ડેરિવેટિવ્સ સેટલમેન્ટ પ્રક્રિયાને સ્મૂધ બનાવવા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ એક્સપાયરીના દિવસે એકાએક ઇન-ધ-મની થઈ જતાં સ્ટોક ઓપ્શન્સ, કે જેમાં ડિલિવરીની જ્વાબદારી ઊભી થાય છે, તેના માટે નવું ફ્રેમવર્ક પ્રસ્તાવિત કર્યું છે.
પોતાના વિમર્શ દસ્તાવેજમાં સેબીએ પ્રસ્તાવિત કર્યું છે કે, ફરજિયાત ડિલિવરીવાળા ઓપ્શન્સ ઇન ધ મની થયાના કિસ્સામાં એક્સપાયરીના આગલા દિવસે તેને ફ્યુચરમાં તબદીલ કરી દેવામાં આવે. એક્સપાયરીના દિવસે ફ્યુચરના નેટ ઓબ્લિગેશન મુજબ પછી ડિલિવરી સેટલ કરવાની રહે. જો આમ થાય, તો ફરજિયાત ડિલિવરીવાળા કોન્ટ્રાક્ટમાં એક્સપાયરીના દિવસે માત્ર ફ્યુચરમાં જ થ્રેડીંગ થઈ શકે.
શરૂઆતમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ઇન્ડેક્સ ઓપ્શન યુરોપીયન ઓપ્શન્સ હતા અને તેનો સિમ્બોલ CE (કોલ યુરોપીયન) અને PE (પુટ યુરોપીયન) રહેતો. જ્યારે સ્ટોક ઓપ્શન્સ CA (કોલ અમેરિકન) અને PA (પુટ અમેરિકન) હતા. તત્કાલિન માઇકનીઝમ હેઠળ સ્ટોક ઓપ્શન ઇન-ધ-મનીના કિસ્સામાં ઓપ્શનના ખરીદનાર પાસે ઓપ્શન એક્સરસાઇઝ કરવાનો વિકલ્પ રહેતો. જ્યારે ખરીદનાર આવો વિલ્ક્પ એક્સરસાઇઝ કરે, ત્યારે ઓપ્શન વેચનારે ડિલિવરી લેવાનું કે આપવાનું ઓબ્લિગેશન પૂરું કરવાનું રહેતું. જ્યારે તમામ ઇન્ડેક્સ ઓપ્શન્સ યુરોપીયન ઓપ્શન્સ હોઇ, તે કેશ-સેટલ થતાં.
બજારમાં લિક્વિડિટી વધ્યા પછી, હાલ ઇન્ડેક્સ તેમજ સ્ટોક એ યુરોપીયન ઓપ્શન્સ છે. પરંતુ, જે ફરજિયાત ડિલિવરીવાળા સ્ટોક કોન્ટ્રાક્ટ હોય છે, તે ઇન-ધ-મની થયાના કિસ્સામાં ખરીદનાર પાસે ઓપ્શન એક્સરસાઇઝ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ હોય છે. વચ્ચે ઇન-ધ-મની ઓપ્શન્સ પર વિશેષ STT લગાવવામાં આવતો હતો, ત્યારે ઘણીવાર ઓપ્શન ખરીદનાર Do Not Exercise વિકલ્પ અપનાવતા હતા. માર્ચ 2021 થી તે માઇકનીઝમનો અંત લાવવામાં આવ્યો હતો.
રોકાણકારોને ખ્યાલ જ હશે કે, ઓપ્શન્સની આ મૂળભૂત લાક્ષણિકતાને કારણે જે તેને ‘ઓપ્શન’ કહે છે.
હમણાં, એપ્રિલ થી સપ્ટેમ્બર દરમ્યાન એવું જોવા મળ્યું કે કેટલાંક સ્ટોક ઓપ્શન્સ એક્સપાયરીના દિવસે એકાએક ઇન-ધ-મની થયા. એવામાં જ્યાં પૂરતું માર્જિન લેવામાં આવ્યું ન હોય, ત્યારે રિસ્ક ઊભું થાય છે. જો કે, કેટલાક નિષ્ણાતો જણાવે છે કે, ઓપ્શન ખરીદનારે તો પ્રીમિયમના પૂરેપૂરા પૈસા ચૂકવવાના થતાં હોય છે. આવું પ્રીમિયમ ચુકવ્યા સિવાય ઓપ્શનમાં લેણની પોઝિશન બનાવી શકાતી નથી. ઓપ્શન વેચવાના કિસ્સામાં આખેઆખા ફ્યુચરનું માર્જિન ભરવાનું થાય છે. તો ઓપ્શન વેચનાર પણ પૂરતું માર્જિન આપી ચૂક્યા હોય. આ રિસ્ક ઊભું ત્યારે થાય જ્યારે કોઈએ મોટી ઇન-ધ-મની વેલ્યૂવાળો ઓપ્શન વેચાણ રાખ્યો હોય કે જેનું પ્રીમિયમ ફ્યુચરના માર્જિનથી પણ વધુ હોય. પરંતુ હવે એક્સચેન્જ દસ ટકાથી દૂરના ઓપ્શન નવી પોઝિશન માટે બંધ રાખે છે. માત્ર પોઝીશન સરખી જ થઈ શકે. તેથી એ પ્રશ્ન પણ ઊભો થતો નથી.
હા, પ્રશ્ન ત્યારે ઊભો થાય, જ્યારે કોઈ સંસ્થા કોલેટરલ શેર્સ સામે મોટી ઓપ્શનની પોઝીશન રાઇટ કરે (ઓપ્શન્સ વેચે) અને ટાઈમ વેલ્યૂ પોકેટ કરે અને આવો ઓપ્શન અચાનક ઇન-ધ-મની થઈ જાય. હવે, જોવાનું એ રહે કે 26 ડિસેમ્બર પછી સેબી આ પ્રસ્તાવોનો અમલ કરે છે કે કેમ…