નવી દિલ્હી,
ઈન્કમ ટેકસ વિભાગે સોમવારે એ બાબતનું ખંડન કર્યુ હતું કે, ટેકસચોરી કરનારને પકડવા માટે ડીઝી યાત્રા એપના ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. વિભીન્ન સોશ્યલ મિડિયા એકસ પર એક પોસ્ટમાં આ રિપોર્ટને ખોટા બતાવ્યા હતા.
જેમાં કહેવામાં આવ્યું હતું કે ડિઝી યાત્રાના ડેટાનો ઉપયોગ ટેકસ ચોરી કરનારને પકડવામાં ઉપયોગ કરાશે. આઈટી વિભાગે જણાવ્યુ હતું કે આ બારામાં સ્પષ્ટ કરવામાં આવે છે કે હાલ તો ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા
આવુ કોઈ પગલૂ ઉઠાવવામાં નથી આવી રહ્યું
ઉલ્લેખનીય છે કે, ડીઝી યાત્રાનો ઉપયોગ વિમાન મથકોમાં ચેક પોઈન્ટ પર થાય છે.આ ફેસીયલ રેકગ્નાઈઝેશન ટેકનોલોજીથી યાત્રીઓની કોન્ટેકટલેસ તપાસમાં મદદ કરે છે.
ડીઝી યાત્રાથી મળેલો ડેટા એન ક્રિપ્ટેડ રહે છે તેની સર્વીસ લેવા માટે યાત્રીને ડિઝી યાત્રા એપ પર આધાર બેઝડ વેલીડેશન્ટથી પોતાની ડીસ્પ્લે સાથે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. વિમાની મથક પર બોર્ડીંગ પાસ સ્કેન કરવામાં આવે છે અને જરૂરી માહીતી મેળવવામાં આવે છે.
કેટલાંક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ઈન્કમ ટેકસ વિભાગે ડીઝી યાત્રા એપથી પેસેન્જર ડેટા મેળવી
લીધા છે. અને હવે તેની મેળવણી ટેકસ ફાઈલીંગ સાથે કરવામાં આવી રહી છે જેથી ગરબડ પકડાઈ શકે એમ પણ કહેવામાં આવ્યું હતું કે 2025 થી વિભાગ આ આંકડાનાં આધારે નોટીસ આપવાનું શરૂ કરશે. જોકે વિભાગે તેનું ખંડન કર્યું છે.