નવી દિલ્હી
એક નવાં અભ્યાસ અનુસાર આંખની રેટિનાની નસો અને ધમનીઓનો આકાર અને કદ જોઈને સ્ટ્રોકના જોખમની લગભગ સચોટ આગાહી કરી શકાય છે.
ઇન્ટરનેશનલ જર્નલ હાર્ટમાં પ્રકાશિત, અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે રેટિનાના વેસ્ક્યુલર નેટવર્ક, આંખની પાછળની દિવાલ જેનાં પર કોષોનું સ્તર રહેલું હોય છે જે પ્રકાશને અનુભવે છે અને મગજને સિગ્નલ મોકલે છે જેનાથી જોઈ શકાય છે, તે મગજની જેમ જ હોય છે.
અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે મગજની રક્ત વાહિનીઓને સંભવિત નુકસાનની આગાહી કરવા માટે રેટિનાની આ નસો અને ધમનીઓના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે જેમાં એક સરળ રેટિના સ્કેનનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં આંખોની લંબાઈ, વ્યાસ, ગુણોત્તર ઘનતા, વળાંક, ધમનીઓ અને શિરાઓની તપાસ કરવામાં આવે છે.
હાર્ટ સ્ટડીમાં, સંશોધકોએ અભ્યાસનાં ભાગ રૂપે એકત્ર કરાયેલ 55 વર્ષથી વધુ વયના 45161 લોકોનાં હેલ્થ ડેટા પર ધ્યાન આપ્યું હતું. તેમાંથી 749 લોકોને 12.5 વર્ષનાં સમયગાળામાં સ્ટ્રોક થયો હતો.
આ લોકો નોંધપાત્ર રીતે વૃદ્ધ, પુરૂષો હતાં અને ધૂમ્રપાન કરતાં હતાં અને ડાયાબિટીસ ધરાવતાં હતાં.તેઓનું વજન પણ વધુ હતું, તેમનું બ્લડ પ્રેશર વધારે હતું અને ’સારા’ કોલેસ્ટ્રોલનું નીચું સ્તર હતું, આ બધાં સ્ટ્રોક માટેના જોખમી પરિબળો તરીકે જાણીતાં છે. સંશોધકો કહે છે કે આ એક અવલોકનાત્મક અભ્યાસ છે અને તેથી કારણ અને અસર વિશે કોઈ નક્કર તારણો કાઢી શકાતાં નથી.