Stock Today

Ahmedabad

Ahmedabad

શહેરના મુખ્ય રસ્તા ઉપર આવેલાં ૭૪ ટ્રાફિક જંકશનને રુપિયા દસ કરોડના ખર્ચે ડેવલપ કરાશે

અમદાવાદ શહેરના વિવિધ મુખ્ય રસ્તા ઉપર આવેલા ૭૪ ટ્રાફિક જંકશનને રુપિયા દસ કરોડના ખર્ચે ડેવલપ કરાશે.સુરત ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલી ડીઝાઈન મુજબ જંકશન ડેવલપ કરવાની કામગીરી કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર ટ્રાફિક વિભાગ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં આવેલા મુખ્ય રસ્તા ઉપરના ટ્રાફિક જંકશન ઈમ્પ્રુવ કરી ડેવલપ કરવા જંકશન ઉપર ડેડીકેટેડ પેડેસ્ટ્રીયન  ક્રોસીંગ માટેની વ્યવસ્થા કરવા ઉપરાંત સાઈનેજ,રોડ માર્કીંગ, સ્ટોપલાઈન અને ઝીબ્રા ક્રોસીંગ સાથે જંકશન ડેવલપ કરવા સુરત સ્થિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી પાસે ડીઝાઈન તૈયાર કરાવવામાં આવી હતી.જેમાં પ્રથમ તબકકામાં કુલ ૨૯ જંકશન તથા બીજા તબકકામાં કુલ ૪૫ જંકશનની ડીઝાઈન તૈયાર કરવામાં આવી હતી.આ પૈકી પ્રથમ તબકકામાં ૨૯ જંકશનને ડેવલપ કરવાની કામગીરી જે તે ઝોનના ઈજનેર વિભાગ તથા રોડ પ્રોજેકટ વિભાગ દ્વારા ચાલી રહી છે.જંકશન ડેવલપ કરવાની કામગીરી માટે બે વખત નેગોશીએશન કરવામાં આવ્યા પછી રુપિયા ૧૦.૫૨ કરોડના ખર્ચથી અનાયા ઈન્ફ્રાકોનને જી.એસ.ટી.અલગથી ચૂકવવાની શરત સાથે કામગીરી આપવા રોડ કમિટીએ મંજૂરી આપી છે.

Ahmedabad

ચંડાળો તળાવ પાસે અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મઃ બે આરોપીને આજીવન કેદ

અમદાવાદચંડાળો તળાવ પાસે પ્રશ્ચિમ બંગાળની અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ આચરીને મરધી કાપવાની છરીથી કાપી નાંખવાની ધમકી આપનાર ઈરાન કલામીંયા શેખ અને મહાબુર ખુશદીલ શેખને અત્રેના અધિક સત્ર ન્યાયાધીશ પ્રકાશ ખુબચંદ ખાનચંદાણીએ ગુનેગાર ઠરાવીને આજીવન કેદની સજા અને કુલ વીસ હજાર દંડ ફટકાર્યો છે. આ કેસની વિગત એવી છે કે, ચંડોળા તળાવ પાસે રહેતા અસ્થિર મગજની યુવતીને ત્યાં જ રહેતા ઈરાન કલામીંયા શેખ અને મહાબુર ખુશદીલ શેખ તેનીના ઘરે વારા ફરતી આવીને મરઘી કાપવના છરીથી મારી નાંખવાની ધમકીઓ આપીને દુષ્કર્મ આચરતા હતા. ભોગ બનેલી યુવતીને પેટ બહાર આવતા અને ઉલ્ટીઓ થતા તેના પરિવારે તેને સમજાવીને પુછપરછ કરી હતી ત્યારે અસ્થિર મગજની યુવતીએ કહ્યુ કે, ફરિયાદી ભીખ માંગવા બહાર જતા ત્યારે ઈરાન કલામીંયા શેખ અને મહાબુર ખુશદીલ શેખ ઘરે અલગ અલગ સમયે આવતા હતા અને દુષ્કર્મ આચરતા હતા. આ ઉપરાંત આ વાત કોઈને કહીશ તો મરઘી કાપવાની છરીથી મરધી કાપે તેમ કાપીને જાનથી મારી નાંખીને ચંડોળા તળાવમાં ફેંકી દેશે તેવી ધમકી આપતા હતા. જે અંગે ઈસનપુર પોલીસ મથકમાં ભોગ બનેલી યુવતીના પરિવારે ફરિયાદ કરી હતી. પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા. દરમ્યાનમાં બન્ને આરોપીઓ સામે કેસ ચાલતા સરકારી વકીલ મીનલ ભટ્ટે ૧૩ સાક્ષીઓ અને ૩૧ દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે, અંશત ઃઅસ્થિર મગજની યુવતી પર અવાર-નવાર એટલે કેસ પાંચ માસ સુધી દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી. જેના પગલે એક પુત્રનો જન્મ થયો હતો. જે એક માસ પહેલા મૃત્યુ પામ્યો છે. ભોગ બનનાર તથા તેનીના મૃત્યુ પામનરા પુત્રના ડીએનએ આરોપી ઈરાન કલામીંયા શેખ સાથે મળતો આવે છે. આમ આરોપી ઈરાન શેખ તેનો જૈવિક પિતા હોવાનું રેકર્ડ ઉપર પુરવાર થાય છે. બન્ને આરોપીઓ સામે ગુનો પુરવાર થતો હોય સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવી જરૂરી છે. ત્યારબાદ કોર્ટે બન્ને આરોપીને ગુનેગાર ઠરાવીને આજીવન કેદની સજા ફટકારી છે. સુસંસ્કૃત સમાજ માટે લાંછનરૂપ છે તે કોઈપણ સંજોગોમાં સાંખી શકાયઃસેશન્સ કોર્ટ કોર્ટે બન્ને આરોપીને ગુનેગાર ઠરાવીને નોંધ્યુ હતુ કે, ભોગ બનનાર બનાવ સમયે અંશતઃ અસ્થિર મગજની હતી અને આરોપીઓ તેનીની માનસિક અવસ્થાનો ગેરલાભ લઈ ફરિયાદીની ગેરહાજરીમાં પાંચેક માસ સુધી શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. જેના સ્વરૂપે એક પુત્રને જન્મ આપેલ હતો જે એક માસની અંદર જ ગુજરી ગયો હતો. આ તમામ કૃત્ય આરોપીઓએ ભોગ બનનારને ચાકુથી ડરાવી ધમકાવી આચરેલ હતો. સુસંસ્કૃત સમાજ માટે લાંછનરૂપ છે તે કોઈપણ સંજોગોમાં સાંખી શકાય તેમ નથી. ફરિયાદી ભીખ માંગીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેા સંજોગોમાં આવા ગરીબ વર્ગના પરિવાર સાથે બનેલ આ કમનસીબ ઘટના ફરિયાદ પક્ષે પુરવાર કરી છે. આરોપીઓને જો ઓછી સજા કરવામાં આવે તો સમાજમાં તેની વિપરિત અસર પડે તેમ છે અને આવું કૃત્ય કરનારાઓને પ્રોત્સાહન મળી રહે. જેથી આરોપીઓને કાયદામાં મુકરર કરેલ સજા ફરમાવવી ન્યાયહિતમાં વ્યાજબી જણાય છે. ભોગ બનેલી અસ્થિર મગજની યુવતીને અસહ્ય વેદના અને પીડા ભોગવી પડી હોય ગુજરાત કાનુની સેવા સત્તા મંડળને વ્યાજબી વળતર ચુકવવા માટે ભલામણ કરવામાં આવે છે.

Ahmedabad

ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનધારકોને માલીકી હક્ક મળશે?!

અમદાવાદઃગુજરાત હાઉસીંગ સોસાયટીના રહીશો લાંબા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમની મુશ્કેલીઓનો અંત આવી રહ્યો નથી. આવામાં હવે હાઉસિંગ સોસાયટીના રહીશોના ફાયદાના ગુડ ન્યુઝ જલ્દી જ સામે આવી શકે છે. ગુજરાત હાઉસીંગ સોસાયટી જલ્દી જ એક નિર્ણય લેવા જઇ રહી છે કે, હાઉસીંગ બોર્ડે બનાવેલા મકાનમાં રહેતા લોકો ટૂંક સમયમાં નવા મકાનના માલિક બની શકે છે. ગુજરાત હાઉસીંગ બોર્ડના નાગરિકો અનેક મુશ્કેલીઓ સામે લડી રહ્યા છે. એક તરફ મકાનો જર્જરીત બની રહ્યા છે અને તેમના રિડેવલપમેન્ટ અંગે અનેક અડચણો આવી રહ્યા છે.  હાઉસિંગ બોર્ડના જુના મકાનોને નવા બનાવવા સરકાર દ્વારા યોજના તો લાવવામાં આવી છે. પરંતુ તેનો અમલ થઇ નથી રહ્યો. બીજી તરફ કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં જે લોકોને મકાન ફાળવાય છે તે લોકો આ મકાનના માલિક બનતા નથી. માત્ર કબજેદાર ગણાય છે. આવામાં હવે ગુજરાત હાઉસીંગ બોર્ડે ટુંક સમયમાં જ એક મોટો નિર્ણય લે એવી હિલચાલ દેખાઇ રહી છે. હાઉસીંગ બોર્ડના આ નિર્ણયનો ફાયદો અનેક રહીશોને મળશે. હાઉસીંગ બોર્ડમાં જેઓના જુના મકાન જુના છે અથવા ભવિષ્યમાં જેમને મકાન મળશે તે તમામ રહીશોને આ નિર્ણયથી મોટો ફાયદો થશે. હાઉસીંગ બોર્ડે બનાવેલા મકાનમાં રહેતા લોકો ટુંક સમયમાં નવા મકાનના માલિક બની જાય એવી સંભાવના સેવાઇ રહી છે. સાથે જ તેઓને જલ્દી જ તેમની જર્જરીત ઇમારતોની સામે નવી ઇમારતો મળી રહે તેનું પણ આયોજન ચાલી રહ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવા મકાનોનું બાંધકામ સમયાંતરે ચાલતું રહ્યું છે. જો કે ગુજરાત હાઉસિંગ સોસાયટીની અનેક ઇમારતો જુની થઇ ગઇ છે જેના બાંધકામ માટે લાંબા સમયથી હિલચાલી થઇ રહી છે. હાઉસિંગ બોર્ડના મકાનોના રિડેવલપમેન્ટ માટે કેટલાક નિયમો પણ લાગુ કરાયા છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના જુના મકાનોનું રી-ડેવલપમેન્ટ ઝડપથી થઇ શકે તે હેતુસર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા હતા. આ નિર્ણયો થવાથી આવા મકાનોના રહેણાંકના માલિકી હકક અને દસ્તાવેજના થતા પ્રશ્ર્નો નિવારી શકાશે. માલિકી હક્ક પ્રસ્થાપિત નહીં થવાને કારણે ફલેટ પ્રકારના મકાનોમાં રિ-ડેવલપમેન્ટ પોલીસીના અમલમાં આવતું વિઘ્ન પણ દૂર થશે. અનેક હાઉસીંગ બોર્ડના મકાનોનું રીડવપલમેન્ટ શક્ય નથી તેના અનેક કારણો છે પરંતુ મોટુ કારણ એ છે કે મોટાભાગના આવાસ ઝુંપડપટ્ટી તેમજ ગીચ વિસ્તારમાં છે. ઘણા આવાસની આસપાસ રોડ નવ મીટરના સાંકડા હોવાથી બિલ્ડરોને એફએસઆઇ (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) પણ ઓછી મળતી હોવાથી ઉંચી ઇમારતો બનાવી શકતા નથી. તો કેટલાક વિસ્તારમાં બિલ્ડરોને ધારેલી કિંમત મળતી નથી જેના કારણે આવા આવાસોની કિંમત પોઝીટીવ ભરવાના બદલે નેગેટીવ એટલે કે માઇનસમાં ટેન્ડર ભરતા હોય છે. આવી પરિસ્થિતિમાં સરકારે બિલ્ડરને રોકડા નહીં બલ્કે તબદીલીપાત્ર વિકાસના હક્કો (ટીડીઆર સર્ટી.) ચૂકવવા પડે. આમ સરકારને સરવાળે આર્થિક નુકસાન જાય છે. ઉપરથી રહેવાસીને ફલેટના માલિકી હક નહીં હોવાથી ફલેટ પ્રત્યે પોતાપણુ નહીં રાખતા જેથી ફલેટ જર્જરીત બનતા જઇ રહ્યા છે. હાઉસીંગ બોર્ડના મકાનોના રિ-ડેવલપમેન્ટમાં સરકારને મોટું નુકસાન જાય એમ છે તેથી જ હવે સરકાર આ અંગે મોટા નિર્ણયો લઇ ફલેટના માલિકી હકક આપવાનું વિચારી રહી છે.

Ahmedabad

અમદાવાદમાં અલગ-અલગ પોલીસ મથકના બે PI સસ્પેન્ડ

અમદાવાદમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવા પોલીસ કમિશ્નર મોડે મોડે કડક બન્યા છે. વધુ એક પીઆઈ સસ્પેન્ડ થયા છે. એલિસબ્રિજ પીઆઈને પોલીસ કમિશ્નર જી એસ મલિકે સસ્પેન્ડ કર્યા છે. એલિસબ્રિજમાં બે દિવસ પૂર્વે થયેલ ફાયરિંગ અને અગાઉ 14મીએ વ્યક્તિ પર થયેલ હુમલામાં ઢીલી કામગીરી બદલ પોલીસ કમિશ્નરની કાર્યવાહી સામે આવી છે. ગત 14 મી એ પણ બદાજી છનાજી મોદી પર ચપ્પા થી જીવલેણ હુમલો થયો હતો. CCTV ફૂટેજ હોવા છતાં એલિસબ્રિજ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા પોલીસ કમિશ્નર દ્વારા એલિસબ્રિજ PI બી ડી ઝીલરીયા ને સાંજે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. પરંતુ આ પૂર્વે પોલીસ. કમિશ્નર જી એસ મલિક દ્વારા પત્રકાર પરિષદમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ મામલે એલિસબ્રિજ પોલીસ દ્વારા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી હતી અને આરોપીઓને શોધવાની કોશિશ કરી હતી. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે PIને સસ્પેન્ડ કર્યા છે. બે દિવસ પહેલા થયેલા ફાયરિંગના કેસમાં ઢીલી કામગીરી મુદ્દે કાર્યવાહી કરવામાં આવી. એલીસબ્રીજના PI બી.ડી. ઝીલરીયા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવા પોલીસ કમિશનરનું કડક વલણ સામે આવ્યું છે. બીજી તરફ અમદાવાદ કાગડાપીઠ પોલીસ મથકના PI ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. PI એસ એ પટેલ સસ્પેન્ડ થયા છે. ગઈ કાલે બનેલ હત્યાના  બનાવ બાદ DCP ઝોન 6 ના રિપોર્ટ બાદ પોલીસ કમિશ્નર જી એસ મલિકે આદેશ આપ્યા હતા. પોલીસ કમિશ્નર જી એસ મલિક દ્વારા PI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અમદાવાદમાં 2 વર્ષમાં થયેલા ગંભીર ગુના ગુનાનો પ્રકાર વર્ષ 2023 વર્ષ 2024 ટકાવારી ખૂન 97 73 24.07 ટકા ખૂનની કોશિશ 92 74 19.92 ટકા લૂંટ 120 96 21.30 ટકા ઘરફોડ ચોરી 4427 3,150 28.08 ટકા ઠગાઈ 420 384 9.38 ટકા સાઈબર ફ્રોડ 251 119 30.05 ટકા

Ahmedabad

બેથી વધુ વખત હેલ્મેટ વગર પકડાયા તો RTO ઘરે નોટિસ મોકલશે

ગુજરાતમાં ટુ-વ્હીલર ચાલકોમાં જાણે હેલ્મેટ પહેરવાની જાણે જરુરિયાત જ ન હોય તે રીતે લોકો હેલ્મેટ વગર જ ફરે છે. આ દૃશ્યો ગુજરાત હાઈકોર્ટના નજરે આવતા ગુનેગારો વિરૂદ્ધ લાલ આંખ પણ કરવામાં આવી હતી અને ફરજિયાત હેલ્મેટના નિયમનું પાલન થાય તે માટે પોલીસને પણ સજાગ કરવામાં આવી. કમિશનરના જાહેરનામા બાદ પણ ખુલ્લેઆમ હેલ્મેટ વગર ફરતા લોકો વિરૂદ્ધ હવે RTOની કડક કાર્યવાહી શરુ થઈ છે અને બે કે તેથી વધુ વખત હેલ્મેટ વિના પકડાતા ચાલકોને નોટિસ ફટકારી લાયસન્સ સસપેન્ડ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. અમદાવાદ RTO અધિકારી જે. જે. પટેલ સાથે વાત કરતા જાણવા મળ્યું કે, દિવાળી પહેલા જ એટલે કે ઓક્ટોબર મહિનાના અંતમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા RTO કચેરીને લગભગ 3 હજાર જેટલા વાહનચાલકોનો ડેટા આપવામાં આવ્યો છે. જેમાં વિવિધ કારણોસર તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવા પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકોના ડેટા છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિનાના લોકો પહેલી વાર જ્યારે પકડાય છે ત્યારે તેને મેમો આપવામાં આવે છે અને જો બે કે તેથી વધુ વખત એક જ ગુનામાં એટલે કે હેલ્મેટ વિના પકડાશે તો અમદાવાદ RTOને તેમનું લાયસન્સ રદ કરવા ટ્રાફિક પોલીસ જણાવશે અને RTO કચેરી તરફથી વાહન ચાલકના ઘરે નોટિસ આવી શકે છે. અત્યાર સુધીમાં 750 લોકોને હેલ્મેટ વિના વાહન ચલાવવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. આ ચાલકોના લાયસન્સ સસપેન્ડ કરવાની કાર્યવાહી આ મહિનાના અંત સુધીમાં પૂરી કરાશે અને ડિસેમ્બરના અંત સુધીમાં આ તમામ કેસોની કાર્યવાહી પૂર્ણ થશે.

Ahmedabad

 બોપલના ગરોડિયામાં NRIનો બોથડ પદાર્થના ઘા કરી જીવ લીધો

અમદાવાદમાં MICAના વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ વધુ એક હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં દીપક દશરથભાઈ પટેલ નામના વ્યક્તિને બોથડ પદાર્થના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.   આ ઘટના અમદાવાદના બોપલ વિસ્તારના ગરોડિયા ગામની સીમમાં બની હતી. જ્યાં લગભગ બે મહિના પહેલાં જ અમેરિકાથી આવેલા એનઆરઆઈ દીપક દશરથભાઈ પટેલને બોથડ પદાર્થ દ્વારા એક પછી એક ઘા કરી મારી નાખવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન એફએસએલની ટીમને પણ પુરાવા એકઠા કરવા બોલાવી લેવામાં આવી હતી.   દીપક પટેલ બે મહિના પહેલા જ અમેરિકાથી આવ્યા હતા અને ચાલુ મહિને તેઓ ફરી અમેરિકા રવાના થવાની તૈયારી કરી રહ્યા હતા. જોકે તેમની હત્યા કોણે અને કેમ કરવામાં આવી છે તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી અને પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે. 

Ahmedabad

ઓઢવ સીંગરવા રોડ પર ગાય પકડવા ગયેલા PSIને લાફો મારીને વર્દી ફાડી નાખી

આ ગાય અમારી છે કહીને પશુપાલકોએ PSIને લાફો મારીને ઢોર ત્રાસ અંકુશ વિભાગની ટીમ પર હુમલો કરતા ચકચાર મચી ગઇ છે. સીંગરવા રોડ પર ગઇકાલે CNCDની ટીમ અને પોલીસ પર પશુપાલકો હુમલો કરીને ગાય છોડાવીને લઇ ગયા હતા. હુમલાખોરોએ પોલીસ કર્મીની વર્દી પણ ફાડી નાખી હતી. મણીનગર વિસ્તારમાં આવેલા કૈવલ ધામ ટેનામેન્ટમાં રહેતા પ્રશાંત સથવારાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં રિતેશ રબારી, અમિત રબારી (બન્ને રહે, વડવાળી ચાલી, સિંગરવા રોડ, ઓઢવ) સહિત બે લોકો વિરૂદ્ધ હુમલો તેમજ સરકારી કામમાં રૂકાવટ ઉભી કરવાની ફરિયાદ કરી છે. પ્રશાંત સથવારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર ત્રાસ અંકુશ વિભાગ (CNCD)ના ખાતામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે રાબેદામુજબ પ્રશાંત સથવારા તેમની ટીમ અને PSI સહિત પોલીસની ટીમને લઇને વિરાટનગર પૂર્વ ઝોનની ઓફિસથી નીકળ્યા હતા. CNCDની ટીમ ઢોર પકડવા માટે ઓઢવ વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં ઇન્દોર હાઇવે પર જાહેરમાં એક ગાય ઉભી હતી. CNCDની ટીમ ગાયને પકડીને ડબ્બામાં પુરવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન ચાર શખસો આવ્યા હતા. ચારેય શખ્સો આવતાની સાથે કહેવા લાગ્યા હતા કે, જે ગાય તમે પકડો છો તે અમારી છે. ગાયના માલિકે પોતાની ઓળખ રિતેશ આપી હતી. જ્યારે બીજા શખસે પોતાની ઓળખ અમિત અરજણભાઇ આપી હતી. બન્ને જણાએ ગાયને ડબ્બામાં પુરવા દીધી નહીં અને બબાલ શરૂ કરી દીધી હતી. રિતેશ અને અમીત સહિતના લોકોએ CNCDની ટીમ સાથે બબાલ કરી અપશબ્દો બોલવા લાગ્યા હતા. CNCDની ટીમે અપશબ્દો બોલવાની ના પાડતા તે વધુ ઉશ્કેરાયા હતા અને હુમલો કરી દીધો હતો. CNCDની ટીમ પર હુમલો કરીને ગડદાપાટુનો માર મારતા PSI સહિત પોલીસની ટીમ વચ્ચે પડી હતી. PSI આર.એસ.નામદાસ હુમલાખોરોને પકડવા માટે વચ્ચે પડ્યા ત્યારે રિતેશે તેમને ગાલ પર લાફો મારી દીધો હતો. PSIને લાફો મારતા CNCDની ટીમ ચોંકી ઉઠી હતી. PSI સાથે મારામારી કરી તેમની વર્દી પણ ફાડી નાખી હતી. દરમિયાનમાં હુમલાખોરોએ વાતાવરણ તંગ કરીને ગાયને ભગાડી દીધી હતી. હુમલાની આ ઘટના જોઇને આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. જેના કારણે રિતેશ અને અમિત સહિતના લોકો ત્યાથી નાસી ગયા હતા. સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રશાંત સથવારાએ તરત જ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી દીધી હતી. CNCDની ટીમ પર હુમલાની જાણ થતાની સાથે જ ઓઢવ પોલીસની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ઓઢવ પોલીસે આ મામલે રિતેશ, અમીત સહિતના લોકો વિરૂદ્ધ હુમલાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Ahmedabad

ધર્મની આરાધના કર્યા કરો તો દુઃખો અને દોષો ઘટતાં જાયઃપૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શન વિજયજી મહારાજ

પાલડી- પ્રીતમનગર સ્થિત શ્રી કુંથુનાથ જૈન સંઘના નૂતના આરાધના ભવનમાં પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શન વિજયજી મહારાજે ધર્મસભાને સંબોધતા કહ્યું હતું કે, ચોમાસી ચૌદશ આરાધનાનું અનુપમ પર્વ છે. આરાધનામાં આગળ વધવા અને વિરાધનાથી વિરામ પામવા માટે પર્વના મર્મને જાણવા જોઈએ. સત્કાર્ય વિના બક્ષિશ મળતી નથી અને અપરાધ વિના સજા મળતી નથી. પ્રભુની આજ્ઞાનું પાલન કરો તો ગિફ્ટમાં સદગતિ મળે અને આજ્ઞાનો ભંગ કરો તો દુર્ગતિ મળશે. સાગરનું એક મોજું જેમ બીજા મોજાને ઊભા કરે તેમ ચાતુર્માસમાં કરલી આરાધનામાંથી બીજી આરાધના કરવાનો ઉત્સાહ પેદા થાય છે. ઉમંગ, સાહસ અને હિંમત આરાધનાના ક્ષેત્ર વધતા જાય તે સાચી આરાધનાનું ફળ છે. પાણીની ધાર સતત પત્થર ઉપર પડયા કરે તો પત્થરમાં પણ તિરાડ પડે છે તેમ નિરંતર, સદભાવ સહિત અને દીર્ઘકાળ સુધી ધર્મની આરાધના કર્યા કરો તો દુઃખો અને દોષો ઘટતાં જાય છે. આરાધનાનું રીઝલ્ટ એ છે કે દોષોનો ત્રાસ, દોષોનો હ્રાસ અને દોષોનો નાશ થતો જાય. દોષમુક્તિ માટે દોષોનું વિભાજન કરો. જે પાપ છોડવા માટે સંઘર્ષ ન કરવો પડે તે સહજસાઘ્ય કહેવાય. એ માટે થોડુંક સત્ત્વ ફોરવવું પડે. એ માટે મનને મારો, મનને મનાવો અને મનને ચડાવો. કોઈ તમને યાદ કરાવે અને તમે પાપથી પીછેહટ કરો તે સ્મૃતિ સાધ્ય છે. ક્યારેક પાપસ્થાનોમાં તમને જોઈને કોઈ તમને સ્મરણ કરાવે કે તમે અહિં ક્યાંથી ? ખાનદાની પણ પાપોથી અટકવે છે. પાપ પ્રત્યે હૈયામાં કુણી લાગણી હશે તો પાપ છૂટશે નહી. જીવનમાં પરિવર્તન લાવવા માટે સુંદર વાતાવરણ, સારા સલાહકાર, સારી પ્રવૃત્તિ, સારો સંપર્ક અને સારું લક્ષ્ય હોવું જોઈએ. સા૨ા વાતાવરણથી સલાહ બળશે. મિત્ર ઓછા હશે તો ચાલશે પણ દુશ્મન એકેય ન હોવો જોઈએ. જીવન પરિવર્તન એ જ ચાતુર્માસ પરિવર્તન છે.

Ahmedabad

વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે, બ્લેક હેરિયરમાં કાર સાથે દેખાયો આરોપી કોન્ટેબલ વિરેન્દ્ર

અમદાવાદમાં થયેલી MICAના વિધાર્થી પ્રિયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV સામે આવ્યા છે. પ્રિયાંશું જૈન પાર્કિગમાં પાર્ક કરેલા બુલેટને બહાર કાઢી સાથી મિત્ર સાથે બહાર જતો CCTVમાં કેદ થયો છે. તે જ ક્ષણે એક બ્લેક કાર આવી અને ત્યારબાદ પૂરપાટ ઝડપે યૂટર્ન લઈ પરત નીકળી હોવાનું જોવા મળી રહ્યુ છે. CCTVમાં બ્લેક કારમાં કોન્સ્ટેબલ વિરેન્દ્ર સવાર હોવાનું સામે આવ્યું છે. કોન્સ્ટેબલ વિરેન્દ્રએ જ પ્રિયાંશું જૈનની હત્યા કરી હતી.આ અંગે અમદાવાદ અને ગાંધીનગરની બ્લેક હેરિયર કારનો રેકોર્ડ મેળવી પોલીસે પગેરું મેળવ્યું હતું. જેમાં બ્લેક હેરિયર કોન્સ્ટેબલ વીરેન્દ્રની હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ સ્થળોના CCTVમાં હેરિયર કારની મુવમેન્ટ ચેક કરી ગાડી નંબર મેળવવામાં આવ્યો. ગાડી નંબર અને મોબાઈલ CDRના આધારે કોન્સ્ટેબલની હાજરી ઘટનાસ્થળ નજીક હોવાનું પૂરવાર થયું છે. પ્રિયાંશું જૈનના સાથીએ આપેલ વર્ણન પરથી તૈયાર થયેલ સ્કેચને લઈને વિરેન્દ્રસિંહના અન્ય CCTV ફૂટેજ ચેક કરાયા છે. ભારે કવાયત બાદ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પંજાબમાં લોકેટ થયો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને પંજાબથી પકડી પાડ્યો છે. મહત્વનું છે કે જે જગ્યાએ હત્યા થઇ હતી. તેની આસપાસ એક કિલોમીટરમાં કોઇ પણ સીસીટીવી ન હતા. સ્થાનિક સૂત્રો પાસેથી માહિતીના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું બ્લેક કારમાં આવેલી વ્યક્તિએ હત્યા કરી હતી. બાદમાં વિરેન્દ્રસિંહ પઢિયાર તેની કાર અવાવરૂ જગ્યાએ મૂકીને પંજાબ ભાગી ગયો હતો. પરંતુ પોલીસે એક પછી એક કડી જોડતા હત્યાનો ભેદ ઉકેલાયો છે.

Ahmedabad

ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની મંજૂરી વિના જ દર્દીને વાઢકાપ કરતી હતી ખ્યાતિ હોસ્પિટલ

અમદાવાદના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી દ્વારા ખ્યાતિ હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની મંજૂરી લેવામાં આવી જ નહોતી. ખ્યાતિ હોસ્પિટલ અત્યાર સુધી મંજૂરી વિના જ ચાલતી હતી. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની મંજુરી વિના કંઈ રીતે PMJAY યોજનાનો લાભ હોસ્પીટલને આપવામાં આવ્યો તે સૌથી મોટો સવાલ સર્જાયો છે. જિલ્લાના CDMO દ્વારા ખ્યાતિ હોસ્પીટલ પાસે માંગવામાં આવ્યો 2 દિવસમાં ખુલાશો.

Scroll to Top