મુંબઈ : મર્સિડીઝ બેન્ઝ, BMW અને ઓડીએ લક્ઝરી કારમા કંપનીઓમાં સામેલ છે જે ખરીદદારોને લલચાવવા માટે ઊંચી કિંમતનું ડિસ્કાઉન્ટ આપે છે જેથી તે ઈન્વેન્ટરીને ખતમ કરી શકે.
લક્ઝરી કાર 2024 માં માત્ર 2 ટકા જ આયાત કરવામાં આવી હતી. આ કાર એકમોનું વેચાણ આ વર્ષે 50000 થયું છે જે ત્રણ વર્ષમાં સૌથી ધીમું છે. 46 લાખની ઓડી એ4 પર 7 લાખનું ફ્લેટ ડિસકાઉન્ટ આપવામાં આવે છે આ ડિસકાઉન્ટ 2-3 લાખ વધી શકે છે જે કોઈ ડીલર સાથે કેટલી સારી રીતે વાટાઘાટ કરે છે તેનાં પર નિર્ભર કરે છે.
BMW ની X5 SUV 8-10 લાખનું ડિસકાઉન્ટ ઉપલબ્ધ છે. કંપનીની iX ઈલેક્ટ્રિક SUV, જેની કિંમત 1.39 કરોડ છે, તે ડીલરના સ્ટોકના આધારે 10-15 લાખના ડિસકાઉન્ટ પર ખરીદી શકાય છે. મહિન્દ્રાની સ્કોર્પિયો એન એસયુવીનું ટોપ-એન્ડ મોડલ જેની કિંમત 37 લાખ હતી હવે તેની ડિસકાઉન્ટ કિંમત 28.86 લાખ થઈ છે.
ઓડી, જે હવે લક્ઝરી સેગમેન્ટમાં વેચાણમાં ચોથા સ્થાને સરકી ગઈ છે અને ટાટા મોટર્સ માલિકીની જગુઆર લેન્ડ રોવર ઈન્ડિયાને ત્રીજું સ્થાન ગુમાવ્યું છે તેનાં મોટા ભાગનાં મોડલ્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
ઓડી ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભારતમાં 100000 કારનાં વેચાણ સહિત ગ્રાહકોની સંલગ્નતા વધારવા અને માઈલસ્ટોન્સની ઉજવણી કરવા માટેના અમારાં વ્યૂહાત્મક અભિગમને દર્શાવતા ઓડીના પસંદગીના મોડલ પર આકર્ષક ડિસકાઉન્ટ અને ઓફરો ઉપલબ્ધ છે.
સંતોષ અય્યરે, મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડાના મેનેજિંગ ડિરેક્ટરે સ્વીકાર્યું કે “છેલ્લીવાર 2019માં કોવિડ પહેલાં આ પ્રકારનો ડિસ્કાઉન્ટિંગ ટ્રેન્ડ જોવા મળ્યો હતો.” જો કે, અન્યોની સરખામણીમાં મર્સિડીઝ પોતાને વધુ સ્થિતિસ્થાપક માને છે. “ડાયરેક્ટ-ટુ-કસ્ટમર મોડલથી અમને સ્ટોકને નિયંત્રિત કરવામાં અને ડિસ્કાઉન્ટ પર નિયંત્રણ રાખવામાં મદદ મળી છે,”
શહેર અને સ્ટોકને આધારે, લક્ઝરી કારનો ગ્રાહક હાલમાં 10 લાખથી લઈને 15 લાખ સુધીના લાભો મેળવી શકે છે, જે સરેરાશ વેચાણ કિંમતનાં 10-20 ટકા જેટલાં છે. એક ડીલર્સે જણાવ્યું હતું કે નવેમ્બરમાં મોટા ભાગનાં કાર નિર્માતાઓ દ્વારા છૂટક વેચાણમાં થયેલાં ઘટાડાને પગલે આકર્ષક સ્કીમો આવી છે.
સોમવારે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર લક્ઝરી કાર સેગમેન્ટમાં અગ્રણી મર્સિડીઝ – બેન્ઝ નોંધપાત્ર હતી તેનું છૂટક વેચાણ ગયાં મહિને વાર્ષિક ધોરણે સાધારણ 1.2 ટકા વધી રહ્યું છે અય્યરને અપેક્ષા છે કે મર્સિડીઝ 2024 માં ઉચ્ચ બે આંકડાની વૃદ્ધિ કરશે. તેમને વિશ્વાસ છે કે આવતાં વર્ષે લક્ઝરી કાર માર્કેટમાં મજબૂત વધારો થશે.
જેએલઆર ઈન્ડિયાના એમડી રાજન એમબાએ જણાવ્યું હતું કે, “અમે સેક્ટર વિશે આશાવાદી રહીએ છીએ, તેમણે રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટ એસયુવી મોડલ્સે પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 40 ટકા વૃદ્ધિ હાંસલ કરી હતી, જે ગયાં મહિનામાં 80 ટકા વૃદ્ધિથી ઘણું પાછળ છે.