Stock Today

Author name: stocktoday@admin

Business

નવા રોકાણકારોમા અમદાવાદ-સુરત સહિત ગુજરાતના ચાર જીલ્લા દેશમાં ટોપ પર

ગુજરાતીમાં સાહસિક છે અને તેથીજ શેરબજારમાં તેઓ પાયોનીયર- રોકાણકાર પણ ગણવામાં આવે છે. જો કે હાલનો સમય રોકાણની દ્રષ્ટિએ નેગેટીવ રહ્યો. ખાસ કરીને આઈપીઓમાં હુંડાઈથી સ્વીગીના આઈપીઓએ લીસ્ટીંગ ગેઈનથી કમાણી કરનારને માટે ધબડકા જેવા બની રહ્યા છતા પણ સપ્ટેમ્બર માસમાં નવા રોકાણકારોની નોંધણીની દ્રષ્ટીએ ગુજરાત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે અને દેશમાં એક માત્ર રાજય એવું બન્યું છે જેના એક-બે નહી પુરા ચાર જીલ્લા નવા રોકાણકારની નોંધણીની દ્રષ્ટીએ ટોપ પર રહ્યા છે. રાજયમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને પ્રથમ વખત ભાવનગર એ નવા રોકાણકારની દ્રષ્ટીએ પુના અને બેંગ્લોર જેવા મેગા સીટીને પણ પાછળ રાખી દીધો છે. ભાવનગર હવે આ રીતે ગુજરાતમાં શેરબજાર રોકાણમાં આગળ વધી રહ્યું છે. ઓગષ્ટની સરખામણીએ સપ્ટેમ્બર માસમાં ભાવનગરમાં 283% વધારા સાથે 30000 નવા રોકાણકાર નોંધાયા હતા અને તેણે પુના-બેંગ્લોરને પણ પાછળ રાખી દીધા છે. અમદાવાદમાં 52000 નવા રોકાણકારોએ શેરબજારમાં એન્ટ્રી કરી છે અને સુરતમાં પણ 130%ના વધારા સાથે 51000 નવા રોકાણકાર નોંધાયા છે. રાજકોટમાં 26000 નવા રોકાણકાર નોંધાયા, જે 193%નો માસીક વધારો છે. દેશમાં કોઈ એક રાજયમાં ચાર-ચાર જીલ્લામાં નવા રોકાણકારોની સંખ્યા આ હદે વધી હોય તેમાં ગુજરાત એક માત્ર છે. રાષ્ટ્રીય દ્રષ્ટિએ દિલ્હીમાં 1.30 લાખ નવા રોકાણકાર નોંધાયા છે. બીજા ક્રમે મુંબઈ 87000 ફ્રેશ ઈન્વેસ્ટર શેરબજારમાં દાખલ થયા છે. આમ શેરબજાર રોકાણમાં ગુજરાતમાં જે ઈન્વેસ્ટર કલ્ચર છે તે સતત વધી રહ્યું છે. શેરબજારમાં ફયુચર-ઓપ્શન ટ્રેડીંગમાં પણ ગુજરાતીઓનો ફાળો મોટો છે. એક સમયે રીયલ એસ્ટેટ અને સોનામાં રોકાણ કરી સલામતી શોધતા હતા પણ હવે લોકો પાસે આવક વધી છે તો તેઓ પક્ષની મૂડીને શેરબજારમાં આપી રહ્યા છે.

india

વિશ્વના શ્રેષ્ઠ 50 કઠોળમાં ભારતના ‘રાજમા’નો જ સમાવેશ

વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ 50 કઠોળની યાદી બહાર પડી છે. આ યાદીમાં ભારતના એકમાત્ર કઠોળ રાજમાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં રાજમાને 14મું સ્થાન મળ્યું છે. લોકપ્રિય મતો અને નિષ્ણાંતોની સમીક્ષાઓના આધારે ‘ટેસ્ટ એટલસ’ નામની ટ્રેડીશ્નલ વાનગીઓ માટેની આ ઓનલાઇન ગાઇડ દ્વારા આ યાદી બહાર પાડવામાં આવી છે. રાજમાને પર 10 મત મળ્યા હતા. એમાંથી 30પ4 યોગ્ય મત ગણાયા હતા એને કારણે 4.રનું રેટીંગ મળ્યું છે. ટેસ્ટ એટલસે યાદીમાં રાજમાને ઉતર ભારતની સૌથી લોકપ્રિય શાકાહારી વાનગી ગણાવી છે. પ્રોટીનનો ખામી દુર કરવા માટે રાજમા સૌથી અકસીર કઠોળ છે એવું તબીબો ઘણીવાર કહેતા હોય છે. 30 ગ્રામ રાજમામાં અંદાજે 7 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. સામાન્ય રીતે રાજભા સંપૂર્ણ પ્રોટીન નથી. પરંતુ ચોખા સાથે ખાવાથી અમીનો એસીડ બને છે અને સંપૂર્ણ પ્રોટીન પ્રોફાઇલ બનાવે છે. યાદીમાં સૌથી પહેલા ક્રમે મેકસીકન સોપા તારાસ્કા છે એને  4.6 પોઇન્ટ મળ્યા છે.

india

ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા પ્રથમ વખત એક જ દિવસમાં ૫ લાખને પાર કરી

રત કૂદકે ને ભૂસકે દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે. ભારતમાં હાલ તહેવારોની સીઝન પૂર્ણાહુતિ અને લગ્નગાળાની સીઝનની શરૂઆત થઈ રહી છે. તેવામાં લોકો ટ્રાન્સપોર્ટેશન માટે હવાઈ મુસાફરીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યાં છે. ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા પ્રથમ વખત એક જ દિવસમાં ૫ લાખને પાર નીકળી છે. ૧૭ નવેમ્બરે ૫ લાખથી વધુ મુસાફરોએ એરલાઈન્સની સેવાઓનો લાભ લીધો હતો. પ્રસ્થાન થયેલ ફ્લાઈટની સંખ્યા ૩૧૭૩ રહી હતી. આ નવા કીર્તિમાનના જોરે ઈન્ટરગ્લોબ અને સ્પાઈસજેટના શેર ઉંચકાયા હતા. એક્સ પ્લેટફોર્મ પર નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ ઐતિહાસિક સીમાચિહ્નની પ્રશંસા કરતા કહ્યું કે, ૧૭ નવેમ્બર, ૨૦૨૪ના રોજ ભારતીય એરલાઈન્સ સેક્ટરે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. એક જ દિવસમાં ૫,૦૫,૪૧૨ સ્થાનિક મુસાફરોએ ઉડાન ભરી છે. પ્રથમ વખત ભારતે ૫ લાખ પેસેન્જરની થ્રેશોલ્ડને વટાવી છે. સેક્ટરની ઝડપી વૃદ્ધિની સાથે હવાઈ મુસાફરી પ્રત્યે ભારતીયોના વધતા વિશ્વાસ અને વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. સપ્ટેમ્બરના ડીજીસીએના આધિકારીક આંકડા પર નજર કરીએ તો એરલાઈન્સ સેક્ટરમાં ઈન્ડિગોનો બજાર હિસ્સો વધીને ૬૩ ટકા થયો છે. એર ઈન્ડિયાનો હિસ્સો ૧૫ ટકા, અકાસા એરનો ૪.૪ ટકા અને સ્પાઈસ જેટનો ૨ ટકા ઘટયો હતો. સપ્ટેમ્બરમાં સ્થાનિક એર પેસેન્જર ટ્રાફિક ૬ ટકા વધીને ૧.૩ કરોડ થયું હતુ.

india

ઓસ્કાર વિજેતા એઆર રહેમાન અને સાયરાના થશે તલાક, લગ્નના 29 વર્ષ બાદ તૂટ્યો સંબંધ

ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાન લગ્નના 29 વર્ષ બાદ પત્ની સાયરા બાનુથી અલગ થવા જઈ રહ્યા છે. રહેમાન અને સાયરાના વકીલે સાર્વજનિક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું છે કે, દંપતીએ તલાક લેવાનો નિર્ણય લીધો છે. પત્નીના કહેવા પ્રમાણે, તે આ સંબંધમાં ઘણી પીડામાંથી પસાર થઈ રહી હતી, જેને સંભાળવી તેના માટે ખૂબ મુશ્કેલ બની ગઈ છે. તેથી તેણે સંબંધ તોડવાનું નક્કી કર્યું છે. એઆર રહેમાનના ચાહકો માટે આ આંચકાજનક સમાચાર છે. જાહેર નોંધ મુજબ, દંપતીનો અલગ થવાનો નિર્ણય અચાનક લેવાયેલો નિર્ણય નથી. સાયરા લાંબા સમયના વિચાર અને સમજણ બાદ આ નિષ્કર્ષ પર પહોંચી છે. તેણીએ તેની પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે તે હવે સંબંધોને બચાવી શકશે નહીં.  લગ્નના ઘણા વર્ષો પછી શ્રીમતી સાયરાએ તેમના પતિ શ્રી એ.આર. રહેમાનથી અલગ થવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. આ નિર્ણય તેમના સંબંધોમાં નોંધપાત્ર ભાવનાત્મક તણાવ પછી લેવાયો છે. એકબીજા પ્રત્યેના ઊંડો પ્રેમ હોવા છતાં, તણાવ અને મુશ્કેલીઓએ તેમની વચ્ચે દરાર પાડી દીધી છે જેને કોઈ પણ પક્ષ હાલના સમયે ઓછી કરી શકવામાં સક્ષમ નથી.  શ્રીમતી સાયરાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેણે પીડા અને વેદનાને કારણે આ નિર્ણય લીધો છે. સાયરા આ પડકારજનક સમયમાં લોકો પાસેથી ગોપનીયતા અને સમજણની વિનંતી કરે છે, કારણ કે તે તેના જીવનના આ મુશ્કેલ પ્રકરણમાંથી પસાર થઈ રહી છે. એઆર રહેમાન અને સાયરાના લગ્ન 1995માં થયા હતા. દંપતીને ત્રણ બાળકો છે – ખતિજા, રહીમા, આમીન. સંગીતકારે કહ્યું હતું કે આ સંબંધ તેની માતાએ નક્કી કર્યો હતો. બંને વચ્ચે ઘણા બધા સાંસ્કૃતિક તફાવત હતા પરંતુ તેમ છતાં તેઓ પોતાના સંબંધોને સારી રીતે જાળવી રહ્યા હતા. સિમી ગ્રેવાલને આપેલા ઈન્ટરવ્યુમાં રહેમાને કહ્યું હતું કે- સાચું કહું તો મારી પાસે દુલ્હન શોધવાનો સમય નહોતો. પરંતુ, મને ખબર હતી કે મારા માટે લગ્ન કરવાનો આ યોગ્ય સમય છે. હું 29 વર્ષનો હતો અને મેં મારી માતાને કહ્યું, ‘મારા માટે કન્યા શોધો.’

india

2025માં 30 શ્રેષ્ઠ ટ્રાવેલ – ડેસ્ટિનેશનમાં ભારતમાંથી માત્ર પોંડિચેરીનો સમાવેશ!!

વિશ્વના ફરવા લાયક સ્થળો અને પ્રવાસન વિશેની માહિતી પૂરી પાડતા વિશ્વવિખ્યાત ટ્રાવેલ-મેગેઝીન લોન્લી પ્લેનેટએ 2025 માટેની બેસ્ટ ઇન ટ્રાવેલ એટલે કે ફરવા માટેનાં શ્રેષ્ઠ 30 સ્થળોન યાદી બહાર પાડી છે. આ યાદીમાં શ્રેષ્ઠ 30 ફરવા લાયક શહેરો, દેશો અને વિસ્તારો સમાવ્યા છે, એમાં ભારતના એક માત્ર પોન્ડિચેરી શહેરનો સમાવેશ થયો છે. આ યાદી પ્રમાણે ફરવા યોગ્ય શ્રેષ્ઠ દેશ તરીકે કઝાખસ્તાન પ્રથમ ક્રમે છે. જ્યારે ફ્રાન્સનું ટુલુઝ શહેર પહેલાં નંબરે છે. જ્યારે ફ્રાન્સનું ટુલુઝ શહેર પહેલાં નંબરે છે. દક્ષિણ ભારતમાં પોન્ડિચેરી ચેન્નઇથી માત્ર 4 કલાકના અંતરે આવેલુ રમણીય શહેર છે. સમૃધ્ધ શહેર અને સંસ્કૃતિના સમન્વય જેવા દરિયાઇ વિસ્તાર પોન્ડિચેરીમાં મુસાફરોને જોઇતી તમામ બાબતો છે. અહીં દરિયાના ભેજની સાથોસાથ સ્થાનિક લોકોના હુંફાળા આવકારનું મિશ્રણ છે તો ફ્રાન્સ અને દક્ષિણ ભારતીય પ્રણાલીનું મિશ્રણ પણ છે. પોન્ડિચેરી 1954 સુધી ફ્રાન્સની આઉટપોસ્ટ હતું. અહીં ફરવા માટે ફેબ્રુઆરી સૌથી શ્રેષ્ઠ મહિનો છે અને ચોમાસા પછી ત્યાંનું વાતાવરણ ઠંડુ અને શુષ્ક રહેતું હોય છે. અહીં રસ્તાની બન્ને બાજુએ વૃક્ષોની હારમાળા, મસ્ટર્ડ રંગની વિલા અને રમણીય સ્થળો આજે પણ ફ્રાન્સ સ્થાપત્ય અને સંસ્કૃતિને વાગોળે છે. પોન્ડિચેરીમાં યુનિવર્સલ ટાઉનશીપ ઓરોવિલની ખાસ મુલાકાત લેવાની ભલામણ કરવામાં આવી છે, જ્યાં દુનિયાભરના લોકો એક સાથે એક પ્રયોગાત્મક સમુદાય તરીકે રહે છે. પોન્ડિચેરીનો ઓરોબિન્દો આશ્રમ પણ મસ્ટ-વિઝિટ જગ્યા છે.

india

જામીન મેળવવાપાત્ર કાચા કામના કેદીઓની જેલમુક્તિનો માર્ગ ખોલતી સુપ્રીમ

દેશની જેલમાં 5.73 લાખ અન્ડર ટ્રાયલ કેદીઓ સુનાવણીની રાહ જુએ છે અત્યંત ગંભીર નહી તેવા અપરાધના કાચા કામના કેદીએ જો જે તે અપરાધની મહતમ સજાના 33થી50% સજા ભોગવી લીધી હોય તો જામીન માટે જેલ સતાવાળાઓજ વિધિ કરશે: મહિલાઓને પ્રાધાન્ય નવી દિલ્હી: દેશની જેલોમાં અન્ડરટ્રાયલ તરીકે (કાચા કામના) સબડતા લાખો કેદીઓની યાતનાઓ પર સંવેદનશીલતા દર્શાવતા સુપ્રીમકોર્ટ તમામ રાજયોના જેલ સતાવાળાઓને જામીન મેળવવા હકકદાર અને ખાસ કરીને મહિલા કેદીઓની ઓળખ કરી તેની માહિતી આપવા આદેશ આપ્યો છે. આ માટે જે તે આરોપ હેઠળના કાચા કામના કેદીએ જેમને તે અપરાધ હેઠળ મહતમ જે સજા થઈ શકતી હોય તેની અડધી સજા પુરી કરી હોય તેને અગ્રતા આપવા જણાવ્યુ છે તથા તેઓને જામીન મળે તે માટે ખાસ કાનૂની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ઋષીકેશ રોયની ખંડપીઠે જણાવ્યું કે અમો એ કેદીઓની ચિંતા કરવા માંગીએ છીએ. જેઓ લાંબા સમયથી જેલમાં સબડે છે અને તેઓ જામીન પાત્ર હોવા છતા પણ જેલ મુક્ત થઈ શકતા નથી. અમો આ કેટેગરીમાં આવતા એક પણ કેદી જેલમાં બિનજરૂરી રહે નહી તે નિશ્ચિત કરવા માંગીએ છીએ. આ માટે સુપ્રીમકોર્ટે જેલના સુપ્રીટેન્ડન્ટને ખાસ ડ્રાઈવ યોજીને જે તે જેલમાં સુપ્રીમની માર્ગરેખા મુજબના કેદીઓની ઓળખ કરવા આદેશ આપ્યો છે તથા તેમના જીવનની વ્યવસ્થા કરવા કાનૂની સહાય પંચ કામ કરશે. ખાસ કરીને ગરીબ તથા કાનૂની સહાયથી વંચિત કેદીઓની મોટી સંખ્યા જેલમાં સબડે છે. ફોજદારી ધારાની કલમ 479 જેમાં જે કાચા કામના કેદી જેઓ અત્યંત ગંભીર અપરાધ સિવાયના અપરાધથી જેલમાં હોય અને ટ્રાયલ કોર્ટ તેમને જામીન આપ્યા ન હોય, અને તેઓ મહતમ સજાની અડધી સજાઓ કાપી ચૂકયા હોય તેને પ્રાથમીકતા આપવામાં આવશે અને તેમાં ત્રીજા ભાગની સજા સુધીની સ્થિતિ પણ ચકાસી શકાશે. આ ઉપરાંત ગંભીર નહી તેવા અપરાધોમાં જેઓએ પ્રથમ વખત આ પ્રકારે ગુન્હો કર્યો હોય તેઓને પણ આ મુક્તિનો લાભ મળી શકશે. આ પ્રકારના કેદીઓની ઓળખ મેળવી તેમની જામીન અરજી તૈયાર કરીને તે જે તે ટ્રાયલ કોર્ટમાં રજુ કરવાની રહેશે અને અદાલત તેમાં આ માર્ગરેખા મુજબ નિર્ણય લેશે અને મહિલા કેદીઓની ચિંતા વધુ કરવા જણાવ્યુ છે. દેશમાં 2022ની ગણતરી મુજબ 5.73 લાખ કેદીઓમાં 4.1% એટલે કે 23772 મહિલા કેદી હતા જેમાં 18થી50 વર્ષના 80% મહિલાઓ છે. આ ઉપરાંત અદાલતમાં જેઓ પર ગંભીર અપરાધોનું ચાર્જશીટ ફ્રેમ થયુ ન હોય અને અદાલતે હળવા અપરાધ માટે ટ્રાયલ નિશ્ચિત કરી હોય પણ જેલનો રેકોર્ડ અપડેટ થયો ના હોય તો તેવા કેદીઓના રેકોર્ડ પણ તાત્કાલીક અપડેટ કરી તેઓએ જામીન મેળવવા યોગ્યને જેલમુક્તિની પ્રક્રિયા કરવા જણાવાયુ છે.

gujarat

જીટીયુના IT વિભાગના સિસ્ટમ એનાલિસ્ટ કેયૂર શાહ સસ્પેન્ડ કરાયા

ટ્રિપલ સી પરીક્ષામાં માર્ક્સ સુધારણામાં ગેરરીતિ મામલે (જીટીયુ)ના આઈટી વિભાગના ભૂતપૂર્વ વડા અને હાલના સિસ્ટમ એનાલિસ્ટ કેયૂર શાહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ મહેસાણા સ્થિત જીપેરી કોલેજમાં ફરજ પર હતા ત્યારે પરીક્ષાના પરિણામમાં માર્ક સુધારવામાં ગેરરીતિ આચરી હતી. ગુજરાત ટેક્નોલૉજિકલ યુનિવર્સિટી (જીટીયુ)એ જણાવ્યું હતું કે, સિસ્ટમ એનાલિસ્ટ (વર્ગ-2) કેયૂર શાહ 14 ઓક્ટોબર 2013થી 15 નવેમ્બર 2022 દરમિયાન આઈટી સેક્શનમાં ફરજ બજાવતા હતા. આ સમયમાં ટ્રિપલ સી પરીક્ષામાં માર્ક સુધારણા માટે આચરવામાં આવેલી ગેરરીતિ, ક્ષતિ સંબંધમાં શિસ્તવિષયક કાર્યવાહી હેઠળ તેમને સક્રિય સેવામાં ચાલુ રાખવા જાહેર વહીવટીના હિતમાં ન હોવાથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત ટેક્નોલૉજિકલ યુનિવર્સિટી (જીટીયુ)એ જણાવ્યું હતું કે, સિસ્ટમ એનાલિસ્ટ (વર્ગ-2) કેયૂર શાહ 14 ઓક્ટોબર 2013થી 15 નવેમ્બર 2022 દરમિયાન આઈટી સેક્શનમાં ફરજ બજાવતા હતા. આ સમયમાં ટ્રિપલ સી પરીક્ષામાં માર્ક સુધારણા માટે આચરવામાં આવેલી ગેરરીતિ, ક્ષતિ સંબંધમાં શિસ્તવિષયક કાર્યવાહી હેઠળ તેમને સક્રિય સેવામાં ચાલુ રાખવા જાહેર વહીવટીના હિતમાં ન હોવાથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. જીટીયુના રજિસ્ટ્રાર કે. એન. ખેરના જણાવ્યાનુસાર, જીટીયુની મહેસાણા સ્થિત જીપેરી કોલેજમાં સિસ્ટમ એનાલિસ્ટ વર્ગ-2 તરીકે ફરજ બજાવતા કેયૂર શાહને ત્રિપલ સી પરીક્ષામાં માર્ક્સ સુધારણામાં ગેરરીતિ બદલ જીટીયુની બીઓજીએ કરેલા નિર્ણય અનુસાર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ જીટીયુ તરફથી આ ત્રિપલ સી પ્રકરણમાં તેમની સામે ખાતાકીય તપાસ કરવામાં આવનાર છે, જેના માટે કમિટીનું એક અઠવાડિયામાં ગઠન કરવામાં આવશે. કમિટી તપાસ પૂર્ણ કરીને જે રિપોર્ટના આધારે અંતિમ નિર્ણય કરવામાં આવશે.

Ahmedabad

શહેરના મુખ્ય રસ્તા ઉપર આવેલાં ૭૪ ટ્રાફિક જંકશનને રુપિયા દસ કરોડના ખર્ચે ડેવલપ કરાશે

અમદાવાદ શહેરના વિવિધ મુખ્ય રસ્તા ઉપર આવેલા ૭૪ ટ્રાફિક જંકશનને રુપિયા દસ કરોડના ખર્ચે ડેવલપ કરાશે.સુરત ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલી ડીઝાઈન મુજબ જંકશન ડેવલપ કરવાની કામગીરી કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર ટ્રાફિક વિભાગ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં આવેલા મુખ્ય રસ્તા ઉપરના ટ્રાફિક જંકશન ઈમ્પ્રુવ કરી ડેવલપ કરવા જંકશન ઉપર ડેડીકેટેડ પેડેસ્ટ્રીયન  ક્રોસીંગ માટેની વ્યવસ્થા કરવા ઉપરાંત સાઈનેજ,રોડ માર્કીંગ, સ્ટોપલાઈન અને ઝીબ્રા ક્રોસીંગ સાથે જંકશન ડેવલપ કરવા સુરત સ્થિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી પાસે ડીઝાઈન તૈયાર કરાવવામાં આવી હતી.જેમાં પ્રથમ તબકકામાં કુલ ૨૯ જંકશન તથા બીજા તબકકામાં કુલ ૪૫ જંકશનની ડીઝાઈન તૈયાર કરવામાં આવી હતી.આ પૈકી પ્રથમ તબકકામાં ૨૯ જંકશનને ડેવલપ કરવાની કામગીરી જે તે ઝોનના ઈજનેર વિભાગ તથા રોડ પ્રોજેકટ વિભાગ દ્વારા ચાલી રહી છે.જંકશન ડેવલપ કરવાની કામગીરી માટે બે વખત નેગોશીએશન કરવામાં આવ્યા પછી રુપિયા ૧૦.૫૨ કરોડના ખર્ચથી અનાયા ઈન્ફ્રાકોનને જી.એસ.ટી.અલગથી ચૂકવવાની શરત સાથે કામગીરી આપવા રોડ કમિટીએ મંજૂરી આપી છે.

Ahmedabad

ચંડાળો તળાવ પાસે અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મઃ બે આરોપીને આજીવન કેદ

અમદાવાદચંડાળો તળાવ પાસે પ્રશ્ચિમ બંગાળની અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ આચરીને મરધી કાપવાની છરીથી કાપી નાંખવાની ધમકી આપનાર ઈરાન કલામીંયા શેખ અને મહાબુર ખુશદીલ શેખને અત્રેના અધિક સત્ર ન્યાયાધીશ પ્રકાશ ખુબચંદ ખાનચંદાણીએ ગુનેગાર ઠરાવીને આજીવન કેદની સજા અને કુલ વીસ હજાર દંડ ફટકાર્યો છે. આ કેસની વિગત એવી છે કે, ચંડોળા તળાવ પાસે રહેતા અસ્થિર મગજની યુવતીને ત્યાં જ રહેતા ઈરાન કલામીંયા શેખ અને મહાબુર ખુશદીલ શેખ તેનીના ઘરે વારા ફરતી આવીને મરઘી કાપવના છરીથી મારી નાંખવાની ધમકીઓ આપીને દુષ્કર્મ આચરતા હતા. ભોગ બનેલી યુવતીને પેટ બહાર આવતા અને ઉલ્ટીઓ થતા તેના પરિવારે તેને સમજાવીને પુછપરછ કરી હતી ત્યારે અસ્થિર મગજની યુવતીએ કહ્યુ કે, ફરિયાદી ભીખ માંગવા બહાર જતા ત્યારે ઈરાન કલામીંયા શેખ અને મહાબુર ખુશદીલ શેખ ઘરે અલગ અલગ સમયે આવતા હતા અને દુષ્કર્મ આચરતા હતા. આ ઉપરાંત આ વાત કોઈને કહીશ તો મરઘી કાપવાની છરીથી મરધી કાપે તેમ કાપીને જાનથી મારી નાંખીને ચંડોળા તળાવમાં ફેંકી દેશે તેવી ધમકી આપતા હતા. જે અંગે ઈસનપુર પોલીસ મથકમાં ભોગ બનેલી યુવતીના પરિવારે ફરિયાદ કરી હતી. પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા. દરમ્યાનમાં બન્ને આરોપીઓ સામે કેસ ચાલતા સરકારી વકીલ મીનલ ભટ્ટે ૧૩ સાક્ષીઓ અને ૩૧ દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે, અંશત ઃઅસ્થિર મગજની યુવતી પર અવાર-નવાર એટલે કેસ પાંચ માસ સુધી દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી. જેના પગલે એક પુત્રનો જન્મ થયો હતો. જે એક માસ પહેલા મૃત્યુ પામ્યો છે. ભોગ બનનાર તથા તેનીના મૃત્યુ પામનરા પુત્રના ડીએનએ આરોપી ઈરાન કલામીંયા શેખ સાથે મળતો આવે છે. આમ આરોપી ઈરાન શેખ તેનો જૈવિક પિતા હોવાનું રેકર્ડ ઉપર પુરવાર થાય છે. બન્ને આરોપીઓ સામે ગુનો પુરવાર થતો હોય સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવી જરૂરી છે. ત્યારબાદ કોર્ટે બન્ને આરોપીને ગુનેગાર ઠરાવીને આજીવન કેદની સજા ફટકારી છે. સુસંસ્કૃત સમાજ માટે લાંછનરૂપ છે તે કોઈપણ સંજોગોમાં સાંખી શકાયઃસેશન્સ કોર્ટ કોર્ટે બન્ને આરોપીને ગુનેગાર ઠરાવીને નોંધ્યુ હતુ કે, ભોગ બનનાર બનાવ સમયે અંશતઃ અસ્થિર મગજની હતી અને આરોપીઓ તેનીની માનસિક અવસ્થાનો ગેરલાભ લઈ ફરિયાદીની ગેરહાજરીમાં પાંચેક માસ સુધી શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. જેના સ્વરૂપે એક પુત્રને જન્મ આપેલ હતો જે એક માસની અંદર જ ગુજરી ગયો હતો. આ તમામ કૃત્ય આરોપીઓએ ભોગ બનનારને ચાકુથી ડરાવી ધમકાવી આચરેલ હતો. સુસંસ્કૃત સમાજ માટે લાંછનરૂપ છે તે કોઈપણ સંજોગોમાં સાંખી શકાય તેમ નથી. ફરિયાદી ભીખ માંગીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેા સંજોગોમાં આવા ગરીબ વર્ગના પરિવાર સાથે બનેલ આ કમનસીબ ઘટના ફરિયાદ પક્ષે પુરવાર કરી છે. આરોપીઓને જો ઓછી સજા કરવામાં આવે તો સમાજમાં તેની વિપરિત અસર પડે તેમ છે અને આવું કૃત્ય કરનારાઓને પ્રોત્સાહન મળી રહે. જેથી આરોપીઓને કાયદામાં મુકરર કરેલ સજા ફરમાવવી ન્યાયહિતમાં વ્યાજબી જણાય છે. ભોગ બનેલી અસ્થિર મગજની યુવતીને અસહ્ય વેદના અને પીડા ભોગવી પડી હોય ગુજરાત કાનુની સેવા સત્તા મંડળને વ્યાજબી વળતર ચુકવવા માટે ભલામણ કરવામાં આવે છે.

india

જીવનસાથીની શોધમાં એક વાઘની મહારાષ્ટ્રથી તેલંગાણા સુધી 300 કિમીની સફર

હૈદરાબાદ : જોની નામનાં 6 – 8 વર્ષનાં નર વાઘે માદા વાઘ માટે મહારાષ્ટ્રનાં નાંદેડ જિલ્લાનાં કિનવાટ તાલુકાથી તેલંગાણાના અદિલાબાદ જિલ્લાનાં ઉત્નૂર સુધી 300 કિમીથી વધુની મુસાફરી કરી જેનાથી સ્થાનિકોમાં ચિંતા ઉભી થઈ છે.  આદિલાબાદ જિલ્લા વન અધિકારી પ્રશાંત બાજીરાવ પાટીલે જીવનસાથીની શોધમાં વાઘની મુસાફરીની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, “નર વાઘ ઘણીવાર શિયાળામાં સમાગમની મોસમ દરમિયાન આટલી લાંબી મુસાફરી કરે છે, જ્યારે તેઓ તેમનાં પ્રદેશમાં કોઈ માદા વાઘ નથી મળતી ત્યારે જીવનસાથીની શોધમાં વાઘ આટલી લાંબી મુસાફરી કરતાં હોય છે.  જોનીએ ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં તેની મુસાફરી શરૂ કરી હતી, એમ વન અધિકારીઓએ જણાવ્યું હતું. શરૂઆતમાં આદિલાબાદના બોથ મંડલના જંગલોમાં જોવામાં આવ્યો હતો, વાઘ ઉટનૂરમાં પ્રવેશતાં પહેલાં નિર્મલ જિલ્લામાં કુન્તલા, સારંગાપુર, મમદા અને પેંબી મંડળમાંથી પસાર થયો હતો. વાઘે હૈદરાબાદ-નાગપુર નેશનલ હાઈવે 44 પાર કર્યો અને હવે તે તિર્યાની વિસ્તાર તરફ આગળ વધી રહ્યો હોવાનું વનકર્મીઓએ જણાવ્યું હતું. વન અધિકારીઓએ સમજાવ્યું કે, નર વાઘ માદા વાઘ દ્વારા 100 કિમી દૂરથી છોડવામાં આવતી ખાસ ગંધ શોધી શકે છે, જે તેમને સંભવિત સાથીઓ માટે માર્ગદર્શન આપે છે. જોનીની સફર માત્ર પ્રેમ વિશે ન હતી. તેણે અત્યાર સુધીમાં પાંચ ઢોર માર્યા અને ગાયોનો શિકાર કરવાના ત્રણ નિષ્ફળ પ્રયાસો કર્યા હતાં. તાજેતરમાં, તે ઉટનૂરના લાલટેકડી ગામ પાસે એક રસ્તો ક્રોસ કરતો જોવા મળ્યો હતો. વન અધિકારીઓએ જણાવ્યું હતું કે, જીવનસાથીની શોધ કરતાં વાઘ મનુષ્યો માટે જોખમી નથી. પ્રશાંત બાજીરાવે કહ્યું, “અમે લોકોને વિનંતી કરીએ છીએ કે વાઘનો સામનો ન કરો અને ગભરાશો નહીં .” Related News

Scroll to Top