મુંબઈ: દેશમાં બેન્કો દ્વારા અનસિકયોર્ડ લોનના વધતા જતા પ્રમાણ અને ખાસ કરીને પર્સનલ લોનમાં તો એક વ્યક્તિ 3-4 બેન્કો કે નાણાકીય સંસ્થાઓ પાસેથી પર્સનલ લોન લઈને ડિફોલ્ટ થાય છે.
તેમાં રિઝર્વ બેન્કે લાલ આંખ કરી એકજ પ્રકારની લોનનું કોઈ વ્યક્તિ મલ્ટીફીકેશન કરી શકે નહી તેવા અને ખાસ કરીને ક્રેડીટ રેટીંગમાં અપડેટ ઝડપી બનાવવા આદેશ આપ્યા બાદ બેન્કોને તમામ પ્રકારના ધિરાણમાં અને ખાસ પર્સનલ લોનમાં ગ્રાહક તેના ભવિષ્યના આયોજન કરી શકે તે માટે ફિકસ વ્યાજદર અને એક સમાન માસિક હપ્તા સાથેની લોન-પ્રોડકટ પણ ઓફર કરવા આદેશ આપ્યો છે.
હાલ બેન્કો વ્યાજદરની અનિશ્ચિતતા વચ્ચે ફલોટીંગ એટલે કે તરલ વ્યાજદર સાથે લોન ઓફર કરે છે અને વ્યાજને રીઝર્વ બેન્કના રેપો રેટ અથવા તો બેન્કના એકસટર્નલ બેન્ચ માર્ક આધારિત રેટ ઓફર કરે છે. જેમાં લોનના સમયગાળા મુજબ વ્યાજમાં વધઘટ મુજબ તેના લોન પર વ્યાજદર અને હપ્તાની રકમ અથવા લોનની અવધી નિશ્ચિત થાય છે.
છેલ્લા દોઢ વર્ષમાં જે રીતે વ્યાજદરમાં વધારો થયો તેમાં બેન્કોએ પર્સનલની હાઉસીંગ સહિતની લોનમાં ગ્રાહકના માસીક હપ્તા અને લોનની અવધી વધારી દેતા લોનીને તેમાં બજેટ ખોરવાઈ ગયા હતા. હવે આરબીઆઈએ પર્સનલ લોન જે સૌથી જોખમી ધિરાણમાં આવે છે.
હાલ તે પ્રકારના ધિરાણની કુલ ટકાવારીમાં પણ વધારો થયો છે. તેમાં આરબીઆઈ નિયમ મુજબ ફિકસ-વ્યાજદર અને એક સમાન હપ્તા સાથે લોનની અવધી આ તમામ ગ્રાહકને એક વિકલ્પ તરીકે ઓફર કરવા પડશે. જેના કારણે ગ્રાહક નિશ્ચિત કરી શકે કે તેને ફલોટીંગ વ્યાજદરમાં જવું કે પછી ફિકસ વ્યાજદરનો વિકાસ પસંદ કરવાનો છે.
આ ઉપરાંત જો ફલોટીંગ વ્યાજદરમાં ગ્રાહકને તેના ધિરાણના માસિક હપ્તા અને અવધીમાં જે કઈ ફેરફાર થાય તેની જાણ કરવાની રહેશે. ઉપરાંત ગ્રાહકને દર ત્રણ મહિને બેન્કે સ્ટેટમેન્ટ આપવાનું રહેશે. જેમાં તેને લોનની મૂળ બાકી રકમમાં મુદલ, વ્યાજ, હપ્તાની રકમ અને અવધી તેવી તમામ માહિતી રજુ કરવી જરૂરી બનશે.
મે 2012થી સતત વ્યાજદર વધી રહ્યા છે અને બેન્કોએ મુજબ વ્યાજદરમાં વધારો કર્યો છે અને આ અવધીમાં 250 બેઝીક પોઈન્ટ વધી જતા ધિરાણ લેનાર માટે વધેલા માસિક હપ્તાના કારણે તેનું બજેટ ખોરવાયુ હતું.