2014માં અમદાવાદનાં ગીતામંદિર વિસ્તારમાંથી ગૂમ થયેલી જલધિ ત્રિવેદીની કોઈ ભાળ મળતી નહીં હોવાથી કલોઝર રિપોર્ટ ભરીને સીબીઆઈ કોર્ટમાં રજૂ કર્યો હતો.જેમાં અમદાવાદ સીબીઆઈ કોર્ટએ સીબીઆઈનો કલોઝર રિપોર્ટ નામંજૂર કરીને કેસની ગંભીરતા ધ્યાને લઈને ગૂમ થયેલ જલધિનો ટેકનોલોજી અને સાઈબર ક્રાઈમની મદદથી વિસ્તૃત તપાસ કરવા માટે નિર્દેશ આપ્યો છે. કોર્ટે નોંધ્યુ છે કે, હાલના યુગની તમામ ટેકનોલોજીથી માહિતગાર ઉચ્ચ અધિકારીઓ મારફતે વધુ તપાસ કરીને 60 દિવસમાં તપાસનો રિપોર્ટ રજૂ કરવો.
સીબીઆઈના તપાસના દસ્તાવેજો જોતા પાસપોર્ટના ફીગરપ્રીન્ટ આધારે પુરતી તપાસ કરી નથી એફએસએલ અધિકારીને સાથે રાખી હાલના ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજીનનો ઉપયોગ કરી વિસ્તૃત તપાસ કરી નથી. સાઈબર ક્રાઈમના અધિકારીને સાથે રાખી ભોગ બનનારના સોશીયલ મીડીયાના કોઈ એકાઉન્ટની પુરતી તપાસ થઈ નથી, તપાસનીશ અધિકારીએ પોતો ગૂમ થયેલ જલધિના પાસપોર્ટનાં ફીગરપ્રીન્ટ આધારે અન્ય નામથી બીજો પાસપોર્ટ બનેલ છે કે કેમ ?તે અંગે તપાસ કરવા પાસપોર્ટ ઓથોરીટીને લેટર લખેલો, તેમાં પાસપોર્ટ ઓથોરીટી તરફથી ફીગરપ્રીન્ટની માહીતી શેર કરવા અંગે કોઈ પ્રોવીઝન નથી તેવો લેટર આવેલ હોવાનું જણાવ્યુ છે પરંતુ પાસપોર્ટ ઓથોરીટીમાં તપાસ કરવા મીનીસ્ટ્રી ઓફ હોમ ડીપાર્ટમેન્ટ કે મીનીસ્ટ્રી ઓફ એકસર્નલ અફેર્સની કોઇ પરવાનગી લીધી નથી.
અમદાવાદની રહેવાસી હર્ષ ત્રિવેદીની દીકરી છે. જલધિ તેની મિત્ર નેહા સાથે 4થી ઓકટોબર 2014માં ગુમ થઇ હતી. નેહા 5 દિવસ પછી મળી આવી હતી પણ જલધિ હજુ ગુમ છે. જલધિ અમદાવાદનાં કાંકરિયા પાસેનાં જીતનાથ મહાદેવથી ગુમ થઇ હતી. ગુમ થયાંને 4 વર્ષ વીતી ગયા છતાં જલધિની હજુ કોઇ ભાળ નથી મળી. ગુજરાત પોલીસ તેને શોધી શકી નથી. ગુજરાત હાઇકોર્ટે આ કેસ માનવ તસ્કરીનો ગણીને CBIને ગતતા.7-2-2018ના રોજ સોંપ્યો હતો. અમદાવાદની કાગડાપીઠ પોલીસે ગતતા.4-10-2014ના રોજ ગુનો નોંધીને જલધિને શોધવામાં નિષ્ફળ રહી હતી. પછી આ કેસની તપાસ CID ક્રાઇમને સોંપાઇ હતી. સીબીઆઈએ નવેસરથી ગુનો નોંધીને ફરિયાદી, ભોગ બનેલ જલધિના પરિવાર, તેની બહેનપણી સહિતના નિવેદનો લીધી હતા, ગુજરાત પોલીસે કરેલ તપાસના દસ્તાવેજો મેળવીને તપાસ કરી હતી આમ છતા જલધિની કોઈ ભાળ નહીં મળતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તા.31-12-2021ના રોજ કલોઝર રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં કોર્ટે ફરિયાદીને નોટિસ કાઢતા તા.31-7-2023ના રોજ કલોઝર રિપોર્ટ સામે કોઈ વાંધો નથી. જો કે, ગુમ થયેલ જલધિના પિતા હરેશભાઈ ત્રિવેદીએ કોર્ટમાં હાજર થઈને કહ્યુ કે કલોઝર રિપોર્ટ સામે વાંધો છે, મારી પુત્રી ગુમ થઈ છે અને તેનો પત્તો આજદિન સુધી લાગી નથી,હાઈકોર્ટે સીબીઆઈને વિસ્તૃત તપાસ કરવા માટે નિર્દેશ આપ્યો હતો.
સીબીઆઈના કલોઝ રિપોર્ટમાં ગુમ થયેલ જલધિ વિદેશ ગઈ છે કે મરણ ગયેલ છે તેમ કોઈ જગ્યાએ જણાવ્યુ નથી ગુમ થનાર ભારત દેશમાં હોવાનું કે કોઈ ત્રાહિત દ્વારા કેદ કરી રાખેલ હોવાનું અન્યથા પાસપોર્ટ મેળવી વિદેશ મોકલેલ હોવાનું જણાય છે. હાલના પ્રવર્તમાન સમયમાં ટ્રાવેલીંગ, હોસ્પિટલાઈઝેશન અને કોઈ પણ વ્યકિતને લાભા માટે અતિ આવશ્યક એવો ઓળખ પુરાવા તરીકે આધાર કાર્ડ અને પાસપોર્ટ તરીકે પ્રથમ જરૃરિઆત છે તે બાબતે સીબીઆઈ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નથી, સીબીઆઈએ 56 નિવેદનો અને 442 દસ્તાવેજી પુરાવા રજૂ કરીને કલોઝર રિપોર્ટ રજૂ કર્યો છે.જે નામજૂર કરીને વધુ તપાસ કરવા માટે હુકમ કરવો જોઈએ. ત્યારબાદ કોર્ટે સીબીઆઈનો કલોઝર રિપોર્ટ નામજૂર કરીને વધુ તપાસ કરવા માટે હુકમ કરીને 60 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
નક્કર માહિતી માટે 10 લાખ રૂપિયાનું અને પરિવારે ૨ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી
4 ઓક્ટોબર 2014 ના રોજ સાંજે 6 વાગ્યે તેમના ટ્યુશન ક્લાસ પૂરા થયા પછી, છોકરીઓ ગુમ થઈ ગઈ. માતા-પિતા દ્વારા મેળવેલા સીસીટીવી ફૂટેજમાં 7 ઓક્ટોબરના રોજ સવારે 4.50 વાગ્યે કાલુપુર રેલ્વે સ્ટેશનથી બંને છોકરીઓ બહાર આવતી દેખાય છે. પોલીસને આપેલા નિવેદનમાં, બીજી છોકરીએ દાવો કર્યો હતો કે જલધી પરિવારના ઠપકોથી ડરતી હતી અને તેથી તેણે તાત્કાલિક ઘરે ન ફરવાનું પસંદ કર્યું. તેણીએ કથિત રીતે તેની બેગ બીજી છોકરીને આપી દીધી હતી – જેમાં જલધીએ કથિત રીતે લખેલી એક સુસાઇડ નોટ પણ હતી જેમાં કહ્યું હતું કે તે સાબરમતી નદીમાં પોતાનું જીવન સમાપ્ત કરશે.”સીસીટીવી ફૂટેજ જલધીને જીવંત બતાવતું છેલ્લું હતું. એક માહિતી મુજબ, તે વટવા રેલ્વે સ્ટેશન નજીક જોવા મળી હતી, પરંતુ તેની પુષ્ટિ થઈ શકી નથી. અમે પોલીસ એજન્સીઓને એકત્ર કરવામાં કોઈ કસર છોડી ન હતી.સીબીઆઈએ એજન્સીએ પહેલાથી જ તેના વિશે કોઈ નક્કર માહિતી માટે 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરી દીધું છે, જ્યારે પરિવાર ૨ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી