંઘે છે. નેધરલેન્ડ અને ફિનલેન્ડ પછી ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સના લોકો દરરોજ 7.9 કલાકની ઊંઘ લે છે.
આ સિવાય ન્યૂઝીલેન્ડ અને યુનાઇટેડ કિંગડમ આ યાદીમાં ચોથા સ્થાને છે. ન્યુઝીલેન્ડ અને યુનાઇટેડ કિંગડમમાં લોકો સરેરાશ 7.7 કલાક ઊંઘે છે. જ્યારે કેનેડા અને ડેનમાર્ક પાંચમા સ્થાને છે. આ બંને દેશોના લોકો સરેરાશ 7.7 કલાક ઊંઘે છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં લોકો દરરોજ સરેરાશ 7.6 કલાક ઊંઘે છે.
ઈટાલી અને બેલ્જિયમ સાતમા સ્થાને છે. ઈટાલી અને બેલ્જિયમમાં લોકો દરરોજ સરેરાશ 7.5 કલાક ઊંઘે છે. જ્યારે સ્પેન, જાપાન અને દક્ષિણ કોરિયાના લોકો દરરોજ 7.4 કલાકની ઊંઘ પૂરી કરે છે. બ્રાઝિલના લોકો દરરોજ સરેરાશ 7.3 કલાક ઊંઘે છે. આ પછી મેક્સિકો આ લિસ્ટમાં 10માં નંબર પર છે. મેક્સિકન લોકો દરરોજ સરેરાશ 7.3 કલાક ઊંઘે છે.
પૂરતી ઊંઘ મેળવવાના મામલે ભારત અને ચીન સંયુક્ત રીતે વિશ્વમાં 11મા ક્રમે છે. ભારત અને ચીનમાં લોકો દરરોજ સરેરાશ 7.1 કલાક ઊંઘે છે.