નવી દિલ્હી
આવનારા દિવસોમાં જે વાહનોનો થર્ડ પાર્ટી વિમો નહિં લે તો તેને ઈંધણ ભરવા અને ફાસ્ટેગ ખરીદવાની મંજુરી નહિ મળે. સાથે સાથે વીમા વગરના વાહન માલીકનું ડ્રાઈવીંગ લાયસન્સ પણ રિન્યુ નહિં થાય. નાણા મંત્રાલયે થર્ડ પાર્ટી વીમાને પ્રોત્સાહન આપવા માટે અનેક કડક પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે.
નાણા મંત્રાલયે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને મોટર વાહન વીમા સાથે સંબંધીત વિભિન્ન ઉપાયો પર વિચાર કરવાની ભલામણ કરી છે. જેમાં એ નિશ્ચિત કરવાનો મામલો સામેલ છે કે થર્ડ પાર્ટી વીમા વિના કોઈ વાહન રસ્તા પર ન ચાલે.નાણા મંત્રાલયના પ્રસ્તાવોમાં એ પણ સામેલ છે કે માત્ર એ વાહનોને ઈંધણ અને ફાસ્ટેગ આપવામાં આવે જેમની પાસે માન્ય થર્ડ પાર્ટી વીમો હોય.
વીમા વિના પકડાવા પર દંડ
હાલમાં થર્ડ પાર્ટી વીમા વિના ચાહન ચલાવવુ અપરાધ છે. પહેલીવાર પકડાવા પર 2 હજારનો દંડ કે ત્રણ મહિનાની જેલ અથવા બન્ને થઈ શકે છે.
ઝડપથી થશે નિયમોમાં ફેરફાર
એક અધિકારીએ જણાવ્યું હતું કે, મંત્રાલય આ પ્રસ્તાવો પર કામ કરી રહ્યું છે.અને ઝડપથી નિયમોમાં ફેરફાર કરવામાં આવી શકે છે જે અંતર્ગત વાહન સંબંધી સેવાઓને વીમા કવર સાથે જોડવામાં આવશે.જે અંતર્ગત પેટ્રોલ પંપો અને અન્ય સેવાઓને આ રીતે જોડવામાં આવે કે માત્ર માન્ય વીમાવાળા વાહનોને જ સેવાઓ આપવામાં આવે.