સેટેલાઈટ ઈન્ટરનેટ ક્ષેત્રે દેશમાં ટેલીકોમ્યુનીકેશન ક્ષેત્રે નવી સ્પર્ધાની તૈયારી : જો કે સેવા મોંઘી હશે : રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદાઓ પર વાતચીત
નવી દિલ્હી: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ બાદ હવે ટેસ્લા એ ભારતમાં પ્રવેશની તૈયારી કરી છે અને તેની પાછળ પાછળ જ મસ્કની વધુ એક કંપની સ્ટારલિંક પણ ભારત આવી રહી છે. ઈ-કાર નિર્માણમાં વિશ્વમાં અગ્રણી ટેસ્લાએ મુંબઈ-દિલ્હીમાં શો રૂમ ખોલી હાલ આયામી રેડીમેઈડ કાર વેચવાનો પ્રારંભ કરશે.
બાદમાં પાંચ વર્ષમાં જ ભારતમાં એસેમ્બલી – ઉત્પાદન પ્લોટ સ્થાપી દેશે તે સરકારની નીતિ પર આગળ વધશે તેમ માનવામાં આવે છે તો દેશમાં ઈન્ટરનેટ સહિતની ટેલીકોમ્યુનીકેશન સેવાઓ સ્ટારલિંકના આગમનથી નવી સ્પર્ધા સર્જાશે. સ્ટારલિંક એ સેટેલાઈટ મારફત ઈન્ટરનેટ સેવા આપતી વિશ્વની સૌથી મોટી કંપની છે.
કંપનીઓએ 5000થી વધુ નાના ઉપગ્રહ (સેટેલાઈટ) છે જેના આધારે ધરતી પર તે સેવા આપે છે અને વિશ્વના 100 દેશોમાં હાલ સ્ટારલિંક મોજૂદ છે. જો કે આ સેટેલાઈટ આધારિત ઈન્ટરનેટ સેવા કેટલી સસ્તી હશે તે પ્રશ્ન છે પણ ભારતમાં બિઝનેસ કરવો હોય તો સ્ટારલિંક એ સ્પર્ધામાં આવવું પડશે.
તો બીજુ મહત્વનું પાસું રાષ્ટ્રીય સુરક્ષા અંગેનું છે તેના નેટવર્કનું મોનેટરીંગ ભારત પાસે હોય તે જરૂરી છે. લશ્કરી તથા અન્ય સંવેદનશીલ મથકોની માહિતી આ પ્રકારે ઉપગ્રહ મારફત મેળવી શકે નહી તે નિશ્ચિત કરવું પડશે.
ખાસ કરીને ભારતીયોના ડેટાનાં તે કઈ રીતે ઉપયોગ કરે છે. હવે એલન મસ્ક હાલ જે પ્રકારે ટ્રમ્પ ઈફેકટ છે તેનો લાભ લઈને ભારત જે તેના માટે મોટુ માર્કેટ છે તેમાં ઘુસવા માંગે છે.
સ્ટારલિંકની સેવા લેવા તમારે રાઉટર જેવું સાધન ખરીદવુ પડશે તો તેનો ઈન્વેલેશન ખર્ચ તથા માસીક સેવા ચાર્જ પણ આપવો પડશે જેથી હબ આપણે જે રીતે ઈન્ટરનેટ સેવા મોબાઈલ કે પછી ફાયબર કેબલ મારફત મેળવીએ છીએ તેના કરતા સીધી સેટેલાઈટ મારફત મળી શકશે. જેથી સ્પીડ અસાધારણ હશે. જો કે ભારતમાં હવે રિલાયન્સ અને એરટેલ પણ આ પ્રકારે સેવા આપવા તૈયારી કરી રહ્યું છે.