
મુંબઈ : એલ.આઇ.સી. હાઉસિંગ ફાઇનાન્સે બુધવારે જણાવ્યું હતું કે તેના બોર્ડે આગામી નાણાં વર્ષમાં લોન, બોન્ડ ઇશ્યૂ અને અન્ય સાધનો દ્વારા રૂ. ૧.૨૩ લાખ કરોડ ઋણ લેવાની મંજૂરી આપી છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, ઓડિટ સમિતિની ભલામણના આધારે, બોર્ડે નાણાં વર્ષ 2025-2026 માટે કુલ ઋણ બજેટ રૂ. 1,22,500 કરોડને મંજૂરી આપી છે.
તેને લોન અને/અથવા રિડીમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ/ઝીરો કૂપન બોન્ડ્સ/સબઓર્ડિનેટ ડેટ/અપર ટીયર-2 બોન્ડ્સ/કોમર્શિયલ પેપર/એક્સટર્નલ કોમર્શિયલ બોન્ડ્સ/બોન્ડ્સ/ફોરેન કરન્સી બોન્ડ/પ્રાઇવેટ પ્લેસમેન્ટ/પબ્લિક ઇશ્યુ દ્વારા સિક્યોરિટાઇઝેશન, એન.એચ.બી. પાસેથી એક અથવા વધુ તબક્કામાં રિફાઇનાન્સ, પબ્લિક, કોર્પોરેટ, ટ્રસ્ટ્સ પાસેથી ડિપોઝિટ અને ઉધાર લેવાની અન્ય કોઈપણ પદ્ધતિ દ્વારા ઋણ લેવાની મંજૂરી મળી છે.