ગુજરાતની સેંકડો ઝુંપડપટ્ટીઓમાં રહેતા લોકોને ઓછી ગરમી લાગશે. એક અનોખા પ્રયોગ અંતર્ગત ઝુંપડપટ્ટીઓની છતો પર સફેદ રંગ ચડાવવામાં આવી રહ્યો છે.
આ સફેદ રંગમાં મોજૂદ ટાઈટેનિયમ ડાઈ ઓકસાઈડ જેવા ખાસ કેમીકલ સૂર્યના કિરણોને પરાવર્તિત કરી દેશે, જેથી ઝુપડી ઓછી તપશે. આ પ્રયાસ અંતર્ગત અમદાવાદના 400 ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો.
સંશોધકોએ જોયું કે, કેવી રીતે ઘરની અંદરની ગરમી લોકોના સ્વાસ્થ્યની સાથે સાથે તેમની આર્થિક સ્થિતિને પણ બગાડી નાંખે છે. સ્વિટઝર્લેન્ડની હઈડલબર્ગ યુનિવર્સિટીની મહામારી વિશેષજ્ઞ અદિતી બંકરે જણાવ્યું હતું કે, હવે ઘરની અંદર લોકો ગરમી સહન કરી રહ્યા છે.
ભારતમાં જલવાયુ પરિવર્તનની અસર ગરમીની ઋતુમાં જોવા મળી રહી છે. જયારે તાપમાન 46 ડિગ્રી સુધી કે તેથી વધુ થઈ જાય છે.