◙ અનલીસ્ટેડ સ્ક્રીપ્ટ ખરીદીને નાણાના સ્ત્રોત પણ ચકાસાશે: મની લોન્ડ્રીંગની કેશ – ચેક ડીલ થઈ હોવાની પણ શકયતા
નવી દિલ્હી: ગત નાણાકીય વર્ષમાં આવકવેરા રીટર્ન ફાઈલ થયા બાદ આવકવેરા વિભાગે કરદાતાના એક વર્ગને તેના ઓછા વિથડ્રો એટલે કે સામાન્ય ઘરખર્ચ કે તેમની લાઈફસ્ટાઈલ મુજબના ખર્ચ માટે પણ તેઓએ પુરતો ‘વિથડ્રો’ એટલે કે તેમની આવકમાંથી ખર્ચ કર્યો નથી.
તેથી આવકના અન્ય સ્ત્રોતનો ઉપયોગ કર્યો હોય જે તેવા રીટર્નમાં દર્શાવ્યા નથી તેવું માનીને નોટીસ ફટકારી છે તો બીજી તરફ છેલ્લા એક વર્ષમાં જે રીતે પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ આવ્યા તેમાં પણ ‘કમાણી’ કરી લેનાર કંપનીના પ્રમોટર- અનલીસ્ટેડ શેર ખરીદનારામાં અને એન્કર ઈન્વેસ્ટરને થયેલા ‘નફા’ પર તેનું રડાર ફેરવ્યુ છે.
50%થી વધુ આઈપીઓ ઓફર-ઓફ-સેલ’ હતા જેમાં કંપનીના પ્રમોટર કે અગાઉ જયારે કંપનીના શેર લીસ્ટેડ થયા ન હતા ત્યારે પ્રાઈવેટ-પ્લેસમેન્ટથી જેઓએ ખરીદ્યા હતા અને એન્કર ઈન્વેસ્ટર જેઓએ વખતો વખત કંપનીમાં રોકાણ કરી તેના બદલામાં શેર મેળવ્યા હતા.
તેઓએ આ શેર ખરીદીની ઉંચી કિંમત દર્શાવીને અને ઓછો કેપીટલ ગેઈન દર્શાવ્યો હોવાનું આવકવેરા વિભાગ માને છે અને આથી છેક એપ્રિલ 2018 પુર્વેથી તેમના ચોપડા તપાસવાનું શરૂ કર્યુ છે તથા તેઓ અનલીસ્ટેડ શેરનો ઉંચા ભાવની ખરીદી બતાવી છે અથવા તો કંપનીના પ્રમોટરે પોતાની શેરમૂડીની માર્કેટ વેલ્યુ નકકી કરવામાં ઉંચા ભાવ દર્શાવીને પછી ‘ઓફર ઓફ સેલ’ થી થયેલો ‘નફો’ કે કેપીટલ ગેઈન નીચો દર્શાવ્યો છે.
તેઓને હવે જવાબ આપવો પડશે. ખરેખર તેઓએ જે ભાવે શેર ખરીદ્યા છે તેના બદલે ઉંચી કિંમત દર્શાવીને તેમાં નીચો કેપીટલ ગેઈન દર્શાવીને કરચોરી કરી રહ્યા છે તે થિયરી પરથી તેમની તપાસ થશે અને તેઓ ફકત કરચોરી જ નહી પણ મનીલોન્ડ્રીંગ પણ થયું છે તેવું આવકવેરા વિભાગ માને છે.
આવકવેરાની આ યાદીમાં કંપનીના પ્રમોટર- પ્રારંભના ઈન્વેસ્ટર- લીમીટેડ લાયેબીલીટી પાર્ટનરશીપ કંપનીઓ કેટલાક મ્યુચ્યુઅલ ફંડો, બેન્કો, પ્રાઈવેટ- ઈકવીટી ઈન્વેસ્ટર કંપનીઓ, વિદેશી ફંડો અને કેટલાક ટોચના એચયુએફ (હીન્દુ અનડીવાઈડેડ ફેમીલી) પણ હવે રડારમાં છે અને આ અંગે સંખ્યાબંધ નોટીસો પાઠવાઈ છે.
2018થી 2024 વચ્ચે લીસ્ટેડ થયેલી કંપનીઓની હાલ તપાસ થઈ રહી છે અને 2025ના નાણાકીય વર્ષના બજેટમાં આ રીતે શેર ખરીદી જે અનલીસ્ટેડને લાગુ પડે છે તેની કિંમતની ગણતરીના નિયમો પણ ફેરવાયા છે.
આ રીતે અનલીસ્ટેડ સમયે શેરો ખરીદીને પછી તેના આઈપીઓમાં ઓફર ઓફ સેલમાં જંગી કમાણી થઈ હોવાનું આવકવેરા વિભાગે ડેટા વિશ્લેષણમાં શોધી કાઢયું છે અને હવે તેઓને આવકવેરાની ધારા 55(2) હેઠળ તપાસમાં આવરી લેવાયા છે.
આ નવા નિયમોમાં ફુગાવાની જે અસર છે તેને પણ સમાવાની જે જોગવાઈ કરવામાં આવી છે તેનો પણ ગેરલાભ ઉઠાવાયો હોવાનું માનવામાં આવે છે. આવકવેરા વિભાગે ઈન્ફલેકશન ઈન્ડેકસના આધારે પોતાનું ગણીત નિશ્ચિત કર્યુ છે જેના પરથી હવે દરેક ‘ઓફર ઓફ સેલ’ની ચકાસણી થશે.
અનેક પ્રમોટરોએ પોતાના શેરની મુળ ખરીદી કે તેના જે એકવીઝીશન કોસ્ટની ઉંચી ગણતરીના આધારે કોઈ ટેક્ષ ચુકવ્યો જ નથી. હવે આવકવેરા વિભાગે તેઓના જે ઓફર ઓફ સેલ હતા તેમાં જે જે ઈન્વેસ્ટરનો શેર સમાવી લેવાયા તેની પુરી માહિતી તેઓને કયારે કયા ભાવે શેર ઈસ્યુ કરાયા હતા તેની પુરી માહિતી માંગી છે અને તેના આધારે કોર્પોરેટ અફેર્સ મંત્રાલયને જે ડેટા પુરા પાડવામાં આવ્યા હતા.
તેની સાથે પણ સરખામણી થશે અને તેઓએ આ રોકાણ કરતા વખતે નાણા કયાં સ્ત્રોતથી મેળવ્યા તેની પણ તપાસ થશે. જેમાં કેશ અગેઈન્ટ ચેક- મની લોન્ડ્રીંગની વ્યાપક પદ્ધતિ છે તેનો પણ ઉપયોગ થયા હોય તેવું માનવામાં આવે છે.