શ્રીનગર: કાશ્મીરના ચપ્પા-ચપ્પા પર બાજનજર રાખવા માટે એકદમ ટચૂકડી પણ ખૂબ પાવરફુલ વસ્તુ તાજેતરમાં ભારતીય આર્મીને મળી છે. રમકડા જેવી દેખાતી આ વસ્તુ નેનો ડ્રોન છે જેનું નામ છે બ્લેક હાર્નેટ. એમાં બે કેમેરા છે. આ ડ્રોન છુપાયેલા આતંકવાદીઓને શોધવામાં મદદ કરે છે અને એ પણ જરાય અવાજ કર્યા વિના. એ જ કારણસર આ રમકડું મકાનની અંદર ઘૂસીને પણ માહિતી લઈ આવી શકે છે.