નવી દીલ્હી (PTI): રિયલ એસ્ટેટ કન્સલટન્ટ કંપની નાઇટ ફ્રેન્ક ઇન્ડિયા પ્રાયવેટ લિમિટેડે ગુરુવારે ‘ટ્રેન્ડસ ઇન પ્રાયવેટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા ૨૦૨૪’ ના શીર્ષક હેઠળ એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે કેલેન્ડર વર્ષ ૨૦૨૪ માં ૪૧૫ કરોડ અમેરિકન ડોલરનું રોકાણ પ્રાયવેટ ઇક્વિટીના માધ્યમથી થયું છે, જે આગલા વર્ષની સરખામણીએ ૩૨ ટકા વધુ છે.
અહેવાલાં જણાવવામાં આવ્યું છે, આવાસ ક્ષેત્ર ‘ઊંચા ઇનફ્લોઉના પગલે રોકાણ આકર્ષવામાં આગ્રેસર રહ્યું. વેરહાઉસિંગ, રહેણાંક મકાનો અને ઓફીસ સ્પેસમાં વિકાસને પગલે આ સુધારો જોવા મળ્યો છે અને આ ક્ષેત્રમાં પ્રાયવેટ ઇક્વિટીના માધ્યમથી સમગ્ર કેલેન્ડર વર્ષમાં થયેલું રોકાણ ૪૧૫.૩ કરોડ ડોલર પહોંચ્યું છે.
આવેલ કુલ રોકાણમાં વેરહાઉસિંગનો હિસ્સો સહુથી મોટો, ૪૫ ટકા રહ્યો. રહેણાંક મકાનો અને ઓફીસ સ્પેસ અનુક્રમે ૨૮ અને ૨૬ ટકા રહ્યા. આવાસ ક્ષેત્રમાં પ્રાયવેટ ઇક્વિટી થકી આવેલ કુલ રોકાણો ૧૧૭.૭ કરોડ ડોલર જેટલાં રહ્યા. આખરી ઉપભોક્તાની સતત વધતી રહેલ માંગને કારણે રોકાણકારોનો આ ક્ષેત્રમાં ભરોસો વધ્યો હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
વેરહાઉસિંગ ક્ષેત્રના રોકાણો ૧૮૭.૭ કરોડ ડોલર રહ્યા, જ્યારે ઓફીસ પ્રોપર્ટીમાં પ્રાયવેટ ઇક્વિટી થકી આવેલ રોકાણો ૧૦૯.૮૦ કરોડ ડોલર રહ્યા. ઇ-કોમર્સના વિકાસ અને થર્ડ-પાર્ટી લોજીસ્ટિક્સમાં થયેલ સતત વૃદ્ધિને પગલે વેરહાઉસિંગ સર્વાધિક રોકાણ આકર્ષવામાં સફળ રહ્યું.
ઓફીસ સ્પેસ સેગમેન્ટમાં ઓટ આવી હોવા છતાં, રોકાણકારોનું માનવું છે કે, ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટ ઘણું આશાસ્પદ છે અને ઓફીસ-સ્પેસની ભાડાં આવકોમાં વધારો થયો છે.
ભૌગોલિક દ્રષ્ટિએ કુલ રોકાણોના ૫૦ ટકા મુંબઇલક્ષી રહ્યા છે અને ભારતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં આવેલ કુલ રોકાણોમાં યુનાઇટેડ આરબ એમિરાતનો ફાળો ૧૭૦ કરોડ ડોલર રહ્યો, જે ભૌગોલિક દ્રષ્ટિએ ૪૨ ટકા કહેવાય. જ્યારે ભારતીય રોકાણકારોએ પણ પ્રાયવેટ ઇક્વિટી થકી રિયલ એસ્ટેટ સેક્ટરમાં ૧૩૦ કરોડ ડોલરનું રોકાણ કર્યું, જે આવાં કુલ રોકાણોના ૩૨ ટકા રહ્યું. સિંગાપોર સ્થિત નાણાં સંસ્થાઓએ વર્ષ ૨૦૨૪ માં ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં પ્રાયવેટ ઇક્વિટી મારફત ૬૩.૩૭ કરોડ ડોલર જેટલું રોકાણ કર્યું છે.