Stock Today

india

india, Tech

1 સેકન્ડથી પણ ઓછા સમયમાં પાસવર્ડ હેક,ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પાસવર્ડ ‘123456’

 દર વર્ષે આવતી Top 200 Most Common Passwords રિસર્ચની છઠ્ઠી આવૃત્તિ બહાર પાડી છે. આ લિસ્ટમાં 44 દેશોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પાસવર્ડ સામેલ છે. રિપોર્ટ અનુસાર ભારત અને દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પાસવર્ડ ‘123456’ છે. આ રિસર્ચમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર દુનિયાભરના 3,018,050 યૂઝર્સે આ પાસવર્ડનો ઉપયોગ કર્યો અને તેમાંથી 76,981 લોકો ભારતના છે. આ રિસર્ચમાં એ વાત પણ સામે આવી છે કે દુનિયાનો બીજો સૌથી વધુ ઉપયોગ થતો પાસવર્ડ ‘123456789’ છે. તે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો ચોથો નંબરનો પાસવર્ડ છે. વિશ્વભરમાં સૌથી સામાન્ય પાસવર્ડ્સમાંના લગભગ અડધા પાસવર્ડમાં કીબોર્ડના આસાન કોમ્બિનેશન જેમ કે qwerty, 1q2w3e4er5t, 123456789 નો ઉપયોગ થાય છે. ભારતમાં પણ યુઝર્સ આવું જ કરે છે. સામાન્ય ઇન્ટરનેટ યુઝર્સના વ્યક્તિગત એકાઉન્ટ માટે ઉપયોગમાં લેવાતા પાસવર્ડની સરેરાશ સંખ્યા 168 છે, જ્યારે વર્ક એકાઉન્ટ માટે 87 પાસવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઘણા બધા પાસવર્ડ મેનેજ કરવા અને યાદ રાખવા મુશ્કેલ હોય છે તેથી મોટાભાગના લોકો સામાન્ય રીતે સરળ શબ્દોનો ઉપયોગ કરે છે જે સરળતાથી યાદ રાખી શકાય છે. પરંતુ તેને હેક કરવા પણ ખૂબ જ સરળ છે. જણાવી દઈએ કે નિષ્ણાંતો લાંબા સમયથી ઇન્ટરનેટ યુઝર્સને સરળ કોમ્બિનેશન પાસવર્ડ્સનો ઉપયોગ ન કરવા ચેતવણી આપી રહ્યા છે. કારણ કે તેમને એક સેકન્ડથી પણ ઓછા સમયમાં ક્રેક કરી શકાય છે. પરંતુ એવું લાગે છે કે વિશ્વભરના લાખો લોકો હજી પણ qwerty123 જેવા સરળ કોમ્બિનેશનો ઉપયોગ કરી રહ્યા છે. નેધરલેન્ડ, ફિનલેન્ડ, કેનેડા અને લિથુઆનિયા જેવા દેશોમાં આ સૌથી કોમન પાસવર્ડ છે. તેણે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા 10 પાસવર્ડની યાદીમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. સૌથી સામાન્ય પાસવર્ડમાં ‘password’ પણ સામેલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તે સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પાસવર્ડ બની ગયો છે એટલું જ નહીં, આ વખતે તે ભારતમાં સૌથી સામાન્ય પાસવર્ડમાં બીજા ક્રમે આવી ગયો છે. આ ઉપરાંત તે ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ કિંગડમમાં રહેતા લોકોની પણ પહેલી પસંદ છે. ભારતની વાત કરીએ તો અભ્યાસ મુજબ સાંસ્કૃતિક પર્સનલાઇઝન અને સરળ નંબરોની જુગલબંધીને પાસવર્ડ માટે પહેલી પસંદ તરીકે જોવામાં આવી રહ્યા છે. ભારતમાં લોકો India123 ના સ્થાને Indya123 નો ઉપયોગ કરી રહ્યા છે. દેશમાં લોકો હજુ પણ ગયા વર્ષ (2023)ની જેમ જ ‘admin’ અને ‘abcd1234 નો પાસવર્ડ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. નોર્ડપાસના અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે વિશ્વના સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પાસવર્ડમાંથી 78 ટકા પાસવર્ડને એક સેકન્ડથી પણ ઓછા સમયમાં ક્રેક કરી શકાય છે. આ બતાવે છે કે ગયા વર્ષની તુલનામાં પાસવર્ડ સલામતી વિશેની જાગૃતિમાં વધુ ઘટાડો થયો છે. તે સમયે આવા પાસવર્ડ લગભગ 70 ટકા હતા. સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે વ્યક્તિઓ અને વ્યવસાયિક પ્રતિનિધિઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા સૌથી કોમન 40 ટકા પાસવર્ડ લગભગ એક જ હતા. ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ટોપ 20 પાસવર્ડ વર્લ્ડમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ટોપ 20 પાસવર્ડ

india

વડાપ્રધાન મોદીએ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના કર્યા વખાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે હાલમાં જ રિલીઝ થયેલી એક્ટર  વિક્રાંત મેસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, સત્ય સામે આવી રહ્યું છે જેને સામાન્ય લોકો જોઈ શકશે. 2002માં ગોધરાકાંડ પહેલાની ઘટનાઓ પર બનેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ પર ‘X’ પર પ્રતિક્રિયા આપી છે. સાચું કહ્યું. આ સારું છે કે આ સત્ય સામે આવી રહ્યું છે અને તે પણ એક રીતે જે સામાન્ય લોકો જોઈ શકે છે. એક નકલી વાર્તા માત્ર મર્યાદિત સમય સુધી જ ચાલી શકે છે. અંતે, સત્ય હંમેશા સામે આવે છે.’ https://twitter.com/narendramodi/status/1858086721180586287 વડાપ્રધાન મોદીએ ‘X’ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં ફિલ્મ અંગે કેટલીક મહત્ત્વની વાતો પણ જણાવી છે. પોસ્ટમાં એ દાવો કરાયો છે કે આ ફિલ્મને શા માટે જોવી જોઈએ. આ અંગે ચાર પોઈન્ટ લખવામાં આવ્યા છે. પ્રથમ પોઈન્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રયાસ ખાસ કરીને પ્રશંસનીય છે કારણ કે તે આપણા તાજેતરના ઇતિહાસની સૌથી શરમજનક ઘટનાઓ પૈકીની એકના મહત્વપૂર્ણ સત્યને સામે લાવે છે.બીજા પોઈન્ટમાં કહ્યું કે, ફિલ્મના નિર્માતાઓએ આ મુદ્દાને ખૂબ જ સંવેદનશીલતા અને ગૌરવ સાથે સંભાળ્યો છે. ત્રીજા પોઈન્ટમાં કહ્યું કે, એક મોટા મુદ્દા પર આપણા બધા માટે આત્મનિરીક્ષણ કરવા યોગ્ય છે કે કેવી રીતે સાબરમતી એક્સપ્રેસના મુસાફરોને સળગાવવાની ઘટનાને એક નિહિત સ્વાર્થી જૂથ દ્વારા રાજકીય રૂપમાં ફેરવવામાં આવી હતી, જેને એક નેતાની છાપ ખરાબ કરવાના સાધન તરીકે જોવામાં આવી. તેમની ઇકોસિસ્ટમ તેમના પોતાના નાના એજન્ડાને સંતોષવા માટે એક પછી એક જુઠ્ઠાણા ફેલાવે છે. ચોથા પોઈન્ટમાં કહ્યું કે, આખરે 59 નિર્દોષ પીડિતોને પોતાની વાત કહેવાનો મોકો મળ્યો. હા, જેમ તેઓ કહે છે, સત્ય હંમેશા જીતે છે. આ ફિલ્મ ખરેખર તે 59 નિર્દોષ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે યોગ્ય શ્રદ્ધાંજલિ છે જેમને અમે ફેબ્રુઆરીની સવારે ગુમાવ્યા હતા. ગોધરા કાંડની વાત કરીએ તો 27 ફેબ્રુઆરી 2002ની સવારે સાબરમતી એક્સપ્રેસ ગુજરાતના ગોધરા રેલ્વે સ્ટેશને સમયસર લગભગ 12 વાગે પહોંચી હતી. બિહારના મુઝફ્ફરપુરથી ગુજરાતના અમદાવાદ જનારી આ ટ્રેનમાં સેંકડો મુસાફરો સવાર હતા. જેમાં મોટી સંખ્યામાં કાર સેવકો પણ જોડાયા હતા. ગોધરાથી ટ્રેન ઉપડ્યા બાદ ઈમરજન્સી ચેઈન ઘણી વખત ખેંચાઈ હતી. જેના કારણે ટ્રેન સ્ટેશનની બહાર સિગ્નલ પાસે થંભી ગઈ હતી. આ પછી ભયંકર હુમલો થયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ 2000 લોકોની ભીડે ટ્રેન પર પથ્થરમારો કર્યો અને તેના ચાર કોચને આગ લગાવી દીધી. આ આગમાં 59 લોકો દાઝી ગયા હતા. 48 મુસાફરો પણ ઘાયલ થયા છે. આ પછી સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.

india

કર્ણાટકમાં ભ્રષ્ટાચાર સામે દારૂના વેપારીઓ ભડક્યાં, 10 હજારથી વધુ દુકાનો બંધ રાખવાનું એલાન

કર્ણાટકના ફેડરેશન ઓફ વાઈન મર્ચન્ટ એસોસિએશને રાજ્યમાં સ્થિત 10800થી વધુ ખાનગી દારૂની દુકાનોને 20 નવેમ્બરે બંધ પાળવા આદેશ આપ્યો છે. આબકારી વિભાગે કથિત રૂપે ભ્રષ્ટાચાર અને સરકાર દ્વારા તેમની માગ પર ધ્યાન ન આપવાના વિરોધમાં બંધનું એલાન જાહેર કર્યું છે. આ બંધના કારણે કર્ણાટકમાં તમામ ખાનગી દારૂની દુકાનો બંધ રહેશે, માત્ર સરકારી દુકાનો ખુલ્લી રહેશે. એસોસિએશને કર્ણાટક આબકારી અધિનિયમની કલમ 29માં સુધારા કરવાની માગ કરી છે. જે સરકારી અધિકારીઓને આબકારી લાયન્સ તથા પરમિટ રદ કરવાનો હક આપે છે. એસોસિએશને રાજ્યના આબકારી વિભાગમાં ચાલતાં ભ્રષ્ટાચાર પર અંકુશ લાદવા નિર્દેશ કર્યો છે, તેમજ તેનો નાણા મંત્રાલયમાં વિલય કરવા અપીલ કરી છે. કર્ણાટક રાજ્ય પર્યટન હોટલ માલિક સંઘે એસોસિએશનના નિર્ણયનું પાલન કરવાનો ઈનકાર કર્યો છે. ફેડરેશન ઓફ વાઈન મર્ચન્ટ એસોસિએશનના મહાસચિવ બી. ગોવિંદરાજ હેગડેએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ તેમની માગ સંતોષવા માટે એક બેઠક  કરવી જોઈએ. જો કે, વિભાગ પાસે બજેટ ન હોવાથી તેમણે નાણા મંત્રાલયના નિયંત્રણ હેઠળના નાણા વિભાગમાં આબકારી વિભાગનો વિલય કરવો જોઈએ.

india

બાંગ્લાદેશમાં 167 પત્રકારોની માન્યતા રદ, પ્રેસની સ્વતંત્રતા જોખમમાં

બાંગ્લાદેશમાં વચગાળાની સરકારે 167 પત્રકારોની માન્યતા રદ કરી દીધી છે. હવે બાંગ્લાદેશની એડિટર્સ કાઉન્સિલે વચગાળાની સરકારના આ નિર્ણયની નિંદા કરી છે અને કહ્યું કે, આ કાર્યવાહી પ્રેસની સ્વતંત્રતાને જોખમમાં મૂકે છે. આ પગલાથી સેન્સરશિપનો જોખમ ઉત્પન્ન થાય છે અને લોકતાંત્રિત માહોલ પણ નબળો બને છે. બાંગ્લાદેશના એક અખબારે મંગળવારે અહેવાલ આપ્યો હતો કે, પ્રેસ માહિતી વિભાગે ત્રણ તબક્કામાં 167 પત્રકારોની માન્યતા રદ કરી દીધી છે. તેમાં ઘણા અનુભવી પત્રકારો અને સંપાદકોનો પણ સામેલ છે. જેના કારણે એડિટર્સ કાઉન્સિલ ચિંતિત છે. કાઉન્સિલ દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝ પ્રમાણે આમ તો સૂચના મંત્રાલય પાસે માન્યતાના કોઈપણ દુરુપયોગની તપાસ કરવાનો અધિકાર છે. પરંતુ અમારું માનવું છે કે, સ્પષ્ટ આરોપો અથવા પુરાવા વિના પ્રેસ કાર્ડ રદ કરવું એ ખતરનાક મિશાલ ઊભી કરે છે. આ કાર્યવાહી પ્રેસની સ્વતંત્રતાને જોખમમાં મૂકે છે અને લોકતાંત્રિક માહોલને નબળો બનાવે છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે રવિવારે જણાવ્યું હતું કે, તે ભારતમાંથી પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના અને અન્ય લોકોને પરત લાવવા માટે ઈન્ટરપોલની મદદ માગશે. હસીના અને તેમની પાર્ટીના નેતાઓ પર વિદ્યાર્થી આંદોલનને ક્રૂર દમનનો આદેશ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.વચગાળાની સરકારના જણાવ્યા પ્રમાણે વિરોધ પ્રદર્શન દરમિયાન 753 લોકો માર્યા ગયા હતા અને હજારો ઘાયલ થયા હતા. ઓક્ટોબર સુધીમાં શેખ હસીના અને તેમના પક્ષના નેતાઓ વિરુદ્ધ માનવતા વિરુદ્ધ ગુનો અને નરસંહારની 60 થી વધુ ફરિયાદો નોંધવામાં આવી છે.

india

દેશના સૌથી ધનિક IAS, પગાર તરીકે 1 રૂપિયો લેતા

દેશના પ્રખ્યાત IAS ઓફિસર અમિત કટારિયા ફરી એક વખત ચર્ચામાં છે. જોકે, આ વખતે તેમનો કોઈ મોટો નિર્ણય કે કાર્યવાહી નથી પરંતુ કરોડો રૂપિયાની સંપત્તિ ચર્ચાનો વિષય બની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, તેઓ દેશના સૌથી ધનિક IAS ઓફિસર છે. ખાસ વાત એ છે કે, કટારિયા અગાઉ એક રૂપિયો પગાર લેવાનો નિર્ણય પણ લઈ ચૂક્યા છે.  મીડિયા અહેવાલ પ્રમાણે 8 કરોડ 90 લાખ રૂપિયાની સંપત્તિ વાળા કટારિયા દેશના સૌથી ધનિક IAS ઓફિસર છે. સેન્ટ્રલ ડેપ્યુટેશન પર રહ્યા બાદ તેઓ તાજેતરમાં જ તેમના હોમ કેડર છત્તીસગઢ પરત ફર્યા છે. એક અહેવાલ પ્રમાણે સરકારી અધિકારી તરીકે કામ શરૂ કરવાના પ્રારંભિક તબક્કામાં કટારિયાએ માત્ર 1 રૂપિયાનો પગાર લેવાનો નિર્ણય કર્યો હતો. તેના આ પગલાની ખૂબ ચર્ચા થઈ હતી.  અમિત કટારિયા છત્તીસગઢ કેડરના વર્ષ 2004ની બેન્ચના IAS ઓફિસર છે. તેમનો જન્મ ગુરુગ્રામમાં થયો હતો. તેમનો ઉછેર અહીં જ થયો છે. કટારિયાએ પોતાનું સ્કૂલનું શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી લીધું છે. ત્યારબાદ તેઓ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.Tech માટે IIT દિલ્હી ગયા હતા. વર્ષ 2003માં તેણે યુપીએસસીની પરીક્ષામાં 18મો રેન્ક હાંસલ કર્યો હતો. તેઓ જિલ્લા કલેક્ટર, જોઈન્ટ સેક્રેટરી જેવા અનેક મહત્વના પદો પર રહી ચૂક્યા છે. કટારિયાની કરોડો રૂપિયાની સંપત્તિનું એકમાત્ર કારણ તેમનો પગાર નથી. મીડિયા અહેવાલ પ્રમાણે તેમના પરિવાર પાસે રિયલ એસ્ટેટ હોલ્ડિંગ છે. અહેવાલ છે કે, તેમના પરિવારનો દિલ્હી એનસીઆરમાં મોટો બિઝનેસ છે. IAS અમિત કટારિયા બસ્તરના કલેક્ટર હતા ત્યારે ખૂબ ચર્ચામાં આવ્યા હતા. હકીકતમાં 2015માં PM નરેન્દ્ર મોદીની બસ્તરની મુલાકાત દરમિયાન તેમણે PM મોદી સાથે મુલાકાત કરતી વખતે કાળા ચશ્મા પહેર્યા હતા, જે સરકારી પ્રોટોકોલની વિરુદ્ધ છે. ત્યારબાદ અમિત કટારિયાને કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી હતી અને ત્યાર પછી તેમને બસ્તરમાંથી હટાવીને સેન્ટ્રલ ડેપ્યુટેશન પર દિલ્હી બોલાવવામાં આવ્યા હતા.

india

ટેલિકોમ વિભાગની ડિજિટલ સ્ટ્રાઈક! ઃ 1.77 કરોડ સીમ કાર્ડ બંધ, 15 લાખ મોબાઈલ ફોન કરાયા ટ્રેસ

ટેલિકોમ વિભાગે બનાવટી કોલ્સ અટકાવવા માટે આકરાં પગલાં ઉઠાવ્યા છે. હાલમાં જ ટ્રાઈ દ્વારા 1.77 કરોડ સીમ કાર્ડને બ્લોક કરવામાં આવ્યા છે. આ સીમ કાર્ડનો ઉપયોગ ફ્રોડ માટે થઈ રહ્યો હોવાની બાતમીના આધારે આ પગલું લેવાયું છે. દેશના 122 કરોડથી વધુ ટેલિફોન યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં ટેલિકોમ વિભાગે અને ટ્રાઈએ બનાવટી અને સ્પામ કોલ્સ પર લગામ કસી છે. ટેલિકોમ વિભાગે જણાવ્યા અનુસાર, રોજના લગભગ 1.35 કરોડ ફ્રોડ કોલ્સને ગ્રાહક સુધી પહોંચતાં પહેલાં જ અટકાવી દેવામાં આવ્યા છે. આ નકલી કોલ કરનારા 1.77 કરોડ સીમ કાર્ડને બ્લોક કરવામાં આવ્યા છે. ફરિયાદોના આધારે વિભાગ તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં 7 કરોડ ફ્રોડ કોલ્સ રદ કરવામાં આવ્યા છે. ટેલિકોમ વિભાગે ચોરી થયેલા મોબાઈલ નંબર પણ બંધ કરવાની કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે 14થી 15 લાખ ચોરી થયેલા મોબાઈલ નંબર બંધ કરવામાં આવ્યા છે. જેથી તેનો દુરૂપયોગ થાય નહીં. આ સિવાય નવા નિયમો પણ બનાવ્યા છે. જેમાં માર્કેટિંગ અને જાહેરાતો કરતી કંપનીઓના કોલ્સને વ્હાઈટલિસ્ટેડ કરવામાં આવ્યા છે. જેથી અવારનવાર અને ગમે-ત્યાંથી થતાં બનાવટી કોલ્સથી ગ્રાહકોને સુરક્ષા પ્રદાન કરી શકાય.

Scroll to Top