નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રિર્પોર્ટ જાહેર કર્યો
બજેટ પૂર્વે આજે 2024-25 માટેનો આર્થિક સર્વેદેશના કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યો છે. જેમાં તેમણે દેશનો જીડીપી ગ્રોથ સ્થિરપણે વધી રહ્યો હોવાનું જણાવ્યું છે. આવતીકાલે 2025-26 માટે કેન્દ્રી બજેટ રજૂ કરશે. જેમાં કરદાતાઓથી લઈને ખેડૂતો, મહિલાઓ અને યુવાનો સુધીના દરેક માટે મોટી જાહેરાતો કરે તેવી અપેક્ષા છે.લોકસભામાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2025-26 માટે દેશનો જીડીપી ગ્રોથ 6.3 ટકાથી 6.8 ટકાના દરે વધવાનો અંદાજ વ્યક્ત થયો છે. તેમજ જીએસટી કલેક્શન 11 ટકા વધી રૂ. 10.62 લાખ કરોડે પહોંચવાનો અંદાજ આપ્યો છે.
જીએસટી કલેક્શન આગામી નાણાકીય વર્ષમાં 11 ટકા વધી રૂ. 10.62 લાખ કરોડે પહોંચશે. સર્વેમાં નીતિગત સુધારાઓ અને આર્થિક સ્થિરતાની દિશામાં સરકારના પ્રયાસો રેખાંકિત કરે છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે જીડીપી ગ્રોથ 6.5 ટકા રહેવાનો અંદાજ આપ્યો છે, જ્યારે વર્લ્ડ બેન્કે 6.7 ટકા રહેવાનો અંદાજ આપ્યો છે. પીએમઆઈ સતત 14માં મહિને વધ્યો છે. સર્વિસ સેક્ટર મજબૂતાઈ સાથે આગળ વધી રહ્યુ છે. પરંતુ મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ નબળી પડી છે. કુલ GVAએ નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિકમાં મહામારી પૂર્વેની સ્થિતિ પરત મેળવી છે.ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ 7.1 ટકા નોંધાયો છે. જુલાઈ-નવેમ્બર, 2024માં કેન્દ્ર સરકારનો મૂડી ખર્ચ 8.2 ટકા વધ્યો છે. જેમાં વધારો થવાની શક્યતા છે. સ્થિર કિંમતો પર ગુડ્સ અને સર્વિસની નિકાસ પણ છ માસમાં 5.6 ટકા વધી છે. આયાત પણ 0.7 ટકા વધી છે.ડિસેમ્બરમાં છૂટક મોંઘવારીનો દર 4 મહિનાના નીચલા સ્તરે રહ્યો. ગયા મહિને મોંઘવારી ઘટીને 5.22% થઈ. નવેમ્બરની શરૂઆતમાં મોંઘવારીનો દર 5.48% હતો, જ્યારે 4 મહિના પહેલાં ઓગસ્ટમાં મોંઘવારીનો દર 3.65% હતો.
ભારતનો પહેલો આર્થિક સર્વે 1950-51માં કેન્દ્રીય બજેટના ભાગ રૂપે રજૂ કરવામાં આવ્યો હતો, જોકે 1964થી સર્વેક્ષણને કેન્દ્રીય બજેટથી અલગ કરવામાં આવ્યું હતું. ત્યારથી બજેટ રજૂ કરવાના એક દિવસ પહેલાં જ આર્થિક સર્વેક્ષણ બહાર પાડવામાં આવે છે.સરકાર સર્વે રજૂ કરવા અને એમાં કરવામાં આવેલાં કોઈપણ સૂચનો કે ભલામણો સ્વીકારવા માટે બંધાયેલી નથી. જો સરકાર ઇચ્છે તો એમાં આપેલાં તમામ સૂચનોને નકારી શકે છે છતાં એ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે એ ગયા વર્ષના અર્થતંત્રનો હિસાબ આપે છે.
Serving Clients Nationwide with Excellence
Vivid Media Solutions: NYC’s premier digital media experts. Creating engaging content for your brand.
New York City
Vibrant NYC: The hub of Vivid Media Solutions’ creative endeavors.
Queens
Vibrant Queens: Delivering top-notch digital media solutions to diverse communities.
Manhattan
Vivid Media Solutions: Creating captivating digital content for Manhattan.
Brooklyn
Brooklyn: Amplify your message with captivating digital media content.