વિશ્વની ટોચની 100 વાનગીઓમાં ચાર ભારતીય વાનગીઓનો સમાવેશ થયો છે. આ સિવાય ભારતનાં વિવિધ શહેરોનાં નામ પણ આખી દુનિયાની શ્રેષ્ઠ રેસ્ટોરન્ટની યાદીમાં સામેલ છે.
ટેસ્ટ એટલાસ દ્વારા વિશ્વની શ્રેષ્ઠ 100 વાનગીઓની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં ગ્રીક, ઇટાલિયન, મેક્સીકન, સ્પેનિશ અને પોર્ટુગીઝ વાનગીઓ ટોચ પર છે. આ યાદીમાં બટર ચિકન 29 માં નંબર પર છે અને હૈદરાબાદી બિરયાની 31 માં નંબર પર છે. આ સિવાય ચિકન 65 અને 97માં અને કીમા 100 માં નંબર પર છે.
ટેસ્ટ એટલાસમાં અમૃતસરી કુલચા, બટર ગાર્લિક નાનનો પણ ઉલ્લેખ છે. ઉપરાંત, આ યાદીમાં સામેલ બેંગલુરુ, મુંબઈ, કોલકાતા, દિલ્હીનાં રેસ્ટોરન્ટ હવે આખી દુનિયામાં ફેમસ થઈ ગયાં છે.