મુંબઇઃ
સરકારો અને નાગરિકો માટે ટેક આધારિત સેવાઓ પ્રદાન કરવામાં ભૂમિકા નિભાવતી કંપની BLS ઇન્ટરનેશનલએ મંગળવારે જણાવ્યું હતું કે તેણે સંયુક્ત અરબ અમિરાતના વિદેશ મંત્રાલય પાસેથી ડોક્યુમેન્ટ પ્રોસેસિંગ માટેનો કરાર મેળવ્યો છે.
BLS ઇન્ટરનેશનલને ભારતમાં વિવિધ સ્થળો, મુંબઈ તેમજ રશિયામાં સંયુક્ત અરબ અમિરાત (UAE)ના વિદેશ મંત્રાલય માટે દસ્તાવેજોના પ્રમાણીકરણ માટે દસ્તાવેજ પ્રક્રિયા અને વિતરણ સેવાઓ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
આ ભાગીદારીમાં વિદેશ મંત્રાલય માટે દસ્તાવેજ પ્રમાણીકરણ સેવાઓનું સંચાલન અને UAE જતાં વ્યક્તિઓ માટે દસ્તાવેજોની સુરક્ષિત, કાર્યક્ષમ અને સમયસર પ્રક્રિયા સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે એમ BLS ઇન્ટરનેશનલે એક નિવેદનમાં જણાવ્યું હતું.
“UAE ના વિદેશ મંત્રાલય સાથે આ પ્રતિષ્ઠિત કરાર માટે પસંદ થવાને અમે ગર્વલાયક બાબત માનીએ છીએ. આ માન્યતા વૈશ્વિક સ્તરે સરકારી સંસ્થાઓ માટે એક વિશ્વસનીય સહયોગી તરીકે અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.
“અમે કાર્યક્ષમ અને અવિરત સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ, અને અમે દસ્તાવેજ પ્રક્રિયા અને વિતરણના ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખવા માટે વિદેશ મંત્રાલય સાથે નિકટતાપૂર્વક કામ કરવા માટે આતુર છીએ “, એમ BLS ઇન્ટરનેશનલના જોઇન્ટ મેનેજીંગ ડાયરેક્ટર શિખર અગ્રવાલે જણાવ્યું હતું.