પ્રયાગરાજ : એક એવી ઘટના કે જેના માટે વિશ્વની કુલ વસ્તીના 5% જેટલા લોકો એક શહેરમાં ભેગા થાય છે. આ આંકડો પાકિસ્તાનની કુલ વસ્તી કરતા બમણો છે. અમે વાત કરી રહ્યા છીએ પ્રયાગરાજ મહાકુંભ 2025 વિશે. જેમાં આ વખતે 40 કરોડ ભક્તો આવવાની શક્યતા છે.
► કુંભમાં આવનાર લોકોની સંખ્યા રશિયાની વસ્તી કરતા ત્રણ ગણી વધુ.
► મહાકુંભના ભક્તોની સંખ્યા પાકિસ્તાનની કુલ વસ્તી કરતા લગભગ 2 ગણી છે.
► આ આંકડો અમેરિકા (35 કરોડ) અને રશિયા (14 કરોડ) કરતા વધુ છે.
એરિયાના હિસાબે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ કરતા 160 ગણો મોટો વિસ્તાર છે કુંભ
♦ મહાકુંભનો વિસ્તાર છે 4000 હેકટર
♦ દુનિયાનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે 25 હેકટર
♦ દુનિયાનું સૌથી મોટું ફૂટબોલ સ્ટેડિયમ જે નોર્થ કોરિયામાં આવેલ છે તે 21 હેકટરમાં ફેલાયેલું છે
મહાકુંભ 2025માં શ્રદ્ધાળુઓ માટે 1.5 લાખ જાહેર શૌચાલય સ્થાપિત કરવામાં આવ્યા છે. જો પ્રતિ લાખ ભક્તોના સંદર્ભમાં જોઈએ તો આ સંખ્યા 2,666 છે.
2019ના પ્રયાગરાજ અર્ધ કુંભમાં 13,218 ટન રાશન (54 હજાર ક્વિન્ટલ ચોખા અને 78 હજાર ક્વિન્ટલ લોટ)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો આપણે આને સુવર્ણ મંદિરમાં વિશ્વના સૌથી મોટા લંગર સાથે સરખાવીએ તો ત્યાં દરરોજ 10 ક્વિન્ટલ ચોખા અને 100 ક્વિન્ટલ લોટનો વપરાશ થાય છે. સુવર્ણ મંદિરના લંગરની તુલનામાં, કુંભ 2019 દરમિયાન ચોખાનો વપરાશ 110 ગણો અને લોટનો વપરાશ 16 ગણો વધુ છે.
રામ મંદિરના નિર્માણ કરતા ત્રણ ગણો વધુ ખર્ચ
નવા સંસદ ભવનનો ખર્ચ 971 કરોડ, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ખર્ચ 3000 કરોડ, રામ મંદિર નિર્માણ ખર્ચ 1800 કરોડ અને કુંભ મેળાના આયોજનનું ખર્ચ રૂ.6382 કરોડનો ખર્ચ થયો છે.
કમાણી આઈપીએલ કરતા 10 ગણી
2019 માં યોજાયેલ કુંભમાં 1,20,000 કરોડની આવક થઈ હતી જે આઈપીએલ (2023) માં 12000 કરોડ, બુર્જ ખલીફા (2023) 6000 કરોડ, તિરુપતિ મંદિર (2023) 4400 કરોડ ની આવક હતી