બુધવારે સરકારી માલિકીની કંપની રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશને સ્ટોક એક્સચેન્જોને જાણ કરી છે કે તેણે એક પેટાકંપનીની રચના કરી છે જે મધ્યપ્રદેશમાં પુનઃપ્રાપ્ય ઊર્જા પરિયોજનાઓમાંથી વીજઉત્પાદન ક્ષેત્રમાં કામ કરશે.
આર.ઇ.સી.એ એક્સચેન્જને જાણ કરી છે કે,રાજગઢ-3 પાવર ટ્રાન્સમિશન લિમિટેડને બુધવારે તેની પૂર્ણ માલિકીની પેટાકંપની આર.ઇ.સી. પાવર ડેવલપમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી લિમિટેડ (આર.ઇ.સી.પી.ડી.સી.એલ.) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે સામેલ કરવામાં આવી છે. રાજગઢ-3 પાવર ટ્રાન્સમિશન લિમિટેડ એ આર.ઇ.સી. લિમિટેડની એક પેટાકંપની છે અને તેનાં પ્રમોટર્સ, પ્રમોટર-જૂથ-કંપનીઓને તેના શેરહોલ્ડિંગના હિત સિવાય નવી એન્ટિટીમાં કોઈ હિત નથી.
આ કંપનીને મધ્યપ્રદેશ-ફેઝ-3માં રાજગઢ (1500 મેગાવોટ) સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાંથી વીજ-ઉત્પાદન માટે ટ્રાન્સમિશન સિસ્ટમ તરીકે ઊભી કરવામાં આવી છે.
ફાઇલિંગ-નોટમાં એવી માહિતી આપવામાં આવી છે કે, “ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બીડિંગ માર્ગદર્શિકા” અનુસાર સફળ બીડિંગ કરનારની પસંદગી કર્યા પછી, કંપનીને તમામ અસ્કયામતો અને જવાબદારીઓ સાથે તેવાં બીડરને હસ્તાંતરિત કરવામાં આવશે.