નવી દિલ્હી : ટાટા ગ્રુપની એર ઈન્ડિયાએ 100 નવાં એરબસ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે, જેમાં 10 એ350 અને 90 એ320 એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. આ ઓર્ડર પછી, એર ઈન્ડિયા પાસે એરબસ તરફથી કુલ 344 નવાં એરક્રાફ્ટ આવ્યાં છે, જેમાંથી અત્યાર સુધીમાં છ એ350 મળ્યાં છે.
ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ સોમવારે 100 નવાં એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. જેમાં 10 વાઈડબોડી એ350 અને 90 નેરોબોડી એ320 ફેમિલી એરક્રાફ્ટનો સમાવેશ થાય છે.
આ ગયાં વર્ષે એરબસ અને બોઇંગ સાથે આપવામાં આવેલાં 470 એરક્રાફ્ટના ઓર્ડર ઉપરાંત, એર ઇન્ડિયાએ 2023માં એરબસ પાસેથી કુલ 250 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે, જેમાં 40 એ350 અને 210 એ320 ફેમિલી એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. આ રીતે આ સંખ્યા વધીને 350 થઈ ગઈ છે.
ટાટા સન્સ અને એર ઈન્ડિયાના ચેરમેન નટરાજન ચંદ્રશેખરનએ જણાવ્યું હતું કે, ભારતની મુસાફરોની સંખ્યા વિશ્વનાં અન્ય ભાગો કરતાં ઘણી વધી ગઈ છે, તેનાં વ્યાપકપણે સુધરતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મહત્ત્વાકાંક્ષી યુવા વસ્તી વધુને વધુ વૈશ્વિક બની રહી છે તેમણે કહ્યું કે અમે એર ઈન્ડિયાના ભાવિ કાફલાને ગત વર્ષનાં 470 એરક્રાફ્ટના ઓર્ડરથી આગળ વધારવા જઈ રહ્યાં છીએ .
આ ઓર્ડર પછી, એર ઈન્ડિયા પાસે એરબસ તરફથી કુલ 344 નવાં એરક્રાફ્ટ આવ્યાં છે, જેમાંથી અત્યાર સુધીમાં છ એ350 મળ્યાં છે. કંપનીએ 2023માં બોઈંગને 220 વાઈડબોડી અને નેરોબોડી એરક્રાફ્ટનો ઓર્ડર પણ આપ્યો હતો, જેમાંથી 185 એરક્રાફ્ટની ડિલિવરી કરવાની બાકી છે.
ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, આ વધારાનાં 100 એરબસ એરક્રાફ્ટ એર ઈન્ડિયાને વધુ વિકાસનાં માર્ગ પર આગળ વધારવામાં મદદ કરશે અને એર ઈન્ડિયાને વિશ્વ કક્ષાની એરલાઈન બનાવવાનાં અમારાં મિશનમાં યોગદાન આપશે જે ભારતને વિશ્વનાં દરેક ખૂણે જોડે છે.