માર્કેટ રિસર્ચ ફર્મ ફાઉન્ટર પોઈન્ટ ટેકનોલોજીએ કહ્યું હતું કે પ્રિમીયમ ડિવાઈસીસની માંગ વધી રહી છે તેને કારણે કેલેન્ડર વર્ષ 2025 માં ભારતનું સ્માર્ટ ફોન માર્કેટ 50 અબજ ડોલર (અંદાજીત રૂા.4,28,900 કરોડ) પર પહોંચશે તેવો અંદાજ છે.
વર્ષ 2021 માં દેશમાં સ્માર્ટફોન માર્કેટનું કદ 37.9 અબજ ડોલર (રૂા.3.25 લાખ કરોડ) હતું. રિપોર્ટ અનુસાર 2025 માં સ્માર્ટફોન માર્કેટ સર્વોચ્ચ સ્તરે પહોંચવા જઈ રહ્યું છે. એપલ અને સેમસંગ જેવી બ્રાન્ડસ પ્રિમીયમ અને અલ્ટ્રા-પ્રિમીયમ સેગમેન્ટમાં વધુ સ્પર્ધાત્મક વિકલ્પો રજુ કરી રહી છે જેને કારણે વેંચાણ વધી રહ્યું છે.
એપલ ઈન્ડિયાએ 2024 માં રૂા.67,121.6 કરોડની કુલ આવક દર્શાવી હતી. જયારે સેમસંગે રૂા.71,157.6 કરોડની કુલ આવક દર્શાવી હતી.દેશમાં સ્માર્ટ ફોનની રિટેલ એવરેજ સેલીંગ પ્રાઈસ સૌ પ્રથમવાર 2025 માં 300 ડોલર (અંદાજે રૂા.25,700) ને પાર કરશે તેવો અંદાજ છે.
એપલને ભારતમાં ઉત્પાદન થતા તેના પ્રો.સિરીઝનાં મોડેલની માંગ મજબુત રહેવાની આશા છે.આઈફોન સિરીઝમાં પણ તાજેતરમાં તેણે ભાવ ઘટાડતા માંગ વધશે.
દરમ્યાન સેમસંગની વેલ્યુ-ફોકસ્ડ સ્ટ્રેટેજી કારગત નીવડી છે. ખાસ કરીને ફલેગશીપ એસ.સિરીઝમાં તેનું વેચાણ વધી રહ્યું છે.ચીનની બ્રાન્ડ વિવો,ઓપ્પો, વનપ્લસ એડવાન્સ્ડ કેમેરા સીસ્ટમ્સ વગેરે ફીચર્સ પરવડે તેવી કિંમતમાં ગ્રાહકોને મોબાઈલ ફોનમાં ઓફર કરી રહી છે.
જેની રેન્જ રૂા.30,000-45,000 છે.વન પ્લસ તેની ડીસપ્લે અને મધરબોર્ડ સંબંધિત ચિંતાનો ઉકેલ લાવી રહી છે તેને કારણે 2024 માં તેને અસર થઈ હતી તે સ્થાનિક માર્કેટમાં વિસ્તરણ પાછળ રૂા.6000 કરોડનું રોકાણ કરી રહી છે.
પ્રિમીયમ સેગમેન્ટ (રૂા.30,000 થી વધુ)ના સ્માર્ટફોન માર્કેટમાં 2025 માં 20 ટકા વૃધ્ધિનો અંદાજ છે. આ સેગમેન્ટમાં ગ્રાહકોમાં ઓફલાઈન સ્ટોર્સમાં સૌ પ્રથમ ખરીદવા કે જોવાનું વલણ જોવા મળ્યુ છે. આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (એ-1) ફીચર્સ સાથેના નવા સ્માર્ટફોનને કારણે ગ્રાહકો પ્રિમીયમ ફોન ખરીદવા પ્રોત્સાહીત થયા છે.