Stock Today

Business

Business

 કરદાતાઓએ બનાવ્યો રેકોર્ડ, દર કલાકે 225 કરોડ રુપિયા ટેક્સ ભરાયો

દેશના તમામ કરદાતાઓ તેમની જવાબદારી સારી નિભાવી રહ્યાં છે. દર વર્ષે કરદાતાઓ ટેક્સ ભરવાના મામલે સતત રેકોર્ડ બનાવી રહ્યા છે. જો આપણે આંકડાઓની વાત કરીએ તો વર્તમાન સમયમાં એટલે કે નાણાકીય વર્ષના 224 દિવસમાં દર કલાકે સરેરાશ 225 કરોડ રુપિયા જમા થયા છે. એટલે તે 7 મહિના અને 10 દિવસમાં 12 લાખ કરોડ રુપિયાથી વધુનો ટેક્સ જમા થયો છે. જેમાં રુપિયા 5 લાખ કરોડથી વધુ કોર્પોરેટ ટેક્સ અને રુપિયા 6.50 લાખ કરોડથી વધુ નોન – કોર્પોરેટ ટેક્સનો પણ સમાવેશ થાય છે. તો આજે આપણે જાણીશું કે આજે આ વર્ષે સરકારની તિજોરીમાં કેટલા રુપિયા રોકાયા છે? આ વર્ષે ભારતમાં 1 એપ્રિલથી 10 નવેમ્બરની વચ્ચે નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 15.41 ટકા વધ્યુ છે એટલે કે 12.11 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ની આપેલી માહિતી મુજબ તેમાં રુપિયા 5.10 લાખ કરોડનો ચોખ્ખો કોર્પોરેટ ટેક્સ અને 6.62 લાખ કરોડ રુપિયાનો નોન-કોર્પોરેટ ટેક્સ એટલે કે વ્યક્તિ, HUF, પેઢીઓ દ્વારા ચૂકવવામાં આવેલા કર સહિતનો સમાવેશ થાય છે. આંકડાકીય માહિતી અનુસાર એપ્રિલથી નવેમ્બર 10 દરમિયાન ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 21.20 ટકા વધીને 15.02 લાખ કરોડ રુપિયા થયું છે. આ સમયગાળા દરમિયાન 2.92 લાખ કરોડ રુપિયા રિફંડ જાહેર કરવામાં આવ્યા હતા, જે એક વર્ષ અગાઉ કરતાં 53 ટકા વધુ છે. રિફંડ માટે એડજસ્ટ કર્યા પછી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (જેમાં કોર્પોરેટ, નોન-કોર્પોરેટ અને અન્ય ટેક્સનો સમાવેશ થાય છે) લગભગ 12.11 લાખ કરોડ રુપિયા છે. છેલ્લા નાણાકીય વર્ષની તુલનામાં 10.49 લાખ કરોડ કરતાં 15.41 ટકા વધુ છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રત્યક્ષ કરમાંથી રૂ. 22.12 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જે ગયા નાણાકીય વર્ષ કરતાં 13 ટકા વધુ છે. સરકારે નાણાકીય વર્ષ 2024 માટે કેન્દ્રની કુલ કર આવકને 34.4 લાખ કરોડ રૂપિયામાં સુધારી હતી. જે નાણાકીય વર્ષ 2024ના બજેટ અંદાજ કરતાં લગભગ 1 લાખ કરોડ રૂપિયા વધુ છે. નાણાકીય વર્ષ 2025ના અંદાજ અંગે સરકારે 11.7 ટકાના વધારા સાથે 38.4 લાખ કરોડનું બજેટ કર્યું છે. કરવેરામાંથી આવકના લક્ષ્યાંકને આવકવેરામાં 16.1 ટકાનો વધારો, કોર્પોરેટ ટેક્સમાં 10.5 ટકાનો વધારો અને કસ્ટમ ડ્યુટીમાં 8.7 ટકાના વધારા દ્વારા સમર્થન મળે છે. નાણાકીય વર્ષ 2024ના સુધારેલા અંદાજની સરખામણીમાં GST કલેક્શનનો લક્ષ્યાંક 11 ટકા વધારીને 10.6 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે.

Business

કલાયમેટ ચેન્જની અસરથી કાશ્મીરમાં સફરજન,કેસરના ઉત્પાદન પર

કલાયમેટ ચેન્જને કારણે કાશમીરના મુખ્ય પાક સફરજન તથા કેસરના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે. કલાયમેટ ચેન્જને કારણે કાશમીરમાં વરસાદની માત્રામાં ઘટાડો થઈ રહ્યો છે.  પ્રાપ્ત આંકડા પ્રમાણે કાશમીરમાં કેસરનું ઉત્પાદન જે ૧૯૯૭-૯૮માં અંદાજે ૧૬ ટન રહ્યું હતું તે ૨૦૨૧-૨૨માં ઘટી માત્ર ૩.૪૮ ટન પર આવી ગયું હતું. કેસરની ખેતીની માત્રા પણ ૫૭૦૦ હેકટર પરથી ઘટી ૩૭૦૦ હેકટર પર આવી ગઈ હતી.  કેસરના પાકને પૂરતી માત્રામાં વરસાદની આવશ્યકતા રહે છે, પરંતુ ઉનાળામાં લાંબો સમય સુધી વરસાદ ખેંચાઈ જતા પાકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી જ સ્થિતિ સફરજનના પાક પર પણ જોવા મળી રહી છે.ભારતમાં સફરજનનું ૮૦ ટકા ઉત્પાદન કાશમીરમાં થાય છે, પરંતુ હીટવેવ્સ તથા વહેલા સ્નોફોલને કારણે તેના પાક પર અસર પડી રહી છે.  જમ્મુ અને કાશમીરમાં સફરજનું બજાર કદ અંદાજે રૂપિયા ૮૦૦૦ કરોડ જેટલું છે.  તાજેતરમાં હિટવેવ્સને કારણે સફરજનના રંગ, કદ તથા એકંદર વિકાસ પર અસર પડી છે જેને કારણે તેના બજાર મૂલ્યમાં ઘટાડો થઈ રહ્યો છે. સારી ગુણવત્તાના સફરજનની ઉપજ અહીં ઘટી રહી હોવાનું બાગાયતી વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.  વરસાદમાં ચિંતાજનક ઘટાડો જમ્મુ-કાશમીર વિસ્તારમાં કલાયમેટ ચેન્જની ગંભીર અસર પડી રહ્યાનું સૂચવે છે એમ  કાશમીરના સ્થાનિક વેપારીઓ માની રહ્યા છે. 

Business

સોનું છેલ્લા 15 દિવસમાં તે 5,737 રૂપિયા સસ્તું થયું, ચાંદી 87,558 રૂપિયા પ્રતિ કિલો 

મુંબઈઃસોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ. 1,316 ઘટીને રૂ. 73,944 થયો છે. અગાઉ તેની કિંમત 75,260 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી. ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો હતો. તે રૂ. 2,189 ઘટીને રૂ. 87,558 પ્રતિ કિલોગ્રામ થયો છે. અગાઉ ચાંદી 89,747 રૂપિયા હતી. તેમજ, 23 ઓક્ટોબરના રોજ ચાંદીએ રૂ. 99,151 અને 30 ઓક્ટોબરના રોજ સોનું રૂ. 79,681 ઓલ ટાઈમ હાઈ પર હતી. છેલ્લા 15 દિવસમાં 24 કેરેટ સોનું 5,737 રૂપિયા (7%) પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. 30 ઓક્ટોબરે 24 કેરેટ સોનું 79,681 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે હતું, જે હવે ઘટીને 73,944 રૂપિયા પર આવી ગયું છે. જ્યારે 23 ઓક્ટોબરે ચાંદી 99,151 રૂપિયા પર પહોંચી ગઈ હતી, જે હવે 87,558 રૂપિયા પ્રતિ કિલો છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ હંમેશા ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ છે. તેને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યૂમેરિક છે એટલે કે કંઈક આના જેવું છે – AZ4524. હોલમાર્કિંગ દ્વારા જાણી શકાય છે કે સોનું કેટલા કેરેટનું છે. બહુવિધ સ્ત્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) પરથી ખરીદીના દિવસે સોનાનું સાચું વજન અને તેની કિંમત ક્રોસ-ચેક કરો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે, પરંતુ તેમાંથી જ્વેલરી બનાવવામાં આવતી નથી કારણ કે તે ખૂબ જ નરમ હોય છે.

Business, World

બિટકોઈન 11 ટકા ઉછળી ઐતિહાસિક ટોચે, 1 લાખ ડોલર થવાનો અંદાજ

ટ્રમ્પની જીત સાથે જ ક્રિપ્ટો માર્કેટની તેજી અટકવાનું નામ નથી લઈ રહી. બિટકોઈન, ઈથેરિયમ, ડોજકોઈન સહિત ટોચની ક્રિપ્ટો કરન્સી આકર્ષક ઉછાળા સાથે આગેકૂચ કરી રહી છે. આજે બિટકોઈન વધુ 10 ટકા ઉછળી 89859.65ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. જે ઝડપથી 1 લાખ ડોલરની સપાટી ક્રોસ કરશે તેવો આશાવાદ ક્રિપ્ટો નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. બિટકોઈન આજે 10.66 ટકાથી વધુ ઉછાળા સાથે 89000 ડોલરનું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. જેમાં વોલ્યૂમ 73.63 ટકા વધી 134.24 અબજ ડોલર નોંધાયા છે. ટ્રમ્પની ડિજિટલ કરન્સી પ્રત્યે ઉદાર નીતિઓની અપેક્ષાએ વૈશ્વિક સ્તરે ક્રિપ્ટો માર્કેટમાં 307.6 અબજદ ડોલરના વોલ્યૂમ જોવા મળ્યા છે. જે ગઈકાલની તુલનાએ 42.90 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આ સાથે ગ્લોબલ ક્રિપ્ટો માર્કેટ કેપ 9.24 ટકા વધી 2.98 લાખ કરોડ ડોલર નોંધાઈ છે. ટ્રમ્પ હંમેશાથી ક્રિપ્ટો માર્કેટની તરફેણમાં રહ્યા છે. તેમની જીત સાથે ક્રિપ્ટો રેગ્યુલેટર્સ અને ડિજિટલ કરન્સી માર્કેટ પ્રત્યે ઉદાર નીતિઓ લેવાય તેવી આશાઓ સાથે ક્રિપ્ટો રોકાણકારો અને સંસ્થાકીય રોકાણકારો ક્રિપ્ટો માર્કેટમાં રોકાણ વધારી રહ્યા છે. ક્રિપ્ટો ઈટીએફમાં નેટ ફ્લો સતત વધી રહ્યો છે. વિશ્વની ટોચની અને મોંઘી ક્રિપ્ટો કરન્સી બિટકોઈનમાં ખરીદી ફરી પાછી વધી છે. જેનો માર્કેટ હિસ્સો એક તબક્કે 45 ટકા થયો હતો. જે હવે પાછો વધી 58.9 ટકા થયો છે. એક તરફ એશિયન, યુરોપિયન અને અમેરિકન શેરબજારમાં ભારે વોલેટિલિટી બાદ ઘટાડો જોવા મળી રહ્યો છે, કિંમતી ધાતુ બજાર પણ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં આવેલા તેજીના ઘોડાપુરમાં સંસ્થાકીય રોકાણકારો ક્રિપ્ટો માર્કેટ તરફ ડાયવર્ટ થયા છે.

Business

આઈપીઓ મારફત પ્રાઈમરી માર્કેટ મારફત વિક્રમી રૂ. 1.19 લાખ કરોડ ઊભા કરાયા

મુંબઈ : સ્વિગી તથા એસીએમઈ સોલારના જાહેર ભરણાની સફળતા બાદ વર્તમાન કેલેન્ડર વર્ષમાં દેશની પ્રાઈમરી માર્કેટ મારફત ભંડોળ ઊભા કરવાની માત્રામાં નવો રેકોર્ડ જોવાયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે  ૨૦૨૧માં  ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ) મારફત  ઊભા કરાયેલા રૂપિયા ૧.૧૮ લાખ કરોડના વિક્રમી આંકને પાર કરી ૨૦૨૪માં  અત્યારસુધીમાં  આઈપીઓ મારફત રૂપિયા ૧.૧૯ લાખ કરોડ (૧૪ અબજ ડોલર) ઊભા કરાયા છે.  ૨૦૨૪ને સમાપ્ત થવાને હજુ ૫૦ દિવસની વાર છે ત્યારે આઈપીઓ મારફત ભંડોળ ઊભા કરવાની માત્રા નોંધપાત્ર ઊંચી જોવા મળશે એમ એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે. વર્તમાન વર્ષમાં ભારતમાં આઈપીઓ મારફત ઊંભી કરાયેલી રકમ વૈશ્વિક સ્તરે બીજી મોટી છે. અમેરિકામાં વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં ૨૬.૩૦ અબજ ડોલર ઊભા કરાયા છે જ્યારે ૧૦.૭૦ અબજ ડોલર સાથે ચીન બીજા ક્રમે છે. ભારતના શેરબજારમાં સેકન્ડરી બજારમાં ઊંચા મૂલ્યાંકનો તથા સંસ્થાકીય રોકાણકારો પાસે વિપુલ માત્રામાં વધારાની કેશને કારણે પ્રાઈમરી બજારમાં નોંધપાત્ર નાણાં ઠલવાઈ રહ્યા છે, રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો ઉપરાંત વિદેશી ફન્ડ હાઉસો પણ ભારતની પ્રાઈમરી બજારમાં નાણાં ઠાલવી રહ્યા છે જો કે વિદેશી ફન્ડોની સેકન્ડરી બજારમાં જંગી વેચવાલી જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારોએ વર્તમાન વર્ષમાં પ્રાઈમરી બજારમાં રૂપિયા ૮૭૦૦૦ કરોડ જેટલું રોકાણ કર્યું છે.

Scroll to Top