દેશના વકીલઆલમના ઇતિહાસમાં સો પ્રથમ વાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા યોજાનારા ઐતિહાસિક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમીત શાહ દ્વારા 9 ફેબ્રુઆરીના રોજ અડાલજ ખાતે આવેલ દાદા કન્વીકશન સેન્ટરમાં એકસાથે 11,300 નવનિયુકત વકીલોને શપથ લેવડાવશે. વકીલોના શપથ સમારોહમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કાયદા મંત્રી રૂષિકેષ પટેલ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અને સાંસદ સભ્ય મનનકુમાર મીત્રા, સોલિસીટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતા, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી ઉપસ્થિત રહેશે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલે જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં ગુજરાતમાં એકસાથે 11,300 વકીલોનો શપથ સમારોહ યોજાવામાં આવ્યો છે. આ સમારોહમાં દેશની તમામ બાર કાઉન્સિલના હોદ્દેદારો, બીસીઆઇના સભ્યો, રાજયના 272 બારના હોદ્દેદારો સહિત મોટી સંખ્યમાં વકીલો હાજર રહેશે. નવનિયુકત વકીલોના શપથ સમારોહને કારણે તેઓ વકીલાતની પ્રેક્ટિસ સારી રીતે અને ગરિમાપૂર્ણ રીતે કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા એક મહિનાથી બાર કાઉન્સિલના ચેરમેન સતત મહેનત કરી રહ્યા છે. દેશનો ઇતિહાસ સાક્ષી પુરે છે કે, કોઇપણ પ્રકારની ક્રાંતિમાં વકીલો પ્રથમ હરોળમાં હોય છે. અને દેશની તમામ રાજકીય પાર્ટીની પ્રવકતાઓ પણ મોટાભાગના વકીલો છે.