
વોશિંગ્ટન : યુ.એસ. કોંગ્રેસ (નીચલા ગૃહ)માં પૂર્ણ બહુમતી ધરાવતાં ડોનાલ્ડ ટ્રમ્પ જાણે ‘વિશ્વ-વિજય કૂચ’ કરી આવ્યા હોય, એવી ઠકરાશ સાથે ગૃહમાં દાખલ થયા, ત્યારે રિપબ્લિકન કોંગ્રેસ સભ્યોએ તેમની ‘જય જયકાર’ કરી. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ વાન્સે તેમની પ્રશંશા કરી અને પછી ટ્રમ્પે ભાષણ આપ્યું. જેમાં ટ્રમ્પે મોટીમોટી ડાંફશો મારી.
(1) હું અમેરિકાને પાછું ‘મહાન’ બનાવીશ.
(2) અત્યાર સુધીની સરકારોએ જે ‘ઢીલાશ’ દાખવી છે, તેનો હું અંત લાવીશ.
(3) સરકારની કામગીરીની સમીક્ષાનું મંત્રાલય સંભાળતા મિત્ર ઇલોન મસ્ક ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે.
(4) કેનેડા, ચીન, ભારત, મેક્સિકો જેવાં દેશો જે અમેરિકન માલ પર ટેરિફ લગાવી રહ્યા છે, તેમણે હવે એટલાં જ ટેરિફ માટે તૈયાર રહેવું પડશે.
(5) હું તારીખ 2 એપ્રિલ થી તેમની પર સમાન ટેરિફ લાદીશ. 1 એપ્રિલનો દિવસ ‘એપ્રિલફૂલ ડે’ છે એટલે એમને એ એક દિવસની છૂટ આપું છુ અને થોડુક વધુ નુકશાન સહન કરું છુ.
(6) ભારત 100 ટકા ટેરિફ લાદનારો ‘ટેરિફ કિંગ’ છે. પાકિસ્તાને ‘એબે ગેટ બોમ્બધડાકા’ના આરોપીને પકડવામાં જે મદદ કરી છે તે બદલ તેનો આભાર.
કેનેડા, મેક્સિકો, યુરોપીયન યુનિયન અને ચીનના સણસણતા જવાબો:
કેનેડાએ યુ.એસ.માંથી આવતાં માલ પર ભારે ભરખમ ટેરિફ લાદવાની ચેતવણી આપી. કેનેડાની સરહદ સાથે જોડાયેલ યુ.એસ.ના રાજ્યોને વીજળીનો પૂરવઠો બંધ કરવાની ચેતવણી ઉચ્ચારી. તેનાથી યુ.એસ.ના ઓછામાં ઓછા બે રાજ્યોમાં અંધારપટની સ્થિતિ સર્જાવાની દહેશત ઊભી થઈ. કેનેડામાં યુ.એસ.ની કંપનીઓનો માલ વેચાતો બંધ થઈ ગયો છે.
મેક્સિકોમાં યુ.એસ.ની અનેક કંપનીઓ, ખાસકારીને મોટરકાર ઉત્પાદકો, એ પોતાના પ્લાન્ટ સ્થાપ્યા છે. સસ્તાં માનવશ્રમનો લાભ મેળવી યુ.એસ.ની કંપનીઓ પોતાની ઊંચી નફાકારકતા જાળવી રાખે છે. મેક્સિકોએ આ પ્લાન્ટસમાંથી બહાર જતાં માલસામાન પર મસમોટું ટેરિફ લાદવાની ધમકી ઉચ્ચારી. જો આમ થયું, તો ટ્રમ્પ વૈશ્વિક ઓટોમોબાઈલ બજારમાં જે ભારતીય કંપનીઓને પછાડવાની ખેવના રાખી રહ્યા છે તેના પર પાણી ફરી વળે.
યુરોપીયન યુનિયને અરસપરસ વેપાર વધારવાની, યુક્રેનને સહાય ચાલુ રાખવાની કટિબદ્ધતા દર્શાવી. તેમણે કેનેડા, ભારત જેવાં દેશો સાથે વેપાર વધારવા પ્રયત્નો આદર્યા.
સહુથી જડબાતોડ જવાબ ચીને આપ્યો. “અમે ટેરિફ વોર, ટ્રેડ વોર કે કોઈપણ વોર માટે તૈયાર છીએ.”
ટ્રમ્પનો યુ-ટર્ન …
ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોના ઉત્પાદનો પર લાદવાના ટેરિફ-વધારા હાલ પૂરતાં મોકૂફ રાખ્યા.