નવી દિલ્હી : સરકારી માલિકીની રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ લિમિટેડ (NMDC) એ બુધવારે જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં તેનું આયર્ન ઓરનું ઉત્પાદન 5.1 ટકા વધીને 4.71 મિલિયન ટન (એમટી) થયું છે.
NMDC એ આગલાં નાણા-વર્ષના આ મહિનામાં ઉત્પાદન 4.48 મિલિયન ટન આયર્ન ઓરનું ઉત્પાદન હાંસલ કર્યું હતું. બોમ્બે સ્ટોક એક્ષચેન્જને આપવામાં આવેલ જાણકારીમાં જાહેર સાહસે આમ જણાવ્યું છે.
જો કે, ગયા મહિને વેચાણ ઘટીને 3.91 મિલિયન ટન થયું હતું, જે એક વર્ષ અગાઉ 4.19 એમ.ટી. હતું. ઉત્પાદન અને વેચાણના આંકડા કામચલાઉ છે. સ્ટીલ મંત્રાલય હેઠળ આવતી, હૈદરાબાદ સ્થિત NMDC દેશની સૌથી મોટી આયર્ન ઓર માઇનિંગ કંપની છે.
સ્ટીલ બનાવવા માટે જરૂરી કાચા માલની આખા દેશની માંગના ૨૦ ટકા જેટલી આપૂર્તિ એકલી NMDC કરે છે.