Stock Today

india

india

વિશ્વના શ્રેષ્ઠ 50 કઠોળમાં ભારતના ‘રાજમા’નો જ સમાવેશ

વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ 50 કઠોળની યાદી બહાર પડી છે. આ યાદીમાં ભારતના એકમાત્ર કઠોળ રાજમાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં રાજમાને 14મું સ્થાન મળ્યું છે. લોકપ્રિય મતો અને નિષ્ણાંતોની સમીક્ષાઓના આધારે ‘ટેસ્ટ એટલસ’ નામની ટ્રેડીશ્નલ વાનગીઓ માટેની આ ઓનલાઇન ગાઇડ દ્વારા આ યાદી બહાર પાડવામાં આવી છે. રાજમાને પર 10 મત મળ્યા હતા. એમાંથી 30પ4 યોગ્ય મત ગણાયા હતા એને કારણે 4.રનું રેટીંગ મળ્યું છે. ટેસ્ટ એટલસે યાદીમાં રાજમાને ઉતર ભારતની સૌથી લોકપ્રિય શાકાહારી વાનગી ગણાવી છે. પ્રોટીનનો ખામી દુર કરવા માટે રાજમા સૌથી અકસીર કઠોળ છે એવું તબીબો ઘણીવાર કહેતા હોય છે. 30 ગ્રામ રાજમામાં અંદાજે 7 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. સામાન્ય રીતે રાજભા સંપૂર્ણ પ્રોટીન નથી. પરંતુ ચોખા સાથે ખાવાથી અમીનો એસીડ બને છે અને સંપૂર્ણ પ્રોટીન પ્રોફાઇલ બનાવે છે. યાદીમાં સૌથી પહેલા ક્રમે મેકસીકન સોપા તારાસ્કા છે એને  4.6 પોઇન્ટ મળ્યા છે.

india

ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા પ્રથમ વખત એક જ દિવસમાં ૫ લાખને પાર કરી

રત કૂદકે ને ભૂસકે દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે. ભારતમાં હાલ તહેવારોની સીઝન પૂર્ણાહુતિ અને લગ્નગાળાની સીઝનની શરૂઆત થઈ રહી છે. તેવામાં લોકો ટ્રાન્સપોર્ટેશન માટે હવાઈ મુસાફરીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યાં છે. ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા પ્રથમ વખત એક જ દિવસમાં ૫ લાખને પાર નીકળી છે. ૧૭ નવેમ્બરે ૫ લાખથી વધુ મુસાફરોએ એરલાઈન્સની સેવાઓનો લાભ લીધો હતો. પ્રસ્થાન થયેલ ફ્લાઈટની સંખ્યા ૩૧૭૩ રહી હતી. આ નવા કીર્તિમાનના જોરે ઈન્ટરગ્લોબ અને સ્પાઈસજેટના શેર ઉંચકાયા હતા. એક્સ પ્લેટફોર્મ પર નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ ઐતિહાસિક સીમાચિહ્નની પ્રશંસા કરતા કહ્યું કે, ૧૭ નવેમ્બર, ૨૦૨૪ના રોજ ભારતીય એરલાઈન્સ સેક્ટરે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. એક જ દિવસમાં ૫,૦૫,૪૧૨ સ્થાનિક મુસાફરોએ ઉડાન ભરી છે. પ્રથમ વખત ભારતે ૫ લાખ પેસેન્જરની થ્રેશોલ્ડને વટાવી છે. સેક્ટરની ઝડપી વૃદ્ધિની સાથે હવાઈ મુસાફરી પ્રત્યે ભારતીયોના વધતા વિશ્વાસ અને વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. સપ્ટેમ્બરના ડીજીસીએના આધિકારીક આંકડા પર નજર કરીએ તો એરલાઈન્સ સેક્ટરમાં ઈન્ડિગોનો બજાર હિસ્સો વધીને ૬૩ ટકા થયો છે. એર ઈન્ડિયાનો હિસ્સો ૧૫ ટકા, અકાસા એરનો ૪.૪ ટકા અને સ્પાઈસ જેટનો ૨ ટકા ઘટયો હતો. સપ્ટેમ્બરમાં સ્થાનિક એર પેસેન્જર ટ્રાફિક ૬ ટકા વધીને ૧.૩ કરોડ થયું હતુ.

india

ઓસ્કાર વિજેતા એઆર રહેમાન અને સાયરાના થશે તલાક, લગ્નના 29 વર્ષ બાદ તૂટ્યો સંબંધ

ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાન લગ્નના 29 વર્ષ બાદ પત્ની સાયરા બાનુથી અલગ થવા જઈ રહ્યા છે. રહેમાન અને સાયરાના વકીલે સાર્વજનિક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું છે કે, દંપતીએ તલાક લેવાનો નિર્ણય લીધો છે. પત્નીના કહેવા પ્રમાણે, તે આ સંબંધમાં ઘણી પીડામાંથી પસાર થઈ રહી હતી, જેને સંભાળવી તેના માટે ખૂબ મુશ્કેલ બની ગઈ છે. તેથી તેણે સંબંધ તોડવાનું નક્કી કર્યું છે. એઆર રહેમાનના ચાહકો માટે આ આંચકાજનક સમાચાર છે. જાહેર નોંધ મુજબ, દંપતીનો અલગ થવાનો નિર્ણય અચાનક લેવાયેલો નિર્ણય નથી. સાયરા લાંબા સમયના વિચાર અને સમજણ બાદ આ નિષ્કર્ષ પર પહોંચી છે. તેણીએ તેની પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે તે હવે સંબંધોને બચાવી શકશે નહીં.  લગ્નના ઘણા વર્ષો પછી શ્રીમતી સાયરાએ તેમના પતિ શ્રી એ.આર. રહેમાનથી અલગ થવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. આ નિર્ણય તેમના સંબંધોમાં નોંધપાત્ર ભાવનાત્મક તણાવ પછી લેવાયો છે. એકબીજા પ્રત્યેના ઊંડો પ્રેમ હોવા છતાં, તણાવ અને મુશ્કેલીઓએ તેમની વચ્ચે દરાર પાડી દીધી છે જેને કોઈ પણ પક્ષ હાલના સમયે ઓછી કરી શકવામાં સક્ષમ નથી.  શ્રીમતી સાયરાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેણે પીડા અને વેદનાને કારણે આ નિર્ણય લીધો છે. સાયરા આ પડકારજનક સમયમાં લોકો પાસેથી ગોપનીયતા અને સમજણની વિનંતી કરે છે, કારણ કે તે તેના જીવનના આ મુશ્કેલ પ્રકરણમાંથી પસાર થઈ રહી છે. એઆર રહેમાન અને સાયરાના લગ્ન 1995માં થયા હતા. દંપતીને ત્રણ બાળકો છે – ખતિજા, રહીમા, આમીન. સંગીતકારે કહ્યું હતું કે આ સંબંધ તેની માતાએ નક્કી કર્યો હતો. બંને વચ્ચે ઘણા બધા સાંસ્કૃતિક તફાવત હતા પરંતુ તેમ છતાં તેઓ પોતાના સંબંધોને સારી રીતે જાળવી રહ્યા હતા. સિમી ગ્રેવાલને આપેલા ઈન્ટરવ્યુમાં રહેમાને કહ્યું હતું કે- સાચું કહું તો મારી પાસે દુલ્હન શોધવાનો સમય નહોતો. પરંતુ, મને ખબર હતી કે મારા માટે લગ્ન કરવાનો આ યોગ્ય સમય છે. હું 29 વર્ષનો હતો અને મેં મારી માતાને કહ્યું, ‘મારા માટે કન્યા શોધો.’

india

2025માં 30 શ્રેષ્ઠ ટ્રાવેલ – ડેસ્ટિનેશનમાં ભારતમાંથી માત્ર પોંડિચેરીનો સમાવેશ!!

વિશ્વના ફરવા લાયક સ્થળો અને પ્રવાસન વિશેની માહિતી પૂરી પાડતા વિશ્વવિખ્યાત ટ્રાવેલ-મેગેઝીન લોન્લી પ્લેનેટએ 2025 માટેની બેસ્ટ ઇન ટ્રાવેલ એટલે કે ફરવા માટેનાં શ્રેષ્ઠ 30 સ્થળોન યાદી બહાર પાડી છે. આ યાદીમાં શ્રેષ્ઠ 30 ફરવા લાયક શહેરો, દેશો અને વિસ્તારો સમાવ્યા છે, એમાં ભારતના એક માત્ર પોન્ડિચેરી શહેરનો સમાવેશ થયો છે. આ યાદી પ્રમાણે ફરવા યોગ્ય શ્રેષ્ઠ દેશ તરીકે કઝાખસ્તાન પ્રથમ ક્રમે છે. જ્યારે ફ્રાન્સનું ટુલુઝ શહેર પહેલાં નંબરે છે. જ્યારે ફ્રાન્સનું ટુલુઝ શહેર પહેલાં નંબરે છે. દક્ષિણ ભારતમાં પોન્ડિચેરી ચેન્નઇથી માત્ર 4 કલાકના અંતરે આવેલુ રમણીય શહેર છે. સમૃધ્ધ શહેર અને સંસ્કૃતિના સમન્વય જેવા દરિયાઇ વિસ્તાર પોન્ડિચેરીમાં મુસાફરોને જોઇતી તમામ બાબતો છે. અહીં દરિયાના ભેજની સાથોસાથ સ્થાનિક લોકોના હુંફાળા આવકારનું મિશ્રણ છે તો ફ્રાન્સ અને દક્ષિણ ભારતીય પ્રણાલીનું મિશ્રણ પણ છે. પોન્ડિચેરી 1954 સુધી ફ્રાન્સની આઉટપોસ્ટ હતું. અહીં ફરવા માટે ફેબ્રુઆરી સૌથી શ્રેષ્ઠ મહિનો છે અને ચોમાસા પછી ત્યાંનું વાતાવરણ ઠંડુ અને શુષ્ક રહેતું હોય છે. અહીં રસ્તાની બન્ને બાજુએ વૃક્ષોની હારમાળા, મસ્ટર્ડ રંગની વિલા અને રમણીય સ્થળો આજે પણ ફ્રાન્સ સ્થાપત્ય અને સંસ્કૃતિને વાગોળે છે. પોન્ડિચેરીમાં યુનિવર્સલ ટાઉનશીપ ઓરોવિલની ખાસ મુલાકાત લેવાની ભલામણ કરવામાં આવી છે, જ્યાં દુનિયાભરના લોકો એક સાથે એક પ્રયોગાત્મક સમુદાય તરીકે રહે છે. પોન્ડિચેરીનો ઓરોબિન્દો આશ્રમ પણ મસ્ટ-વિઝિટ જગ્યા છે.

india

જામીન મેળવવાપાત્ર કાચા કામના કેદીઓની જેલમુક્તિનો માર્ગ ખોલતી સુપ્રીમ

દેશની જેલમાં 5.73 લાખ અન્ડર ટ્રાયલ કેદીઓ સુનાવણીની રાહ જુએ છે અત્યંત ગંભીર નહી તેવા અપરાધના કાચા કામના કેદીએ જો જે તે અપરાધની મહતમ સજાના 33થી50% સજા ભોગવી લીધી હોય તો જામીન માટે જેલ સતાવાળાઓજ વિધિ કરશે: મહિલાઓને પ્રાધાન્ય નવી દિલ્હી: દેશની જેલોમાં અન્ડરટ્રાયલ તરીકે (કાચા કામના) સબડતા લાખો કેદીઓની યાતનાઓ પર સંવેદનશીલતા દર્શાવતા સુપ્રીમકોર્ટ તમામ રાજયોના જેલ સતાવાળાઓને જામીન મેળવવા હકકદાર અને ખાસ કરીને મહિલા કેદીઓની ઓળખ કરી તેની માહિતી આપવા આદેશ આપ્યો છે. આ માટે જે તે આરોપ હેઠળના કાચા કામના કેદીએ જેમને તે અપરાધ હેઠળ મહતમ જે સજા થઈ શકતી હોય તેની અડધી સજા પુરી કરી હોય તેને અગ્રતા આપવા જણાવ્યુ છે તથા તેઓને જામીન મળે તે માટે ખાસ કાનૂની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ઋષીકેશ રોયની ખંડપીઠે જણાવ્યું કે અમો એ કેદીઓની ચિંતા કરવા માંગીએ છીએ. જેઓ લાંબા સમયથી જેલમાં સબડે છે અને તેઓ જામીન પાત્ર હોવા છતા પણ જેલ મુક્ત થઈ શકતા નથી. અમો આ કેટેગરીમાં આવતા એક પણ કેદી જેલમાં બિનજરૂરી રહે નહી તે નિશ્ચિત કરવા માંગીએ છીએ. આ માટે સુપ્રીમકોર્ટે જેલના સુપ્રીટેન્ડન્ટને ખાસ ડ્રાઈવ યોજીને જે તે જેલમાં સુપ્રીમની માર્ગરેખા મુજબના કેદીઓની ઓળખ કરવા આદેશ આપ્યો છે તથા તેમના જીવનની વ્યવસ્થા કરવા કાનૂની સહાય પંચ કામ કરશે. ખાસ કરીને ગરીબ તથા કાનૂની સહાયથી વંચિત કેદીઓની મોટી સંખ્યા જેલમાં સબડે છે. ફોજદારી ધારાની કલમ 479 જેમાં જે કાચા કામના કેદી જેઓ અત્યંત ગંભીર અપરાધ સિવાયના અપરાધથી જેલમાં હોય અને ટ્રાયલ કોર્ટ તેમને જામીન આપ્યા ન હોય, અને તેઓ મહતમ સજાની અડધી સજાઓ કાપી ચૂકયા હોય તેને પ્રાથમીકતા આપવામાં આવશે અને તેમાં ત્રીજા ભાગની સજા સુધીની સ્થિતિ પણ ચકાસી શકાશે. આ ઉપરાંત ગંભીર નહી તેવા અપરાધોમાં જેઓએ પ્રથમ વખત આ પ્રકારે ગુન્હો કર્યો હોય તેઓને પણ આ મુક્તિનો લાભ મળી શકશે. આ પ્રકારના કેદીઓની ઓળખ મેળવી તેમની જામીન અરજી તૈયાર કરીને તે જે તે ટ્રાયલ કોર્ટમાં રજુ કરવાની રહેશે અને અદાલત તેમાં આ માર્ગરેખા મુજબ નિર્ણય લેશે અને મહિલા કેદીઓની ચિંતા વધુ કરવા જણાવ્યુ છે. દેશમાં 2022ની ગણતરી મુજબ 5.73 લાખ કેદીઓમાં 4.1% એટલે કે 23772 મહિલા કેદી હતા જેમાં 18થી50 વર્ષના 80% મહિલાઓ છે. આ ઉપરાંત અદાલતમાં જેઓ પર ગંભીર અપરાધોનું ચાર્જશીટ ફ્રેમ થયુ ન હોય અને અદાલતે હળવા અપરાધ માટે ટ્રાયલ નિશ્ચિત કરી હોય પણ જેલનો રેકોર્ડ અપડેટ થયો ના હોય તો તેવા કેદીઓના રેકોર્ડ પણ તાત્કાલીક અપડેટ કરી તેઓએ જામીન મેળવવા યોગ્યને જેલમુક્તિની પ્રક્રિયા કરવા જણાવાયુ છે.

india

જીવનસાથીની શોધમાં એક વાઘની મહારાષ્ટ્રથી તેલંગાણા સુધી 300 કિમીની સફર

હૈદરાબાદ : જોની નામનાં 6 – 8 વર્ષનાં નર વાઘે માદા વાઘ માટે મહારાષ્ટ્રનાં નાંદેડ જિલ્લાનાં કિનવાટ તાલુકાથી તેલંગાણાના અદિલાબાદ જિલ્લાનાં ઉત્નૂર સુધી 300 કિમીથી વધુની મુસાફરી કરી જેનાથી સ્થાનિકોમાં ચિંતા ઉભી થઈ છે.  આદિલાબાદ જિલ્લા વન અધિકારી પ્રશાંત બાજીરાવ પાટીલે જીવનસાથીની શોધમાં વાઘની મુસાફરીની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, “નર વાઘ ઘણીવાર શિયાળામાં સમાગમની મોસમ દરમિયાન આટલી લાંબી મુસાફરી કરે છે, જ્યારે તેઓ તેમનાં પ્રદેશમાં કોઈ માદા વાઘ નથી મળતી ત્યારે જીવનસાથીની શોધમાં વાઘ આટલી લાંબી મુસાફરી કરતાં હોય છે.  જોનીએ ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં તેની મુસાફરી શરૂ કરી હતી, એમ વન અધિકારીઓએ જણાવ્યું હતું. શરૂઆતમાં આદિલાબાદના બોથ મંડલના જંગલોમાં જોવામાં આવ્યો હતો, વાઘ ઉટનૂરમાં પ્રવેશતાં પહેલાં નિર્મલ જિલ્લામાં કુન્તલા, સારંગાપુર, મમદા અને પેંબી મંડળમાંથી પસાર થયો હતો. વાઘે હૈદરાબાદ-નાગપુર નેશનલ હાઈવે 44 પાર કર્યો અને હવે તે તિર્યાની વિસ્તાર તરફ આગળ વધી રહ્યો હોવાનું વનકર્મીઓએ જણાવ્યું હતું. વન અધિકારીઓએ સમજાવ્યું કે, નર વાઘ માદા વાઘ દ્વારા 100 કિમી દૂરથી છોડવામાં આવતી ખાસ ગંધ શોધી શકે છે, જે તેમને સંભવિત સાથીઓ માટે માર્ગદર્શન આપે છે. જોનીની સફર માત્ર પ્રેમ વિશે ન હતી. તેણે અત્યાર સુધીમાં પાંચ ઢોર માર્યા અને ગાયોનો શિકાર કરવાના ત્રણ નિષ્ફળ પ્રયાસો કર્યા હતાં. તાજેતરમાં, તે ઉટનૂરના લાલટેકડી ગામ પાસે એક રસ્તો ક્રોસ કરતો જોવા મળ્યો હતો. વન અધિકારીઓએ જણાવ્યું હતું કે, જીવનસાથીની શોધ કરતાં વાઘ મનુષ્યો માટે જોખમી નથી. પ્રશાંત બાજીરાવે કહ્યું, “અમે લોકોને વિનંતી કરીએ છીએ કે વાઘનો સામનો ન કરો અને ગભરાશો નહીં .” Related News

india

ભારતમાં મેટા કંપનીને મોટો ફટકો, 213 કરોડનો દંડ અને પાંચ વર્ષ માટે બેન

 ભારતમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI) દ્વારા ફેસબુકની પેરન્ટ કંપની મેટા પર 213.14 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને પાંચ વર્ષનો બેન લગાવવામાં આવ્યો છે. 2021ની વોટ્સએપ પ્રાઇવસી અપડેટના કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. આ પ્રાઇવસી અપડેટ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, જે માટે આ દંડ અને બેન લાગુ કરવામાં આવ્યો છે. તેમજ કંપનીને આ પ્રકારની પ્રવૃત્તિઓથી ભવિષ્યમાં દૂર રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા 2021માં વોટ્સએપ વિરુદ્ધ આ પગલા ઉઠાવવામાં આવ્યા હતા. તે સમયે વોટ્સએપ દ્વારા યુઝર્સના ડેટાને એકત્ર કરવામાં આવ્યા હતા અને એ ડેટાને મેટાની અન્ય કંપનીઓ સાથે શેર કરવામાં આવ્યા હતા. આ યુઝર્સની પ્રાઇવસીનું ઉલ્લંઘન ગણવામાં આવ્યું છે. મેટા કંપનીને 213.14 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, સાથે સાથે વોટ્સએપ પર પણ બેન લગાવવામાં આવ્યો છે. વોટ્સએપ હવે તેના ડેટાને મેટા કંપનીની કોઈપણ અન્ય કંપની અથવા બિન-મેટા કંપનીને પાંચ વર્ષ સુધી કોઈપણ ડેટા આપશે નહીં. એડવર્ટાઇઝમેન્ટ માટે પણ આ ડેટાને શેર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આથી, વોટ્સએપ અને મેટાને રેવેન્યુમાં મોટો ફટકો પડશે. વોટ્સએપના ભારતમાં 500 મિલિયનથી વધુ એક્ટિવ યુઝર્સ છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા 2021માં વોટ્સએપની પ્રાઇવસી પોલિસીને અપડેટ કરવામાં આવી હતી. આ મુજબ, વોટ્સએપ ફેસબુક અને મેટાની અન્ય કંપનીઓ સાથે પણ ડેટા શેર કરશે. 2016થી, યુઝર્સ પાસે તેમના ડેટા શેર કરવા અથવા ન કરવા નો વિકલ્પ હતો. પરંતુ 2021ની જાન્યુઆરીમાં રજૂ કરેલી નીતિ અનુસાર, વોટ્સએપના ઉપયોગ માટે આ તમામ શરતો માનવી ફરજિયાત હતી. આ નીતિની ખૂબ ટીકા કરવામાં આવી હતી. લોકોએ વખોળી કાઢતા મેટા કંપનીએ યુ-ટર્ન લીધો અને એ નીતિને કેન્સલ કરવાનો નિર્ધાર કર્યો. જોકે, વોટ્સએપ દ્વારા યુઝર્સને ખાતરી આપવામાં આવી કે તેમની પ્રાઇવસી સુરક્ષિત છે અને બિઝનેસ સંબંધિત નીતિમાં બદલી કરવામાં આવી છે. મેટા કંપનીની નવી નીતિ પર સાડા ત્રણ વર્ષ સુધી તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ નક્કી કર્યું કે વોટ્સએપની નીતિ યોગ્ય નથી. ઉપયોગ કરવો હોય તો શરતો માનવી જ પડશે, તે ખોટું છે. આ નીતિમાં યુઝર્સ પાસે અસ્વિકાર કરવાનો વિકલ્પ નથી અને તેમના ડેટાને મેટા કંપની સાથે શેર કરવાની શરત માનવી જ પડશે. આથી યુઝર્સ પાસે સ્વતંત્રતા નહોતી અને તેમને નિયંત્રણમાં રાખવામાં આવ્યા હતા.

india

કાશ્મીર થીજી ગયું: અનેક જગ્યાએ તાપમાનનો પારો માઈનસમાં પહોંચ્યો

શ્રીનગરઃકાશ્મીરમાં શુષ્ક હવામાન વચ્ચે ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. સોમવારે ગુલમર્ગ, પહેલગામ અને સોનમર્ગમાં તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. સોનમર્ગ સૌથી વધુ ઠંડુ ક્ષેત્ર રહ્યું હતું, જયાં ન્યુનતમ તાપમાન માઈનસ 5.3 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરખીણમાં ગત દિવસોમાં એક પછી એક બે પશ્ર્ચિમી ડિસ્ટર્બન્સના પ્રભાવના કારણે હવામાનનો બિજાજ તીખો બન્યો છે. આ બાજુ પહેલ ગામમાં ન્યુનતમ તાપમાન માઈનસ 2.0 જયારે ગુલમર્ગમાં આજ રાતનું ન્યુનતમ તાપમાન માઈનસ 1.8 ડિગ્રી સેલ્સીયસ રેકોર્ડ કરાયું છે. હવામાન વિભાગે 24 નવેમ્બર સુધી હવામાનમાં કોઈ ખાસ ફેરફાર ન થવાની સંભાવના દર્શાવી છે. અલબત બીજા ડિસ્ટર્બન્સની અસરને લઈને પર્વતીય વિસ્તારોએ 2-5 ઈંચની બરફની ચાદર ઓઢી લીધી હતી. જયારે આ દરમિયાન નીચલા વિસ્તારોમાં વરસાદ પણ થયો હતો. હાલમાં વરસાદ અને બરફ વરસાદ બાદ ખીણમાં હવામાન શુષ્ક બન્યું છે. આવનારા દિવસોમાં વધશે ઠંડીતાપમાનમાં ઘટાડાનો સિલસિલો આવનારા દિવસોમાં ઠંડીનો પ્રકોપ વધી જશે. હવામાન વિભાગે હાલની ઠંડીમાં શિયાળામાં લા-નીનાની અસર આવનાર દિવસોમાં બની રહેવાથી ખીણ ઠંડીની ઝપટમાં આવવાની સંભાવના દર્શાવી છે.

india

ભારતમાંથી ચોરાયેલી 1400 જેટલી પ્રાચીન વસ્તુઓ અમેરિકાએ પરત કરી

ન્યુયોકઃમધ્યપ્રદેશમાંથી 1980ના દાયકામાં ચોરાયેલી રેતીના પથ્થરની મૂર્તિ અને 1960ના દાયકામાં રાજસ્થાનથી ચોરાયેલી મૂર્તિ એ 1400થી વધુ પ્રાચીન વસ્તુઓમાં સામેલ છે, જેને અમેરિકાએ ભારતને પરત કરી દીધી છે. આ પુરાતનનું કુલ મૂલ્ય એક કરોડ અમેરિકી ડોલર છે. ભારતમાંથી ચોરાયેલી 600થી વધુ પ્રાચીન વસ્તુઓને આગામી કેટલાક મહિનાઓમાં પરત કરવામાં આવશે. મેનહટ્ટન ડિસ્ટ્રીકટ એટર્ની એલ્વિન એલ બ્રેરા જૂનિયરના એક નિવેદન અનુસાર આ વસ્તુઓને એક સમારોહમાં પરત કરવામાં આવી હતી. આ તકે ભારતના મહા વાણિજય દૂતાવાસના મનીષ કુહારી અને ન્યુયોર્ક સાંસ્કૃતિક સંપત્તિ, કલા અને પુરાવશેષ સમૂહ પર્યવેક્ષક એલેકઝાન્ડ્રા ડીઅર્માસ હાજર હતા.  બ્રેગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં કમ સે કમ 1440 પુરાવશેષ ભારતને પરત અપાયા હતા. જેનું મૂલ્ય એક કરોડ અમેરિક ડોલર છે. પરત અપાયેલી વસ્તુઓમાં 1980ના દાયકામાં મધ્યપ્રદેશના મંદિરમાંથી ચોરાયેલી એક નર્તકીની રેતીના પથ્થરમાંથી બનેલી મૂર્તિ છે. આ ઉપરાંત રાજસ્થાનના તનેશ્વર મહાદેવ ગામથી ચોરાયેલી છે તનેસર માતાની મૂર્તિ પણ સામેલ છે.  મધ્યપ્રદેશથી ચોરાયેલી મૂર્તિને તસ્કરોએ વેચવાની સરળતા માટે બે ભાગમાં વિભાજિત કરી હતી. ફેબ્રુઆરી 1992 સુધી આ બન્ને ભાગોને ગેરકાયદે લંડનથી ન્યુયાર્ક લઈ જવાયા હતા. બન્ને ભાગોને પછી વ્યાવસાયિક રીતે કરીથી ચોડી દેવાયા હતા. અને ઝટ્ટો પોલિટીન મ્યુઝિયમ ઓફ આર્ટને દાન કરી દેવામાં આવ્યા. આ મૂર્તિ મેટ્રો પોલિટીન મ્યુઝીયમ ઓફ આર્ટમાં ત્યાં સુધી આ મૂર્તિ પ્રદર્શીત થતી રહી જયાં સુધી તેને 2023માં એન્ટ્રીકલ ટ્રાફિક યુનીટ (એટીટ) દ્યવારા જપ્ત નહોતી કરાઈ.

india

મુંબઈમાં ચૂંટણી પ્રચાર દરમિયાન 347 કરોડની સંપત્તિ જપ્ત

મુંબઈઃવિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ચૂંટણી પંચ દ્વારા રચવામાં આવેલી ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા મુંબઈમાં 347 કરોડથી વધુની રોકડ, દારૂ, કિંમતી ચીજવસ્તુઓ, સોનું અને ચાંદી વગેરે જપ્ત કરવામાં આવ્યું છે. આ માહિતી મુંબઈનાં ચૂંટણી અધિકારી અને વીએમસી કમિશનર ભૂષણ ગગરાણીએ આપી હતી. સોમવારે વીએમસી હેડક્વાર્ટર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગગરાણીએ જણાવ્યું હતું કે ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ મતદારોને આકર્ષવા અને કાર્યકરોને ખુશ કરવા માટે રોકડ, ભેટ, કિંમતી વસ્તુઓનો મોટાં પાયે ઉપયોગ કરવામાં આવે છે. જો કે, આ સામાન તેમનાં સુધી પહોંચે તે પહેલાં ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્ક્વોડ અને અન્ય એજન્સીઓએ તેમને પકડી લીધો હતો. ગગરાણીએ જણાવ્યું હતું કે મુંબઈ શહેરમાં 33 કરોડની રોકડ, આશરે રૂ.13 લાખની કિંમતનો ગેરકાયદેસર દારૂ, રૂ.4 કરોડની ડ્રગ્સ, આશરે રૂ.7 કરોડની કિંમતી ધાતુઓ અને રૂ.2.61 કરોડની મફત ભેટ તરીકે વહેંચાયેલી વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. એ જ રીતે મુંબઈનાં ઉપનગરોમાં રૂ.12.60 કરોડની રોકડ,રૂ.44.79 કરોડનો ડ્રગ્સ, રૂ.238.67 કરોડની કિંમતી ધાતુઓ અને રૂ.3.21 કરોડની રોકડ ઝડપાઈ હતી.  વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે.  રાજ્યમાં 15 ઓક્ટોબરથી આચારસંહિતા લાગું થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટેનાં કોઈપણ કાર્ય પર પંચની નજર હતી. મતદારોને ભેટ આપવાના પ્રયાસો પણ નિષ્ફળ બનાવાયાં છે. આચારસંહિતાનો ભંગ, ફરિયાદો નોંધાઈ :-ચૂંટણી પંચને પણ ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદો મળી છે. સી-વિજિલ એપ પર કુલ 1238 ફરિયાદો મળી હતી, જેમાંથી 615 ફરિયાદો મુંબઈ અને ઉપનગરોમાં નોંધવામાં આવી હતી, જ્યારે 563 ફરિયાદો પર કાર્યવાહી કરવામાં આવી હતી. ગગરાણીએ જણાવ્યું હતું કે મુંબઈ શહેરમાં 623 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 564 ફરિયાદો પર કાર્યવાહી કરવામાં આવી છે.

Scroll to Top