◙ ગુજરાતમાં 1241 કિમીના દરિયાની લંબાઈ હવે 2340 કીમી: તામિલનાડુ બીજા ક્રમે; પોંડીચેરીમાં ઘટયો: હવે નવા બંદરો બનાવાશે
નવી દિલ્હી: જો તમોને કોઈ કહે કે ભારતમાં કોસ્ટલાઈન એટલે કે દરિયાકિનારો વધી ગયો છે તો આશ્ચર્ય થશે. વિશ્વભરમાં દરિયા-સમુદ્રના પાણી આગળ ધસી રહ્યા છે અને એકાદ દશકામાં ન્યુયોર્ક સહિતના શહેરો પર જોખમ છે તેવા અહેવાલ છે તે વચ્ચે 53 વર્ષમાં ભારતની દરિયાની લંબાઈ 48% જેટલી વધી છે અને તેમાં ગુજરાતમાં સૌથી વધુ વધારો નોંધાયો છે.
1970માં ભારતના દરિયા કિનારાની લંબાઈ 7516 કીમી હતી જે 2023-24માં 11098 કીમીની થઈ છે અને તેમાં ગુજરાત પશ્ચિમ બંગાળ- ગોવામાં સૌથી વધુ વધારો થયો છે. જયારે પોંડીચેરીમાં દરિયાની લંબાઈ 10.4% ઘટી છે. વાસ્તવમાં આ દરિયાની લંબાઈ વધી છે તેનું મુખ્ય કારણ તે આપવાની પદ્ધતિ બદલાઈ છે અને નવી આધુનિક પદ્ધતિથી ખાસ કરીને જે દરિયાઈ ખાડી વિસ્તારો છે તેને કુલ લંબાઈ સાથે જોડી દેવાયા છે.
અનેક સ્થળોએ દરિયાની અંદર અને બહારના એરિયામાં જે ખાડી જમીનના કોહરામ છે તેને અત્યાર સુધી માપવામાં સામેલ કરવામાં આવતુ ન હતું. ફકત સીધી કિનારાની જ લંબાઈ માપવામાં આવતી હતી. ગુજરાતમાં દરિયાઈ કિનારાની લંબાઈ ફરીથી માપવામાં આવી રાજયને દરિયા ક્ષેત્રમાં ખાડીનું પ્રમાણ સૌથી વધુ છે.
ભારતમાં ગુજરાત એ સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે અને 1970માં ગુજરાતમાં દરિયાની લંબાઈ 1214 કીમીની હતી તે લગભગ ડબલ થઈ છે અને હવે 2340 કીમી નોંધાઈ છે.
બીજા ક્રમે પ.બંગાળ આવે છે જયારે 157 કીમીની લંબાઈ હવે 721 કીમીની થઈ છે. ભારતીય મેરીટાઈમ પેરામીટરમાં હવે વૈશ્વિક માપદંડ તથા આધુનિક પદ્ધતિ અપનાવાઈ છે. અગાઉ દરિયાઈ કિનારાની સીધી લાઈન જ મપાઈ જતી હતી પણ જે ગુંચવણ ભરી ખાડીની કે કિનારાની સ્થિતિ છે તેને નજર અંદાજ કરાતી હતી અને આ નવી પદ્ધતિ એ કોસ્ટલાઈનની આવી સ્થિતિ દર્શાવે છે.
1970માં નેશનલ હાઈડ્રોગ્રાફીક ઓફીસ અને સર્વે ઓફ ઈન્ડીયાએ સંયુક્ત રીતે દરિયાની લંબાઈ માપી હતી. તામિલનાડુમાં દરિયાની લંબાઈ 1068 કીમીની થઈ છે જે અગાઉ 906 કીમીની હતી અને બીજા નંબરે આવ્યો છે તો આંધ્રપ્રદેશમાં 1053 કીમીની લંબાઈ નોંધાઈ છે. કેરાળાની દરિયાઈ લંબાઈ વધીને ભારતનો દરિયો બંગાળના અખાત, હિન્દ મહાસાગર અને પશ્ચિમમાં અરબી સમુદ્ર એમ ત્રણ ભાગમાં ફેલાયો છે.