
નવી દિલ્હી – સર્વે કરાયેલા મોટાભાગના MSMEએ ચિંતા વ્યક્ત કરી છે કે ડેટા અને ડિજિટલ સાધનો પર અતિશય નિયમન તેમના માટે અવરોધો પેદા કરી શકે છે અને તેમને વ્યવસાયને વધારવા અને નવા બજારો અને ગ્રાહકો સુધી પહોંચવા માટે જરૂરી તકનીકી સાધનોથી વંચિત કરી શકે છે, એમ એક અહેવાલમાં જણાવાયું છે.
ઇન્ડિયા એસ.એમ.ઈ. ફોરમે 1,000 થી વધુ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં તેમની કામગીરીમાં ડિજિટલ સાધનોના એકીકરણની આંતરદૃષ્ટિ માટે એક સર્વેક્ષણ હાથ ધર્યું હતું, એમ અહેવાલમાં જણાવાયું છે.
મોટાભાગના ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે અતિશય નિયમન MSME માટે અવરોધો પેદા કરી શકે છે, જે તેમને તેમના વ્યવસાયોને વધારવા, નવા બજારો સુધી પહોંચવા અને સ્પર્ધાત્મકતા જાળવી રાખવા માટે જરૂરી ડિજિટલ સાધનોથી વંચિત કરી શકે છે.
ડિજિટલ સાધનો મોટા ઉદ્યોગો સાથે સ્પર્ધા કરવા અને તેમની બ્રાન્ડ સ્થાપિત કરવા માટે ખર્ચ-અસરકારક અને માપનીય માધ્યમ તરીકે કામ કરે છે. “ઘણા MSME સભ્યોએ ચિતા વ્યક્ત કરી કે વ્યક્તિગત ડેટા અને બિન-વ્યક્તિગત ડેટા માટેનું વર્તમાન એકંદર નિયમનકારી માળખું વધુ પડતું અવરોધત્મ્ક છે, જે અનુપાલનનો બોજ લાદે છે જે અસરકારક રીતે બજારની તેમની ક્ષમતાને અવરોધે છે અને ગ્રાહકો સાથે જોડાવામાં અવરોધ પેદા કરે છે.
ગૂગલ સર્ચ પર લગભગ 71 ટકા એમ.એસ.એમ.ઇ., યુટ્યુબ પર 70 ટકા અને એમેઝોન પર 69 ટકા જાહેરાતોને લઈને આશંકા છે કે જાહેરાત લક્ષ્યીકરણ ગુમાવવું એ એક મોટી સમસ્યા હશે, એમ અહેવાલમાં જણાવાયું છે.
લગભગ 73 ટકા ફેસબુક જાહેરાતકર્તાઓ અને 70 ટકા ઇન્સ્ટાગ્રામ જાહેરાતકર્તાઓનું કહેવું છે કે જાહેરાત લક્ષ્યીકરણ માટે વોટ્સએપની માહિતી ગુમાવવાથી તેમના વ્યવસાય પર નકારાત્મક અસર પડશે.
આશરે 60 ટકા MSME સીધા વેચાણ, માર્કેટિંગ અને ગ્રાહક ક્રિયાપ્રતિક્રિયા માટે વોટ્સઅપ ફોર બિઝનેસ પર આધાર રાખે છે અને 76 ટકા લોકો કહે છે કે આ સુવિધાઓ ગુમાવવી એ એક ગંભીર ઓપરેશનલ આંચકો હશે.
અહેવાલમાં તૃતીય-પક્ષની જાહેરાતો અને ડેટા એનાલિટિક્સ પર આધાર રાખતા નાના વ્યવસાયો પર પાલનનો બોજ ઘટાડવા માટે કહેવામાં આવ્યું છે.તેણે ભારતમાં એમએસએમઇ માટે લક્ષિત માર્કેટિંગ ઉકેલોની સુરક્ષા અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનું પણ સૂચન કર્યું હતું.