વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જામનગરની મુલાકાતે આવ્યા હતા. એરફોર્સ સ્ટેશન ખાતે તેમનું આગમન થતાં મહાનુભાવોએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી પાઇલટ બંગલા સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો. મોદીની એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. વડાપ્રધાન મોદીએ સર્કિટ હાઉસ ખાતે રાત્રિરોકાણ કર્યું હતું. એ બાદ સવારે વનતારાની મુલાકાત લીધી હતી.વનતારા કન્વર્ઝેશન સેન્ટરનું વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ. પીએમએ અંદાજે 7 કલાક જેટલો સમય વનતારામાં વિતાવ્યો હતો, જેનો વીડિયો આજે સામે આવ્યો છે. વીડિયોમાં અનંત અંબાણી વડાપ્રધાનને વનતારા વિશે માહિતી આપતો જોવા મળી રહ્યો છે.