બેન્કોને લઈને રાહતભર્યા સમાચાર છે. સરકારી બેન્કોનાં ફસાયેલા લેણા એટલે કે નોન પર્ફોમીંગ એસેટસ (એનપીએ)માં મોટો ઘટાડો નોંધાયો છે. નાણા મંત્રાલયે ગુરૂવાર એ પણ જણાવ્યું હતું કે આ બેન્કોનો નફો રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે માર્ચ 2019 માં સરકારી બેન્કોનો ગ્રોસ એનપીએ તેમની અપાયેલી કુલ લોનનાં 14.58 ટકા પર હતું. પણ સપ્ટેમ્બર 2024 માં તે 3.12 ટકાએ આવી ગયુ હતું. માર્ચ 2015 માં તે 4.97 ટકા હતું. જયારે નાણાંકીય વર્ષ 2023-24 માં સરકારી બેન્કોએ રેકોર્ડબ્રેક 1.41 લાખ કરોડ રૂપિયાનો નેટ પ્રોફીટ નોંધ્યો હતો.
આ અત્યાર સુધીના કોઈપણ નાણાકીય વર્ષમાં સર્વાધિક વિશુધ્ધ લાભ છે. 2022-23 માં નેટ પ્રોફીટ 1.05 લાખ કરોડ રૂપિયા હતો.જયારે જયારે હાલનાં નાણાકીય વર્ષનાં પ્રથમ 6 માસીકમાં આંકડો 86 હજાર કરોડ રૂપિયા રહ્યો છે. મંત્રાલયે કહ્યું હતું કે વર્ષ 2015 થી સરકારે ફાયનાન્સીયલ સીસ્ટમમાં સુધારા કર્યા છે.
આથી સરકારી બેન્કો સહીત પુરી બેન્કીંગ સેકટરની ફાયનાન્સીયલ હેલ્થમાં સુધારો થયો છે. છેલ્લા 3 વર્ષોમાં સરકારી બેન્કોએ 619664 કરોડ રૂપિયાનું ડીવીડન્ડ આપ્યુ છે.
જીડીપી ગ્રોથ ટ્રેક પર આવવાનો ભરોસો: ગાયલ
બીજી ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથની 7 ત્રિમાસિકના નીચલા સ્તર પર ગયા બાદ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મીનીસ્ટર પીયુષ ગોયલે ગુરુવારે ભરોસો વ્યક્ત કર્યો હતો કે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થા ફરીથી ટ્રેક પર આવી જશે. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે પણ ભારત દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધનારી ઈકોનોમી બની જશે.