ગાંધીનગર
ગાંધીનગર સચિવાલયમાં 4 મુખ્ય પાર્કિંગ આવેલા છે. આ પાર્કિંગમાંથી એક પાર્કિંગ ખાસ ધારાસભ્યો માટે છે અને અન્ય પાર્કિંગમાં સચિવાલય સ્ટાફ, અધિકારીઓ, મંત્રીઓ તેમજ મુલાકાતીઓ પોતાના વાહનો પાર્ક કરે છે. આ વાહન પાર્કિંગમાં જે સરકારી વાહનનો હવે ઉપયોગ નથી કરાતો તેને પણ પાર્ક કરી દેવાયા છે.
એક સમયે સચિવાલયના કમ્પાઉન્ડમાં જે વાહનો થકી અવર-જવર રહેતી તે હાલ ધૂળ ખાવા છોડી દેવાયા છે. જેમાં ટોયોટા, સુઝુકી અને મહિન્દ્રા કંપનીની એક સમયની આલીશાન ગાડીઓ છે. એક સમયે સચિવોની શાન ગણાતી કાર હવે ભૂતિયા રંગમાં ઝાંખી થઈ ગઈ છે
જેમાં હવે માત્ર કાટ અને ધૂળ જ દેખાય છે. પરંતુ આવા વાહનો જ્યારે લાંબા સમય સુધી પડી રહે છે, ત્યારે તેને વાહનમાં ધૂળ, કાટ, જામ અને કલર ઉખાડવા જેવી સમસ્યા થાય છે, જેથી વાહનની કિમંત પણ ઘટે છે. બીજી બાજુ વાહન જ્યાં પાર્ક કરી દેવામાં આવે છે તે પાર્કિંગની જગ્યા પણ રોકે છે અને અડચણ ઊભી કરે છે.