નવી દિલ્હી : JSW MG મોટર ઇન્ડિયાએ બુધવારે ડિસેમ્બર 2024માં અગાઉના વર્ષની સરખામણીએ 55 ટકા વધીને 7,516 એકમોનું વેચાણ નોંધાવ્યું હતું.
JSW MG મોટર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કંપનીએ ડિસેમ્બરમાં તેનું અત્યાર સુધીનું સૌથી વધુ ઇ. વી. વેચાણ નોંધાવ્યું હતું અને એન.ઇ.વી. (નવીન ઉર્જા વાહન) નું વેચાણ કુલ વેચાણમાં 70 ટકાથી વધુ હતું, જેમાં તેના ક્રોસઓવર યુટિલિટી વાહન વિન્ડસરનું વેચાણ 3,785 યુનિટ હતું.
2024 પર નજર કરતા, કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, (JSW અને ચીનની SAIC વચ્ચે) સંયુક્ત સાહસ ની સફળ શરૂઆત અને નવી બ્રાન્ડ ઓળખ સાથે તે પરિવર્તનનું વર્ષ છે, જે ભારતના ઓટોમોટિવ ઉત્ક્રાંતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે.
“આગળ જતાં, અમે સતત પરંપરાગતથી ભિન્ન અને નવીનતાને આગળ ધપાવતાં અમારી પેશકદમીની ગતિ જાળવી રાખીશું. અમે અસાધારણ ગ્રાહક સેવા પ્રદાન કરવાની સાથે દર છ મહિને નવા ઉત્પાદનો રજૂ કરવા માટે પ્રતિબદ્ધ છીએ “, પ્રવક્તાએ
ઉમેર્યું.JSW MG મોટર ઇન્ડિયા જાન્યુઆરીમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025 માટે સંખ્યાબંધ નવીનતાઓ અને ઉત્પાદનો સાથે 2025માં આ ગતિને આગળ વધારવાની યોજના ધરાવે છે.