લખનૌ,
જુની ફિલ્મોમાં મોટાભાગે આપે જોયુ હશે કે બે ભાઈઓ બાળપણમાં કુંભના મેળામાં જુદા પડી જતા હોય છે અને મોટા થઈને ફિલ્મનાં અંતમા મળતા હોય છે. હવે ભાઈ-ભાઈ છુટા નહિં પડી શકે. 14 જાન્યુઆરીથી શરૂ થતાં મહાકુંભમાં આ પ્રકારની ઘટના નહિં બને અને તેના માટે યોગી સરકાર સ્પેશ્યલ વ્યવસ્થાની તૈયારી કરી રહી છે.
મહાકુંભમાં શ્રધ્ધાળુઓને રિસ્ટ બેન્ડ (કાંડામાં પહેરવાની પટ્ટી) આપવામાં આવશે. તે રેડીયો ફ્રીકવન્સી આઈડેન્ટી ફિકેશન (આરએફઆઈડી) ટેકનીકથી સજજ હશે. જેથી કોણ વ્યકિત કયાં છે તેનું મોનીટરીંગ થઈ શકશે. રિસ્ટ બેન્ડના કારણે વ્યકિતના અંદર-બહાર જવાના સમયનું પણ ટ્રેકીંગ થશે.
શું છે આરએફઆઈડી
આ એક વાયરલેસ ટેકનીક છે.જે વસ્તૂઓ અને વ્યકિતઓની ઓળખ માટે ઉપયોગ કરવામાં આવે છે. આ ટેકનીક રેડીયો તરંગોને ઉપયોગ કરી ડેટાને વાંચવા-લખવાનું કામ કરે છે. જેમાં દરેક માણસ માટે એક યુનિક ફ્રિકવન્સી એલોટ (ફાળવણી) હોય છે. જેથી ખબર પડે છે કે વ્યકિત કયાં કયાં ગઈ છે.
લોકેશનની ખબર પડશે
આ રીસ્ટ બેન્કથી કઈ વ્યકિત કયા જઈ રહી છે તેની ખબર પડશે. તેના લોકેશનની ખબર પડશે.જો તે પોતાના સબંધીઓથી છુટી પડી જાય છે તો પોલીસ કન્ટ્રોલ રૂમ જિયો ટેગીંગથી શોધી શકાય.
ડિજિટલ ટેકનિકથી શ્રધ્ધાળુઓની થશે ગણતરી
આઈડીએન્ડ ઈલેકટ્રોનિકસ મિનિસ્ટર સુનિલકુમાર શર્માએ જણાવ્યું હતું કે મહાકુંભમાં લગભગ 45 કરોડ શ્રધ્ધાળુઓ આવવાની સંભાવના છે.આ બધા શ્રધ્ધાળુઓની પ્રમાણીક રીતે ગણતરી થઈ શકે તેના માટે વિભાગની અલગ વ્યવસ્થા કરાઈ છે.શ્રધ્ધાળુઓની સહમતીથી મોબાઈલ એપના જીપીએસ લોકેશનમાં માધ્યમથી લોકેશન ટ્રેકીંગ કરવામાં આવશે.