નવી દિલ્હી: જી.એમ.આર. એરપોર્ટ્સ લિમિટેડ (જી.એ.એલ.)એ મંગળવારે ડિસેમ્બર 2024માં પૂરા થયેલા ત્રિમાસિક માટે કરવેરા પછી રૂ. 202 કરોડનો નફો નોંધાવ્યો હતો.
જી.એ.એલ., જે જી.એમ.આર. ગ્રૂપનો એરપોર્ટ બિઝનેસ ધરાવે છે, તેણે ગયા વર્ષના સમાન ગાળામાંન રૂ. 486 કરોડનું નુકસાન નોંધાવ્યું હતું.
આ આંકડા હાલની કામગીરીના કરવેરા પછીના છે.
નિયમનકારી ફાઇલિંગ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં કંપનીની ચોખ્ખી આવક વધીને ₹2081 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ રૂ.1,738 કરોડ હતી.
જી.એ.એલ. હેઠળ આવતા દિલ્હી અને હૈદરાબાદના હવાઇમથકોમાં ડિસેમ્બર 2024ના ત્રિમાસિક ગાળામાં હવાઈ ટ્રાફિકમાં વધારો જોવા મળ્યો હતો.
દિલ્હી એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિક “વધીને 20.3 લાખ થયો છે, જે નાણાકીય વર્ષ 24ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 18.8 લાખ હતો”, એમ ફાઇલિંગમાં જણાવવામાં આવ્યું છે.
જી.એમ.આર. ગ્રુપ ગોવા એરપોર્ટ તેમજ ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયામાં બે એરપોર્ટનું સંચાલન પણ કરે છે.